ફેકલ્ટી ડીનની જગ્યા ખાલી થતા ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓને નુકશાન, નિમણૂક અટકી; વિલંબનું કારણ ચર્ચામાં.
ફેકલ્ટી ડીનની જગ્યા ખાલી થતા ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓને નુકશાન, નિમણૂક અટકી; વિલંબનું કારણ ચર્ચામાં.
Published on: 28th July, 2025

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હ્યુમનીટીઝ એન્ડ સોશિયલ સાયન્સ ફેકલ્ટીના ડીન નિવૃત થયા બાદ નિમણૂક અટકી છે, જેનાથી ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ અને PHD વાયવા જેવા કાર્યોમાં મુશ્કેલીઓ આવી રહી છે. સિનિયર પ્રિન્સિપાલ ડો. યજ્ઞેશ જોશી કોંગ્રેસ સાથે સંકળાયેલા હોવાથી વિલંબ થઈ રહ્યો હોવાની ચર્ચા છે. કુલપતિ ડો. ઉત્પલ જોશીએ ટૂંક સમયમાં નિમણૂક કરવાની ખાતરી આપી છે.