વિરમગામમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું: ગેસની બોટલો અને રિફિલિંગના સાધનો સાથે આરોપી પકડાયો.
વિરમગામમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું: ગેસની બોટલો અને રિફિલિંગના સાધનો સાથે આરોપી પકડાયો.
Published on: 18th December, 2025

વિરમગામમાં પોલીસે ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું. જેમાં ગેસ રિફિલિંગ કરતા એક શખ્સને પકડવામાં આવ્યો છે અને તેની પાસેથી ગેસની નાની-મોટી ૧૦૮ બોટલ અને ગેસ રિફિલિંગના સાધનો મળીને કુલ રૃ. ૧.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.