ખોખરામાં એક્ટિવા પર જતી યુવતીનું ડમ્પરથી મોત; માથામાં ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ મૃત્યુ.
ખોખરામાં એક્ટિવા પર જતી યુવતીનું ડમ્પરથી મોત; માથામાં ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ મૃત્યુ.
Published on: 18th December, 2025

અમદાવાદમાં ડમ્પરના અકસ્માતો વધ્યા; ખોખરામાં 22 વર્ષીય યુવતીનું ડમ્પરની ટક્કરથી ઘટનાસ્થળે જ મોત. સ્થાનિકોએ ડમ્પરચાલકને પકડી પોલીસને સોંપ્યો. પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી. 5 દિવસ પહેલાં પણ ડમ્પરચાલકે એક મહિલાને અડફેટે લેતા મહિલાનું મોત થયું હતું. આ ઘટનાથી ડમ્પરચાલકોની બેફામ ગતિ સામે કાર્યવાહીની માંગ ઉઠી છે અને અમદાવાદ ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે.