ખેડૂત બની કરોડોનો ખેલ! ટેક્સ ચોરી કરનારા Galaxy ગ્રુપને રૂ. 4.46 કરોડનો દંડ.
ખેડૂત બની કરોડોનો ખેલ! ટેક્સ ચોરી કરનારા Galaxy ગ્રુપને રૂ. 4.46 કરોડનો દંડ.
Published on: 18th December, 2025

રાજકોટમાં Galaxy ગ્રુપ દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ચોરીનો મામલો સામે આવ્યો છે. નાયબ કલેક્ટરે રૂ. 4.46 કરોડનો દંડ ફટકાર્યો છે. તપાસમાં Galaxy ગ્રુપના ભાગીદારોએ ખેડૂત પેઢી બનાવી મિલકત ખરીદી, ટેક્સ બચાવવા સ્ટેમ્પ ડ્યુટીના માત્ર 75% ભર્યા. સ્ટેમ્પ ડ્યુટી ચોરી પકડાતા દસ્તાવેજોમાં ગોલમાલ સાબિત થઈ. કલેકટર કચેરીના કડક વલણને પગલે અન્ય પ્રોપર્ટી ડિલર્સમાં ફફડાટ વ્યાપી ગયો છે.