Logo Logo
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • News Kida
  • fire-image Trending
  • દિન વિશેષ
  • News Sources
ચાલુ મહિનો આજે
સીમા સુરક્ષા દળ સ્થાપના દિન
સીમા સુરક્ષા દળ સ્થાપના દિન

1 ડિસેમ્બર, 1965 ના રોજ ભારતની પ્રથમ લાઇન ઓફ ડિફેન્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની રચના કરવામાં આવી હતી. BSF એ ભારતનું પ્રાથમિક સરહદ રક્ષક દળ છે. આ અર્ધલશ્કરી દળ ભારતના પાંચ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાંનું એક છે. તેનો ઉદ્દેશ શાંતિકાળ દરમિયાન દેશની ભૂમિ સરહદની રક્ષા કરવાનો છે અને આંતરરાષ્ટ્રીય ગુનાઓને રોકવાનો પણ છે.  BSF ની સ્થાપના પાકિસ્તાન સાથેના 1965 ના યુદ્ધ પછી કરવામાં આવી હતી. તે સમય સુધી રાજ્ય આર્દ્ર પોલીસ બટાલિયન દ્વારા પાકિસ્તાન સાથેની સરહદની સુરક્ષા કરવામાં આવતી હતી. જ્યારે પાકિસ્તાની આક્રમણનો સામનો કરવો પડ્યો ત્યારે તે અપૂરતું સાબિત થયું અને ત્યારે ભારતની સરહદોનું સંચાલન અને રક્ષણ કરવા માટે વિશિષ્ટ સશસ્ત્ર દળની આવશ્યકતા સમજાઈ. સચિવોની સમિતિની ભલામણને આધારે 1 ડિસેમ્બર, 1965 ના રોજ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની સ્થાપના કરવામાં આવી. BSF ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. તે હાલમાં વિશ્વનું સૌથી મોટું સરહદ રક્ષક દળ છે. આ સંસ્થાના પ્રથમ વડા અને સ્થાપક કે. એફ. રૂસ્તમજી (IPS) હતા. BSFની સ્થાપના થઈ ત્યારે 25 બટાલિયન હતી. હાલમાં લગભગ 186 બટાલિયન છે અને તેમાં 2 લાખ થી વધુ જવાનો છે. તેની પાસે ઍર વિંગ, મરીન વિંગ, કમાન્ડો યુનિટ અને આર્ટિલરી રેજિમેન્ટ પણ છે. BSF પાસે અધિકારીઓની કેડર છે, પરંતુ મહાનિર્દેશક (ડાયરેક્ટર જનરલ) હંમેશાં ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી હોય છે. BSFનો ધ્યેયમંત્ર છે: "કોઈપણ કાર્ય, કોઈપણ સમયે અને કોઈપણ જગ્યાએ." તેનું સૂત્ર છે "જીવન પર્યંત કર્તવ્ય.” ભારતની સરહદોનું સંચાલન અને રક્ષણ કરવા ઉપરાંત, BSF કુદરતી આફતો દરમિયાન રાહત કામગીરીમાં પણ જોડાય છે. તે United Nations (UN) મિશન માટે કર્મચારીઓને પણ મોકલે છે. BSF પાસે પરમાણુ, જૈવિક અને રાસાયણિક (NBC) આપત્તિઓ સહિત તમામ પ્રકારની આપત્તિઓનો સામનો કરવા માટે વિશેષ બટાલિયન છે. ગુજરાતની પાકિસ્તાન સાથેની નડાબેટ બોર્ડર પર BSF દ્વારા રીટ્રીટ (પરેડ) થાય છે. જેમાં મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહે છે. 1971 માં ભારત-પાકિસ્તાન યુદ્ધ, ઓપરેશન બ્લ્યુ સ્ટાર, ઓપરેશન બ્લેક થંડર, કારગીલ યુદ્ધમાં ઓપરેશન વિજય અને 2000ના દાયકામાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે સરહદી અથડામણમાં BSFની મુખ્ય ભૂમિકા રહી હતી. શાંતિના સમયમાં સરહદી વિસ્તારોમાં રહેતા લોકોમાં સુરક્ષાની ભાવનાને પ્રોત્સાહન આપવું, સરહદ પર દાણચોરી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવી, ભારતમાં અનધિકૃત પ્રવેશ અથવા બહાર નીકળવા સહિત સરહદ પારના ગુનાઓ અટકાવવા તેમજ ઘૂસણખોરી અટકાવવી અને સરહદ પારની ગુપ્ત માહિતી એકત્રિત કરવી જેવી પ્રવૃત્તિઓ BSF દ્વારા કરવામાં આવે છે. જ્યારે યુદ્ધ દરમિયાન સોંપાયેલ ક્ષેત્રોનો બચાવ, દુશ્મન દળો સામે મર્યાદિત આક્રમક કાર્યવાહીમાં વ્યસ્ત રહેવું, સેના દ્વારા જીતાયેલા દુશ્મન પ્રદેશના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી, સરહદી વિસ્તારોમાં સેનાના માર્ગદર્શક તરીકે કામ કરવું જેવાં કાર્યો પણ કરે છે.

01st December

Read more
સીમા સુરક્ષા દળ સ્થાપના દિન
01st December

1 ડિસેમ્બર, 1965 ના રોજ ભારતની પ્રથમ લાઇન ઓફ ડિફેન્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની રચના કરવામાં આવી હતી. BSF એ ભારતનું પ્રાથમિક સરહદ રક્ષક દળ છે. આ અર્ધલશ્કરી દળ ભારતના પાંચ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાંનું એક છે. તેનો ઉદ્દેશ શાંતિકાળ દરમિયાન દેશની ભૂમિ સરહદની રક્ષા કરવાનો છે અને આંતરરાષ્ટ્રીય ગુનાઓને રોકવાનો પણ છે. 

