નડિયાદ-સિદ્ધપુરમાં કેડસમાં પાણી, સુરતનું ગરનાળું 'સ્વિમિંગ પૂલ', અમદાવાદ બેટમાં અને ખેડૂતની મહેનત પર પાણીના વરસાદના વિડિયો.
નડિયાદ-સિદ્ધપુરમાં કેડસમાં પાણી, સુરતનું ગરનાળું 'સ્વિમિંગ પૂલ', અમદાવાદ બેટમાં અને ખેડૂતની મહેનત પર પાણીના વરસાદના વિડિયો.
Published on: 28th July, 2025

ગુજરાતમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત છે. સિદ્ધપુરમાં 250 પરિવારોનું સ્થળાંતર કરાયું, હિંમતનગરમાં હાથમતીના પૂરમાં એક વ્યક્તિનું મોત થયું. નવસારીમાં બ્રિજ ડૂબતા ગામો સંપર્કવિહોણા બન્યા. સુરતમાં ગરનાળું 'સ્વિમિંગ પૂલ', નડિયાદમાં રેકોર્ડબ્રેક વરસાદ, અમદાવાદમાં સોસાયટીઓ બેટમાં ફેરવાઈ અને તલોદમાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. લુણાવાડામાં રસ્તો ન બનતા લોકો જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર છે. આવતીકાલ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.