રાજકોટમાં સિઝનનો 47% વરસાદ: જેતપુરમાં સૌથી વધુ 28 ઈંચ, ખેડૂતોને સારા પાકની આશા.
રાજકોટમાં સિઝનનો 47% વરસાદ: જેતપુરમાં સૌથી વધુ 28 ઈંચ, ખેડૂતોને સારા પાકની આશા.
Published on: 28th July, 2025

ગુજરાતમાં ચોમાસાના 40 દિવસમાં સરેરાશ 55.26% વરસાદ થયો, રાજકોટમાં 47.20% નોંધાયો. જેતપુરમાં 28 ઈંચ અને પડધરીમાં 12.5 ઈંચ વરસાદ થયો. ખેડૂતોને સારા પાકની આશા છે, ખાસ કરીને કપાસ અને મગફળીના પાકનો સારો ઉતારો મળવાની શક્યતા છે. હજુ અડધું ચોમાસું બાકી હોવાથી સારું વર્ષ થવાની સંભાવના છે. જો કે અતિવૃષ્ટિ ના થાય તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.