ખારેલ હાઇવે પરથી રૂ. 2.70 લાખના દારૂ સાથે 3 ઝડપાયા. કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો.
Published on: 28th July, 2025

નવસારી પોલીસે બાતમીના આધારે ખારેલ હાઇવે પર MH-03-EA-S-2592 નંબરની કારને અટકાવી રૂ. 2.70 લાખનો દારૂ પકડ્યો. પોલીસે મોહમદ ઈસરાર ઈસ્માઈલ શેખ, સફદરઅલી મોહમદ ઉસ્માન શેખ (પાલઘર, મહારાષ્ટ્ર) અને સંતોષ રામચંદ્ર વિશ્વકર્મા (મુંબઈ)ની ધરપકડ કરી હતી. SPની સૂચનાથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.