BSF ની સ્થાપના પાકિસ્તાન સાથેના 1965 ના યુદ્ધ પછી કરવામાં આવી હતી. તે સમય સુધી રાજ્ય આર્દ્ર પોલીસ બટાલિયન દ્વારા પાકિસ્તાન સાથેની સરહદની સુરક્ષા કરવામાં આવતી હતી. જ્યારે...

Read more
વિશ્વ એઇડ્સ દિન
વિશ્વ એઇડ્સ દિન

વિશ્વભરમાં એચ.આઈ.વી. (એઇડ્સ) સંક્રમણ પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે 1 ડિસેમ્બર ના રોજ વિશ્વ એઇડ્સ દિન મનાવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ સૌ પ્રથમ ઑગસ્ટ, 1987 માં વિશ્વ એઇડ્સ દિનને વૈશ્વિક સ્તરે ઉજવવાની શરૂઆત કરી હતી. એઇડ્સ આધુનિક સમયની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી એક છે. એચ.આઈ.વી. (એઇડ્સ) એક પ્રકારના જીવલેણ ઇન્ફેક્શનથી થતી ગંભીર બીમારી છે, તેને મેડિકલની ભાષામાં ‘હ્યુમન ઇમ્યૂનો ડેફિશિયન્સી વાયરસ' એટલે કે એઇડ્સ ના નામથી ઓળખવામાં આવે છે. બોલચાલમાં એઇડ્સ એક્વાયર્ડ ઇમ્યૂન ડેફિશિયન્સી સિન્ડ્રોમના નામથી ઓળખાય છે. આ રોગમાં જીવલેણ ઇન્ફેક્શન વ્યક્તિના શરીરની ઇમ્યૂન સિસ્ટમ પર હુમલો કરે છે જેના કારણે શરીર સામાન્ય બીમારીઓ સામે પણ લડવામાં સક્ષમ રહેતું નથી. વર્ષ 1986 માં ભારતમાં એઇડ્સનો પ્રથમ કેસ જોવા મળ્યો હતો. ભારતમાં એચ. આઈ. વી. એઇડ્સના દર્દીઓની સંખ્યા લાખોમાં છે. વિશ્વમાં દરરોજ સેંકડો બાળકો એચ.આઈ.વી.ગ્રસ્ત જન્મે છે, જેમાંથી આશરે 30 ટકા જેટલાં મૃત્યુ પામે છે. અન્ય રોગોની સરખામણીએ એઇડ્સના દર્દીઓને સમાજ વચ્ચે જીવવામાં ઘણા માનસિક તણાવોમાંથી પસાર થવું પડે છે, ગામડાંઓમાં આ રોગ વિશે જોઈએ તેટલી માહિતીનો અભાવ હોવાથી આ રોગની લાક્ષણિકતાઓ જલદી જાણી શકાતી નથી પરિણામે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ છે. લોકોમાં આ રોગ વિશે પ્રવર્તતી ગેરમાન્યતાઓ દૂર થાય અને સમાજમાં આ રોગના દર્દીનો હૂંફ અને લાગણીથી સ્વીકાર થાય. એઇડ્સ થવાનાં કારણોઅસલામત જાતીય સંબંધ, સંક્રમિત લોહી ચઢાવવું. એચ. આઈ. વી સંક્રમિત મહિલાઓનાં બાળકોમાં, એકવાર ઉપયોગમાં લેવાયેલ ચેપી સિરીજ (સોય)નો બીજીવાર ઉપયોગ કરવાથી, ઇન્ફેક્ટેડ (ચેપી) બ્લેડનો ઉપયોગ કરવો વગેરે.એઇડ્સ મહિલાઓ તથા છોકરીઓને વિશેષ અસર કરે છે. જાતીય સમાગમ દરમિયાન આ રોગનો ચેપ સામાન્યતઃ પુરુષો કરતાં મહિલાઓને વધુ ઝડપથી અસર કરતો હોય છે. એઇડ્સગ્રસ્ત માતા દ્વારા જ બાળકને ચેપ લાગવાની વધુ શક્યતા હોય છે.એઇડ્સ એક એવો રોગ છે કે, જેને પોતાનાં આગવાં કોઈ ચિહ્નો નથી. સામાન્યતઃ રોગના કોઈ દેખીતા કારણ સિવાય જ આવી વ્યક્તિના શરીરના વજનમાં માત્ર એક માસ જેટલા ટૂંકા સમયગાળામાં જ 10 ટકા કે તેથી વધુ ઘટાડો થાય છે. કોઈ કારણોસર એક માસથી વધુ સમય માટે તાવ અને ઉધરસ ચાલુ રહેતી હોય છે. ચામડી ઉપર ડાઘ પડે તેમજ ખંજવાળ પણ આવતી હોય છે. જીભ ઉપર છારી બાઝતી હોય છે તથા શરીરની લસિકા ગ્રંથિઓમાં સોજો પણ આવતો હોય છે. એચ.આઈ.વી. (એઇડ્સ)થી બચાવના ઉપાય• કિશોરાવસ્થાથી જ યૌન રોગો અને એઇડ્સ સંદર્ભે જાણકારી આપવી.• યૌન રોગો તથા એઇડ્સ સલાહ કેન્દ્ર અને સ્વાસ્થ્ય કેન્દ્રમાંથી મળતી સલાહ અને સારવાર સેવાઓનો ઉપયોગ કરવો.• લાયસન્સ ધરાવતી બ્લડ બૅન્કો પાસેથી જ એઇડ્સના પરીક્ષણ બાદ લોહી લેવું જોઈએ.• બીજાએ ઉપયોગ કરેલ હોય તેવાં ટૂથબ્રશ, રેઝર, બ્લેડ જેવાં સાધનોનો ઉપયોગ ન કરવો જોઈએ.• અસલામત જાતીય સંબંધો ટાળવા જોઈએ.

01st December

Read more
વિશ્વ એઇડ્સ દિન
01st December

વિશ્વભરમાં એચ.આઈ.વી. (એઇડ્સ) સંક્રમણ પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે 1 ડિસેમ્બર ના રોજ વિશ્વ એઇડ્સ દિન મનાવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ સૌ પ્રથમ ઑગસ્ટ, 1987 માં વિશ્વ એઇડ્સ દિનને વૈશ્વિક સ્તરે ઉજવવાની શરૂઆત કરી હતી.

એઇડ્સ આધુનિક સમયની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી એક છે. એચ.આઈ.વી. (એઇડ્સ) એક પ્રકારના જીવલેણ ઇન્ફેક્શનથી થતી ગંભીર બીમારી છે, તેને મેડિકલની ભાષામાં ‘હ્યુમન ઇમ્યૂનો ડેફિશિયન્સી વાયરસ' એટલે કે એઇડ્સ ના નામથી ઓળખવામાં આવે છે. બોલચાલમાં એઇડ્સ એક્વાયર્ડ ઇમ્યૂન ડેફિશિયન્સી સિન્ડ્રોમના નામથી...

Read more
આંતરરાષ્ટ્રીય ગુલામી નાબૂદી દિવસ
આંતરરાષ્ટ્રીય ગુલામી નાબૂદી દિવસ

આંતરરાષ્ટ્રીય ગુલામી નાબૂદી દિવસ (International Day for the Abolition of Slavery) દર વર્ષે ૨ ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય ગુલામીના સમકાલીન સ્વરૂપો જેમ કે માનવ તસ્કરી, બાળ મજૂરી, અને બળજબરીથી થતા લગ્નને નાબૂદ કરવા અંગે જાગૃતિ લાવવાનો છે.   તારીખ: ૨ ડિસેમ્બર. ઉદ્દેશ્ય: ગુલામીના તમામ સ્વરૂપોને નાબૂદ કરવા અને આધુનિક ગુલામી અંગે જાગૃતિ ફેલાવવી. ઇતિહાસ: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UN General Assembly) દ્વારા ૨ ડિસેમ્બર, ૧૯૪૯ના રોજ "વ્યક્તિઓના ટ્રાફિકના દમન અને અન્ય લોકોના વેશ્યાવૃત્તિના શોષણ માટેનું સંમેલન" (Convention for the Suppression of the Traffic in Persons and of the Exploitation of the Prostitution of Others) અપનાવવામાં આવ્યું હતું, જેની યાદમાં આ દિવસ મનાવાય છે. આધુનિક ગુલામીના સ્વરૂપો: માનવ તસ્કરી (Human trafficking) જાતીય શોષણ (Sexual exploitation) બાળ મજૂરી (Child labour) દેવું બંધન (Debt bondage) બળજબરીથી લગ્ન (Forced marriage) આ દિવસ ગુલામીના ઐતિહાસિક કારણો અને તેના આધુનિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક પૂરી પાડે છે, જેથી ભવિષ્યમાં આવી પ્રથાઓને સંપૂર્ણપણે અટકાવી શકાય.

02nd December

Read more
આંતરરાષ્ટ્રીય ગુલામી નાબૂદી દિવસ
02nd December
આંતરરાષ્ટ્રીય ગુલામી નાબૂદી દિવસ (International Day for the Abolition of Slavery) દર વર્ષે ૨ ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય ગુલામીના સમકાલીન સ્વરૂપો જેમ કે માનવ તસ્કરી, બાળ મજૂરી, અને બળજબરીથી થતા લગ્નને નાબૂદ કરવા અંગે જાગૃતિ લાવવાનો છે.  
  • તારીખ: ૨ ડિસેમ્બર.
  • ઉદ્દેશ્ય: ગુલામીના તમામ સ્વરૂપોને નાબૂદ કરવા અને આધુનિક ગુલામી અંગે જાગૃતિ ફેલાવવી.
Read more
મામાસાહેબ ફડકે જન્મજયંતી
મામાસાહેબ ફડકે જન્મજયંતી

'અવધૂત' મામાસાહેબ વિઠ્ઠલ લક્ષ્મણ ફડકેનો જન્મ ૨ ડિસેમ્બર,૧૮૮૭ ના રોજ મહારાષ્ટ્રના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. મામાસાહેબને આરંભથી જ અંગ્રેજી શિક્ષણ અને અંગ્રેજરાજનો વિરોધ હતો અને લોકમાન્ય ટિળકના જીવનકાર્ય અને વિચારોનું ખેંચાણ હતું. ૧૯૦૬માં ઓગણીસ વરસના યુવાન વિઠ્ઠલ કડકેએ રત્નાગિરિમાં ટિળકની પચાસમી જયંતીની સભામાં ભાષણ આપ્યું અને લોકોની અને પોલીસની નજરમાં આવી ગયા. ભણવામાંથી મન ઊઠી ગયું હતું એટલે પિતાએ ફાઈનલની પરીક્ષા માટે ફોર્મ ભરવાના જે પૈસા આપેલા તે લઈને, પિતાની આજ્ઞા સાથે, દેશસેવાના નિર્ધારથી ઘર છોડ્યું. ફરતાંફરતાં વડોદરાની ગંગનાથ વિદ્યાલયમાં આવ્યા. અહીં આવ્યા તો હતા ભણવા માટે પણ શિક્ષક બનાવી દેવાયા. ઇતિહાસ ભણાવતા, રાષ્ટ્રીય ગીતો ગાતા-ગવડાવતા, ઉગ્ર ભાષણો કરતા અને જહાલવાદીઓના સંપર્કમાં રહેલા મામાસાહેબ પર અંગ્રેજ પોલીસની કરડી નજર હતી. એટલે ગંગનાથ વિદ્યાલય પર રાજદ્રોહનો આરોપ લાગ્યો. મામાસાહેબને વિદ્યાલય છોડવું પડયું અને પછી વિદ્યાલય પણ બંધ કરાવ્યું.  વડોદરાના પ્રગતિશીલ રાજવી સયાજીરાવ ગાયકવાડે દલિતો માટે જુદી શાળાઓ તો શરૂ કરેલી પણ કહેવાતા ઉચ્ચ વર્ણના શિક્ષકો ભણાવવા મળતા નહોતા. એટલે મામાસાહેબે થોડો સમય વડોદરા રાજ્યની અંત્યજ શાળાના શિક્ષક તરીકે કામ કર્યું. રાજદ્રોહીની છાપને લીધે તે કામ પણ ગુમાવ્યું અને ગુરુની શોધમાં ગિરનાર પર સાડા ત્રણ વર્ષ સાધનામાં પસાર કર્યા. ત્યાંથી કોચરબ આશ્રમમાં જઈ પહોંચ્યા. હરિજન સેવા દ્વારા અસ્પૃશ્યતા નિવારણના કાર્યને જ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દેનાર મામાસાહેબ ગાંધીજીના યુગમાં સર્વપ્રથમ 'અંત્યજ સેવક ' હતા. ગાંધીજીની અનુમતિ મેળવીને, બાળકોના સર્વાંગી વિકાસ માટે ગોધરામાં આશ્રમ શરૂ કર્યો. તેઓ સ્પષ્ટ વકતા અને તીખા ભાષણો કરનારા તરીકે જાણીતા હતા. તેઓ કહેતા કે, 'સંસ્થાઓથી કે પ્રચારકોથી અસ્પૃશ્યતા નિવારણ થઇ શકે નહીં, હરીજનોને ત્યાં કુટુંબીજનની પેઠે રહેવું જોઇએ. સત્યાગ્રહ દરમિયાન તેમને સખત કેદની સજા થઇ. અમદાવાદમાં કોંગ્રેસ અધિવેશન વખતે સફાઈનું કામ કરવા માટે ટોપલો અને ઝાડુની છાપવાળો રજતચંદ્ર તેમને મળેલો, જે અત્યારે અમદાવાદના ગાંધી સંગ્રહાલયમાં છે. સ્વરાજય આવ્યા પછી પણ અંત્યજોની હકો માટે કામ કરતા રહ્યા. તેમની આત્મકથાની પ્રસ્તાવનામાં કાકાસાહેબે લખ્યું છે કે, ' હિન્દુ ધર્મની અને સ્વરાજ્યની ઉત્કટ સેવા કરી ગુજરાતમાં જ નહીં, પણ આખા ભારતમાં જેમણે પૂજ્ય સ્થાન મેળવ્યું છે એવા લોકોમાં મામાસાહેબનું સ્થાન ઘણું ઊંચું છે. ' ૮૭વર્ષની વયે ૨૯ જુલાઈ, ૧૯૭૪ ના રોજ તેમનું દેહાવસાન થયું. કોરોનાના કપરા કાળમાં પણ દલિતો પરના અત્યાચારો અને આભડછેટ એના વરવારૂપે દેખા દે છે,ત્યારે ગાંધીના આદર્શોને માથે ચઢાવી જીવનભર દલિતોદ્ધારનો ભેખ લેનાર મામાસાહેબ ફડકેના જીવનકાર્યનું મૂલ્ય સમજાય છે.

02nd December

Read more
મામાસાહેબ ફડકે જન્મજયંતી
02nd December

'અવધૂત' મામાસાહેબ વિઠ્ઠલ લક્ષ્મણ ફડકેનો જન્મ ૨ ડિસેમ્બર,૧૮૮૭ ના રોજ મહારાષ્ટ્રના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. મામાસાહેબને આરંભથી જ અંગ્રેજી શિક્ષણ અને અંગ્રેજરાજનો વિરોધ હતો અને લોકમાન્ય ટિળકના જીવનકાર્ય અને વિચારોનું ખેંચાણ હતું. ૧૯૦૬માં ઓગણીસ વરસના યુવાન વિઠ્ઠલ કડકેએ રત્નાગિરિમાં ટિળકની પચાસમી જયંતીની સભામાં ભાષણ આપ્યું અને લોકોની અને પોલીસની નજરમાં આવી ગયા. ભણવામાંથી મન ઊઠી ગયું હતું એટલે પિતાએ ફાઈનલની પરીક્ષા માટે ફોર્મ ભરવાના જે પૈસા આપેલા તે લઈને, પિતાની આજ્ઞા સાથે, દેશસેવાના નિર્ધારથી ઘર છોડ્યું. ફરતાંફરતાં વડોદરાની ગંગનાથ વિદ્યાલયમાં આવ્યા. અહીં...

