સુરતમાં સાયબર ક્રાઇમ જાગૃતિ માટે વીર નર્મદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની 'આરંભમ્' ઝુંબેશ.
સુરતમાં સાયબર ક્રાઇમ જાગૃતિ માટે વીર નર્મદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની 'આરંભમ્' ઝુંબેશ.
Published on: 28th July, 2025

વીર નર્મદ યુનિવર્સિટીના સોશ્યલ વર્ક પ્રોગ્રામ દ્વારા "આરંભમ્" નામની ઝુંબેશ શરૂ કરાઈ, જેમાં સાયબર ક્રાઇમ જાગૃતિ માટે નાટક અને પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને જાગૃત કરાયા. આ પહેલનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને શૈક્ષણિક અભ્યાસની સાથે સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સામેલ કરી સામાજિક જવાબદારીની ભાવના કેળવવાનો છે. 'સાયબર ક્રાઇમ જાગૃતતા' વિષય પર ભટાર વિસ્તારમાં આવેલ ઈશ્વરલાલ ગુલાબભાઈ દેસાઈ વિદ્યાસંકુલ ખાતે ધોરણ ૯ થી ૧૨ના લગભગ ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે.એન. ચાવડા અને કુલસચિવ આર.સી. ગઢવીના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું.