સુરતમાં બેફામ ટેમ્પોચાલકે માતા-પૌત્ર સહિત 5ને કચડ્યા, અકસ્માત સર્જી ડ્રાઈવર ફરાર: પોલીસે CCTV ફૂટેજ આધારે તપાસ હાથ ધરી.
સુરતમાં બેફામ ટેમ્પોચાલકે માતા-પૌત્ર સહિત 5ને કચડ્યા, અકસ્માત સર્જી ડ્રાઈવર ફરાર: પોલીસે CCTV ફૂટેજ આધારે તપાસ હાથ ધરી.
Published on: 16th December, 2025

સુરતના સિંગણપોર વિસ્તારમાં ટેમ્પોચાલકે 5 લોકોને અડફેટે લીધા, જેમાં વૃદ્ધા અને પૌત્રને ગંભીર ઈજા થઈ. ટેમ્પોચાલકે કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો. ત્યારબાદ ડ્રાઇવર ફરાર થઈ ગયો, પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને પોલીસે ફરાર ડ્રાઇવરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.