Read more
વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ
વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ

વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ દર વર્ષે 2 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા કે જાણકારી દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ ખાસ કરીને જે લોકો સુધી કમ્પ્યૂટર કે ટેક્નોલોજીની માહિતી પહોંચી નથી તે લોકોને કમ્પ્યૂટર કે ટેક્નોલોજી વિશે માહિતગાર કરવાનો છે. બીજા વિશ્વયુદ્ધ પહેલા કમ્પ્યૂટરના સાક્ષર લોકો ન હતા તેથી આ બાબતે વધુને વધુ જાણકારી પ્રસિદ્ધ કરવા આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી. સોશિયલ મીડિયા અને મીડિયા ચેનલ પર કમ્પ્યૂટરનું વિજ્ઞાપન કરીને તેની જરૂરિયાત ધરાવતા લોકો સુધી માહિતી પહોંચાડવી એ કમ્પ્યૂટર વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું સૌથી સરળ માધ્યમ છે. કમ્પ્યૂટર અને ટેક્નોલોજી વિશે ડિજીટલ સાક્ષરતા વધારવા માટે દર વર્ષે 2 ડિસેમ્બરે વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ ઉજવવામાં આવે છે. આજના સમયમાં પોતાના મહત્વપૂર્ણ યોગદાન માટે કમ્પ્યૂટર લોકોના જીવનમાં ખુબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. આજના સમયમાં કમ્પ્યૂટર ખૂબ જ ઝડપથી અને સરળતાથી સુલભ બન્યા છે અને આંખના પલકારામાં માહિતીની પ્રક્રિયાને સરળ બનાવવા માટે સશક્ત બન્યા છે પરંતુ જ્યારથી બ્રિટીશ ગણિતશાસ્ત્રી અને મિકેનિકલ એન્જિનિયર અને જેમના વિચારોથી કમ્પ્યૂટરની શોધ કરવામાં મદદ મળી હતી તેવા ચાર્લ્સ બેબેજે વિશ્વનું પહેલું કમ્પ્યૂટર બનાવ્યું હતું એ દિવસથી લઈને આજ સુધી આપણે જોઈએ તો આખા રૂમમાં સમાઈ જાય એવા કમ્પ્યૂટરથી લઈને આજે માઈક્રો કમ્પ્યૂટર પણ ઉપલબ્ધ છે. છતાં આજે પણ ઘણા લોકો એવા છે કે જે ક્યાંકને ક્યાંક ટેકનોલોજીને વાપરતા અચકાય છે અથવા એમને નવી નવી થઈ રહેલી શોધ કહો કે સવલતો એનો લાભ ઉઠાવતા આવડતો નથી. દિવસે દિવસે વધતા જતા સાઈબર ક્રાઈમ પણ આ ઓછી કમ્પ્યૂટર લીટ્રસીનું પરિણામ જ કહી શકાય. જો આ દિશામાં લોકો સુધી સાચી સમજ પહોચાડવા માટેનાં પ્રયત્નો કરવામાં આવશે તો દેશમાં થતાં ઘણા સાઈબર ક્રાઈમ્સ અટકાવી શકાશે. આજના સમયમાં પોતાના મહત્વપૂર્ણ યોગદાન માટે કમ્પ્યૂટર લોકોના જીવનમાં ખુબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. જો આ દિશામાં લોકો સુધી સાચી સમજ પહોચાડવા માટેનાં પ્રયત્નો કરવામાં આવશે તો વિશ્વમાં થતાં ઘણા સાઈબર ક્રાઈમ્સ અટકાવી શકાશે. હેતુ અને ઇતિહાસ સ્થાપના: આ દિવસની શરૂઆત ભારતીય કમ્પ્યુટર કંપની NIIT દ્વારા 2001 માં તેની 20મી વર્ષગાંઠ નિમિત્તે કરવામાં આવી હતી. મુખ્ય લક્ષ્ય: તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં, ખાસ કરીને બાળકો અને મહિલાઓમાં, ટેકનોલોજીકલ કૌશલ્યોના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. જાગૃતિ: આ દિવસનો હેતુ વિશ્વભરના પછાત સમુદાયોમાં ડિજિટલ સાક્ષરતા વિશે જાગૃતિ ફેલાવવાનો અને તેને વધારવાનો છે.

02nd December

Read more
વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ
02nd December
વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ દર વર્ષે 2 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.

વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા કે જાણકારી દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ ખાસ કરીને જે લોકો સુધી કમ્પ્યૂટર કે ટેક્નોલોજીની માહિતી પહોંચી નથી તે લોકોને કમ્પ્યૂટર કે ટેક્નોલોજી વિશે માહિતગાર કરવાનો છે. બીજા વિશ્વયુદ્ધ પહેલા કમ્પ્યૂટરના સાક્ષર લોકો ન હતા તેથી આ બાબતે વધુને વધુ જાણકારી પ્રસિદ્ધ કરવા આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી. સોશિયલ મીડિયા અને મીડિયા ચેનલ પર કમ્પ્યૂટરનું વિજ્ઞાપન કરીને તેની જરૂરિયાત ધરાવતા લોકો સુધી માહિતી પહોંચાડવી એ કમ્પ્યૂટર વિશે લોકોમાં જાગૃતિ...

Read more
રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ
રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ

ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ (National Pollution Control Day) મનાવવામાં આવે છે. આ દિવસ 1984 માં ભોપાલમાં થયેલી ભયાનક ગેસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા હજારો લોકોની યાદમાં મનાવાય છે.   ૨જી ડિસેમ્બરના રોજ (National Pollution Control Day) મનાવવામાં આવે છે, જે ૧૯૮૪માં ભોપાલ ગેસ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા અને પ્રદૂષણના ગંભીર પરિણામો વિશે જાગૃતિ લાવવા માટે છે. આ દિવસ હવા, પાણી અને જમીન પ્રદૂષણના જોખમોને પ્રકાશિત કરે છે અને આવા ઔદ્યોગિક દુર્ઘટનાઓને રોકવા માટે નિવારક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. ભોપાલ ગેસ દુર્ઘટના: ૧૯૮૪ની ભોપાલ ગેસ દુર્ઘટના, જે યુનિયન કાર્બાઈડ પ્લાન્ટમાં થયેલ મિથાઈલ આઈસોસાયનેટ (MIC) ગેસ લીકેજને કારણે થઈ હતી, તે વિશ્વની સૌથી મોટી ઔદ્યોગિક આપત્તિઓમાંની એક હતી. જાગૃતિ અને પ્રતિબંધ: આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રદૂષણ નિયંત્રણના મહત્વ પર ભાર મૂકવાનો છે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને રોકવા માટે કડક નિયમો અને સલામતી પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકવાનો છે. વૈશ્વિક અસર: પ્રદૂષણ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે ગંભીર ખતરો છે; માત્ર હવા પ્રદૂષણને કારણે દર વર્ષે લગભગ ૭૦ લાખ લોકો મૃત્યુ પામે છે. સામૂહિક જવાબદારી: પ્રદૂષણ ઘટાડવું એ સરકાર અને નાગરિકો બંનેની સામૂહિક જવાબદારી છે. ઉકેલો: પ્રદૂષણને નિયંત્રિત કરવા અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે સહયોગી પ્રયાસો અને નવીન વ્યૂહરચનાઓ આવશ્યક છે. ઇતિહાસ: 2 અને 3 ડિસેમ્બર, 1984ની રાત્રે, ભોપાલની યુનિયન કાર્બાઇડ ઇન્ડિયા લિમિટેડ (UCIL) જંતુનાશક દવા બનાવતી ફેક્ટરીમાંથી મિથાઈલ આઇસોસાયનેટ (MIC) નામનો અત્યંત ઝેરી ગેસ લીક થયો હતો. આ દુર્ઘટનામાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. સરકારી પ્રયાસો: આ ઘટનાને પગલે, ભારત સરકારે પર્યાવરણ (સુરક્ષા) અધિનિયમ, 1986 જેવા કાયદાઓ ઘડ્યા હતા. ભારતમાં પ્રદૂષણ નિયંત્રણ માટેની મુખ્ય સંસ્થા Central Pollution Control Board (CPCB) છે, જે 1974માં સ્થપાઈ હતી. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB): ગુજરાતમાં પર્યાવરણની સુરક્ષા અને જળ પ્રદૂષણ નિયંત્રણ માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ 1974 માં જળ (નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ,1974 અનુસાર બનાવવામાં આવ્યું હતું.

02nd December

Read more
રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ
02nd December
ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ (National Pollution Control Day) મનાવવામાં આવે છે. આ દિવસ 1984 માં ભોપાલમાં થયેલી ભયાનક ગેસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા હજારો લોકોની યાદમાં મનાવાય છે.   ૨જી ડિસેમ્બરના રોજ (National Pollution Control Day) મનાવવામાં આવે છે, જે ૧૯૮૪માં ભોપાલ ગેસ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા અને પ્રદૂષણના ગંભીર પરિણામો વિશે જાગૃતિ લાવવા માટે છે. આ દિવસ હવા, પાણી અને જમીન પ્રદૂષણના જોખમોને...
Read more
ડૉ. રાજેન્દ્રપ્રસાદ જયંતી
ડૉ. રાજેન્દ્રપ્રસાદ જયંતી

ડૉ. રાજેન્દ્રપ્રસાદ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. તેમનો જન્મ ૩ ડિસેમ્બર, 1884 ના રોજ બિહારના સીવાન જિલ્લાના જીરાદેઈ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ મહાદેવ સહાય અને માતાનું નામ કમલેશ્વરી દેવી હતું. તેમના પિતા સંસ્કૃત અને ફારસી ભાષાના વિદ્વાન હતા, તેમનાં માતા રાજેન્દ્ર પ્રસાદને રામાયણની વાર્તાઓ સંભળાવતાં હતાં. રાજેન્દ્રપ્રસાદને 5 વર્ષ ની ઉંમરે માતા-પિતાએ એક મૌલવી પાસે મોકલવાનું શરૂ કર્યું, જેથી તે ફારસી, ઉર્દૂ અને હિન્દીનું જ્ઞાન મેળવી શકે. તેમનું પ્રારંભિક શિક્ષણ તેમના જ ગામ જીરાદેઈમાં થયું હતું. તેઓ નાનપણથી જ અભ્યાસ પ્રત્યે લગાવ ધરાવતા હતા. તેમના ભાઈ મહેન્દ્રપ્રસાદ સાથે તેમણે પટણામાં ટી.કે.ઘોષ એકેડમી માં ભણવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેમણે કોલકાત્તા યુનિવર્સિટી માં પ્રવેશ માટે પરીક્ષા આપી, જેમાં તે પ્રથમ નંબરે પાસ થયા. જેથી તેમને દર મહિને 30 રૂપિયા ની સ્કોલરશિપ મળવા લાગી. તેમના ગામના કોઈ યુવાને પ્રથમ વખત કોલકાત્તા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવામાં સફળતા મેળવી હતી, જે ચોક્કસપણે રાજેન્દ્રપ્રસાદ અને તેમના પરિવાર માટે ગર્વની વાત હતી. 1902 માં પ્રસાદજીએ પ્રેસિડેન્સી કોલેજ માં પ્રવેશ મેળવ્યો, જ્યાંથી તેઓ સ્નાતક થયા. 1907 માં તેમણે કોલકાત્તા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં M.A. કર્યું. તેમણે 1915 માં કાયદામાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી, જેના માટે તેમને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમણે કાયદામાં ડૉક્ટરેટની ડિગ્રી પણ મેળવી. ડૉ.રાજેન્દ્રપ્રસાદ ખૂબ જ સરળ અને ગંભીર સ્વભાવના વ્યક્તિ હતા. તેઓ દરેક વર્ગના લોકો સાથે સમાન રીતે વર્તતા હતા. 1917 માં મહાત્મા ગાંધીજી બિહાર આવ્યા અને તે દરમિયાન ડૉ. પ્રસાદ ગાંધીજીને મળ્યા. તેઓ તેમની વિચારધારાથી ખૂબ પ્રભાવિત થયા. 1919 માં સમગ્ર ભારતમાં અસહકારની ચળવળ ની લહેર હતી.. ગાંધીજીએ તમામ શાળાઓ અને સરકારી કચેરીઓનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી. તે પછી ડૉ. પ્રસાદે નોકરી છોડી દીધી હતી. ચંપારણ ચળવળ દરમિયાન ડૉ. રાજેન્દ્રપ્રસાદ ગાંધીજીના વફાદાર સાથી બન્યા હતા. 1931 માં કોંગ્રેસે આંદોલન શરૂ કર્યું. આ દરમિયાન ડૉ. પ્રસાદને ઘણી વખત જેલમાં જવું પડ્યું હતું. 1934માં  તેમને મુંબઈ અધિવેશનમાં કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા. તેમણે 1942 માં ભારત છોડો ચળવળમાં ભાગ લીધો હતો, જે દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને નજરકેદ રાખવામાં આવ્યા હતા. ભારતને આઝાદી મળી તેના થોડા સમય પહેલાં જ બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. ડૉ. રાજેન્દ્રપ્રસાદે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે બંધારણના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ભારતના આ બંધારણ પર હસ્તાક્ષર કરીને ડૉ. પ્રસાદે તેને માન્યતા આપી હતી. 26 જાન્યુઆરી, 1950 ના રોજ તેઓ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા અને 1957 માં બીજી વખત રાષ્ટ્રપતિ પદે ચૂંટાયા. રાષ્ટ્રપતિ પદની મુદત પૂરી થયા બાદ બિહાર વિદ્યાપીઠ માં રહીને લોકસેવા કરતાં રહ્યા. 1962 માં તેમનાં રાજકીય અને સામાજિક યોગદાન માટે ભારતના શ્રેષ્ઠ નાગરિક સન્માન ‘ભારતરત્ન' થી નવાજવામાં આવ્યા હતા. 28 ફેબ્રુઆરી, 1963 ના રોજ હ્રદય રોગના હુમલાને કારણે 78 વર્ષની વયે ડૉ. પ્રસાદનું અવસાન થયું. ભારતીય રાજકીય ઇતિહાસમાં તેમની છબી એક મહાન અને નમ્ર રાષ્ટ્રપતિની છે. ડૉ. રાજેન્દ્રપ્રસાદજીની યાદમાં પટણામાં ‘રાજેન્દ્ર મેમોરિયલ મ્યુઝિયમ' બનાવવામાં આવ્યું છે.

