નવસારીમાં JCB બકેટમાં જોખમી મુસાફરીનો VIDEO વાયરલ, પોલીસે તપાસના આદેશ આપ્યા
નવસારીમાં JCB બકેટમાં જોખમી મુસાફરીનો VIDEO વાયરલ, પોલીસે તપાસના આદેશ આપ્યા
Published on: 16th December, 2025

નવસારીમાં JCB મશીનના બકેટમાં શ્રમિકોને બેસાડી જાહેર માર્ગ પર જોખમી રીતે પરિવહન કરતા હોવાનો VIDEO વાયરલ થયો છે. આ ઘટના રમાબેન હોસ્પિટલથી સ્ટેશન તરફના રોડ પર બની હતી. શ્રમિકો JCB મશીનના અન્ય ભાગો પર પણ બેઠેલા જોવા મળ્યા હતા. મોટર વ્હીકલ એક્ટ અને શ્રમિક સુરક્ષા નિયમોનું આ ઉલ્લંઘન છે. પોલીસે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.