વરણામા નેશનલ હાઈવે પર ફેવિકોલ ભરેલો ટ્રક ડિવાઇડર સાથે અથડાયો, ડ્રાઇવરનું રેસ્ક્યૂ, ફેવિકોલની રેલમછેલ.
વરણામા નેશનલ હાઈવે પર ફેવિકોલ ભરેલો ટ્રક ડિવાઇડર સાથે અથડાયો, ડ્રાઇવરનું રેસ્ક્યૂ, ફેવિકોલની રેલમછેલ.
Published on: 16th December, 2025

વડોદરા નજીક નેશનલ હાઇવે 48 પર ટ્રક ડિવાઈડર સાથે અથડાતા ડ્રાઇવર કેબિનમાં ફસાયો. મહારાષ્ટ્રથી અમદાવાદ જતો ટ્રક ફેવિકોલ ભરેલો હતો. અકસ્માતમાં કેબિનનો કચ્ચરઘાણ થયો અને ફેવિકોલના બેરલ પડતા હાઈવે પર ફેવિકોલની રેલમછેલ થઈ. ફાયર વિભાગે ડ્રાઇવરનું રેસ્ક્યૂ કર્યું, જેને સારવાર માટે ખસેડાયો. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી, જેના કારણે ટ્રાફિક જામ થયો હતો અને લોકોના ટોળા એકત્રિત થયા હતા.