અમદાવાદના 35 વર્ષ બાદ તંત્ર જાગ્યું, ઘાટલોડિયાની 'સ્નેહાંજલિ સોસાયટી' ગેરકાયદે જાહેર, સ્થાનિકો રસ્તા પર....
અમદાવાદના 35 વર્ષ બાદ તંત્ર જાગ્યું, ઘાટલોડિયાની 'સ્નેહાંજલિ સોસાયટી' ગેરકાયદે જાહેર, સ્થાનિકો રસ્તા પર....
Published on: 16th December, 2025

અમદાવાદના ઘાટલોડિયામાં 35 વર્ષ બાદ સ્નેહાંજલિ સોસાયટીને ગેરકાયદે જાહેર કરાતા સ્થાનિકો રોષે ભરાયા. ડિમોલિશનનો વિરોધ, રહીશોને ઘર ખાલી કરવાની નોટિસ મળી છે. રહીશોએ કાયદેસર રીતે મકાનો ખરીદ્યા હોવા છતાં ઘર છોડવાની ફરજ પડી રહી છે, AMC ની બાંહેધરી પોકળ સાબિત થઈ રહી છે, વૈકલ્પિક વ્યવસ્થાની માંગ સાથે રહીશો લડી લેવાના મૂડમાં છે.