મોરબીની પલક બરાસરા જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં દ્વિતીય ક્રમે ઝળકી.
મોરબીની પલક બરાસરા જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં દ્વિતીય ક્રમે ઝળકી.
Published on: 16th December, 2025

મોરબીના સાહિત્યકાર અશ્વિનભાઈ બરાસરાની પુત્રી પલક બરાસરાએ કલા ઉત્સવમાં ગાયન સ્પર્ધામાં દ્વિતિય નંબર મેળવી પિતાનું નામ રોશન કર્યું છે. શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય અને GCERT ગાંધીનગર પ્રેરિત આ કાર્યક્રમ બી.આર.સી ભવન હળવદમાં યોજાયો હતો. સાર્થક વિદ્યામંદિરની વિદ્યાર્થીની પલકે ઉચ્ચતર માધ્યમિક વિભાગ ગાયન સ્પર્ધામાં આ સિદ્ધિ મેળવી. પલકના પિતા અશ્વિનભાઈને પણ સાહિત્ય અને કલામાં લગાવ છે.