03rd December

Read more
ડૉ. રાજેન્દ્રપ્રસાદ જયંતી
03rd December

ડૉ. રાજેન્દ્રપ્રસાદ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. તેમનો જન્મ ૩ ડિસેમ્બર, 1884 ના રોજ બિહારના સીવાન જિલ્લાના જીરાદેઈ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ મહાદેવ સહાય અને માતાનું નામ કમલેશ્વરી દેવી હતું. તેમના પિતા સંસ્કૃત અને ફારસી ભાષાના વિદ્વાન હતા, તેમનાં માતા રાજેન્દ્ર પ્રસાદને રામાયણની વાર્તાઓ સંભળાવતાં હતાં.

રાજેન્દ્રપ્રસાદને 5 વર્ષ ની ઉંમરે માતા-પિતાએ એક મૌલવી પાસે મોકલવાનું શરૂ કર્યું, જેથી તે ફારસી, ઉર્દૂ અને હિન્દીનું જ્ઞાન મેળવી શકે. તેમનું પ્રારંભિક શિક્ષણ તેમના જ ગામ જીરાદેઈમાં થયું હતું. તેઓ નાનપણથી જ અભ્યાસ પ્રત્યે લગાવ ધરાવતા...

Read more
યશપાલજી જન્મજયંતી
યશપાલજી જન્મજયંતી

હિન્દી સાહિત્યના શ્રેષ્ઠ પ્રસિદ્ધ સાહિત્યકાર અને ગરીબ માણસના પ્રેમચંદ યશપાલજીનો જન્મ ૩ ડિસેમ્બર,૧૯૦૩ ના રોજ પંજાબના ફિરોઝપુર કેન્ટોનમેન્ટમાં એક સામાન્ય ખત્રી પરિવારમાં થયો હતો. તેમના માતા શ્રીમતી પ્રેમાદેવી ત્યાંના અનાથાશ્રમની એક શાળામાં શિક્ષિકા હતા. યશપાલજીના પિતા હરિલાલ એક સામાન્ય ઉધોગપતિ હતા. તેમનું પૂર્વજ ગામ રંઘાડ હતું. વિધાર્થી અવસ્થામાં તેમણે પુષ્કળ સાહિત્યનું વાચન કર્યું. ઉચ્ચ અભ્યાસ માટે પંજાબ જઈ, ત્યાં 'નવજવાન ભારત સભા' ના સભ્ય બન્યા. ગાંધીજીએ અસહકારની ચળવળ ઉપાડતાં તેમણે પરદેશી કાપડની હોળી કરી. તેઓ હિન્દુસ્તાન સોશ્યાલિસ્ટ રીપબ્લિકન આર્મીના વડા બન્યા. યશપાલ લાહોરમાં બોંબ બનાવતા પોલીસે તેમને ગિરફતાર કર્યા. તેમને ચૌદ વર્ષની સજા થઈ, પરંતુ ચાર વર્ષ બાદ તેઓ મુક્ત બન્યા. જેલમાંથી છૂટયા બાદ યશપાલજીએ શેષ જીવન સાહિત્ય સાધનામાં ગાળવા નિશ્ચય કર્યો. 'સિંહાવલોકન', 'દેશદ્રોહી', 'નશે નશે કી બાત', 'રામરાજ્ય કી કથા', 'જૂઠા સચ', 'દિવ્યા' જેવા અસંખ્ય પુસ્તકો દ્વારા એમણે હિંદી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું. તેમણે પૂર્વી યુરોપમાં તેમની યાત્રાઓ પર આધારિત બે રચનાઓ 'રાહ બીતી' અને 'દેખા સોચા સમજા' પણ લખી હતી. તેઓ માર્કસવાદી વિચારસરણી ધરાવતા હતા. ૧૯૭૦માં ભારત સરકારે તેમને 'પદ્મભૂષણ' થી વિભૂષિત કર્યા હતા. તેમણે ૧૯૭૬માં તેમની નવલકથા 'મેરી તેરી ઉસ્કી બાત' માટે હિન્દી ભાષાનો સાહિત્ય અકાદમી એવોર્ડ જીત્યો હતો. ઉપરાંત 'મંગલાપ્રસાદ એવોર્ડ' અને 'સાહિત્ય વાચસ્પતિ' ના અભિધાનથી પણ એમનું બહુમાન થયું હતું. ૨૬ ડિસેમ્બર, ૧૯૭૬ ના રોજ આવેલ હૃદયરોગના હુમલાની સારવાર કામિયાબ ન નીવડતાં ૭૩ વર્ષની વયે વારાણસીમાં તેમનું અવસાન થયું. શ્રી યશપાલજીએ પોતાની ક્રાંતિકારી ચળવળોમાં કદી પીછેહઠ કરી ન હતી. ૩ ડિસેમ્બર, ૨૦૦૩ ના રોજ ભારત સરકારનાં પોસ્ટ વિભાગ દ્વારા તેમના માનમાં એક ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હતી.

