વડોદરા પોલીસનું 'સાયલન્ટ' ઓપરેશન: મોડીફાઇડ સાયલેન્સર પર બુલડોઝર ફેરવી દેવાયું.
વડોદરા પોલીસનું 'સાયલન્ટ' ઓપરેશન: મોડીફાઇડ સાયલેન્સર પર બુલડોઝર ફેરવી દેવાયું.
Published on: 18th December, 2025

વડોદરા પોલીસે બુલેટના મોડીફાઇડ સાયલેન્સરથી થતા ધ્વનિ પ્રદૂષણ સામે કાર્યવાહી કરી. પોલીસે 50થી વધુ ગેરકાયદેસર સાયલેન્સરો જપ્ત કરી બુલડોઝર ફેરવી નાશ કર્યા. વર્ષ 2025 માં 500થી વધુ સાયલેન્સરો તોડવામાં આવ્યા. આ કાર્યવાહીનો હેતુ શહેરીજનોને અવાજના પ્રદૂષણમાંથી મુક્તિ અપાવવાનો છે. ટ્રાફિક પોલીસ આ ચેકિંગ પ્રક્રિયા વધુ તેજ બનાવશે.