03rd December

Read more
યશપાલજી જન્મજયંતી
03rd December

હિન્દી સાહિત્યના શ્રેષ્ઠ પ્રસિદ્ધ સાહિત્યકાર અને ગરીબ માણસના પ્રેમચંદ યશપાલજીનો જન્મ ૩ ડિસેમ્બર,૧૯૦૩ ના રોજ પંજાબના ફિરોઝપુર કેન્ટોનમેન્ટમાં એક સામાન્ય ખત્રી પરિવારમાં થયો હતો. તેમના માતા શ્રીમતી પ્રેમાદેવી ત્યાંના અનાથાશ્રમની એક શાળામાં શિક્ષિકા હતા. યશપાલજીના પિતા હરિલાલ એક સામાન્ય ઉધોગપતિ હતા. તેમનું પૂર્વજ ગામ રંઘાડ હતું. વિધાર્થી અવસ્થામાં તેમણે પુષ્કળ સાહિત્યનું વાચન કર્યું. ઉચ્ચ અભ્યાસ માટે પંજાબ જઈ, ત્યાં 'નવજવાન ભારત સભા' ના સભ્ય બન્યા.

ગાંધીજીએ અસહકારની ચળવળ ઉપાડતાં તેમણે પરદેશી કાપડની હોળી કરી. તેઓ હિન્દુસ્તાન સોશ્યાલિસ્ટ રીપબ્લિકન આર્મીના વડા બન્યા. યશપાલ લાહોરમાં બોંબ બનાવતા પોલીસે...

Read more
વિશ્વ દિવ્યાંગ (વિકલાંગ) દિન
વિશ્વ દિવ્યાંગ (વિકલાંગ) દિન

દિવ્યાંગ (વિકલાંગ) વ્યક્તિઓને સમાન ત આપવા અને તેમના અધિકારોની અનુભૂતિ કરાવવા માટે દર વર્ષે 3 ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ (વિકલાંગ) દિન ઉજવવામાં આવે છે. વ્યક્તિઓના વિકલાંગ માનવ અધિકારો, સ્થાયી વિકાસ તેમજ વાસ્તવિક જીવનમાં સહાયતા અપાવવા માટે આ દિવસને ઉજવવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસ ઉજવવાનો હેતુ રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક જીવનનાં દરેક પાસામાં દિવ્યાંગ વ્યક્તિઓની પરિસ્થિતિ વિશે જાગૃતિ વધારવાનો છે. સમાજમાં દિવ્યાંગ વ્યક્તિઓની અવગણના અને તેમના પ્રત્યે પૂર્વગ્રહ રાખવામાં ન આવે. આ વ્યક્તિઓને દયાની નહીં, પણ સામાન્ય વ્યક્તિઓની જેમ જીવતાં અને કામ કરતાં શીખવે તેવી વિશેષ તાલીમ અને તકની જરૂર છે. દિવ્યાંગ બાળ અધિકાર, 2016 મુજબ દિવ્યાંગ (વિકલાંગ) વ્યક્તિને મુશ્કેલી ઊભી ન થાય તે માટે અધિકાર આપવામાં આવ્યા છે. આ અધિકાર મુજબ એસ.ટી. બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, વિમાન મથક તથા અન્ય સ્થળોએ દિવ્યાંગ વ્યક્તિ સરળતાથી અવરજવર કરી શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ તેમને આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. સ્ટીફન હોકિંગ્સ, હેલન કેલર જેવા મહાનાયકો તેમજ ભારતીય મૂળનાં સુધાચંદ્રન, એચ.રામક્રિશ્ન, અરુણિમા સિંહા જેવી મહાન વ્યક્તિઓને કે જેમને પોતાના અંગોમાં કોઈને કોઈ તકલીફો હોવા છતાં પણ તેઓએ સફળતાનાં શિખરો સર કર્યાં છે. તેમનાં ઉદાહરણો લઈને આપણે સૌએ પ્રેરણા મેળવવી જોઈએ અને જીવનમાં નાની મોટી મુશ્કેલીઓ આવે તો હિંમત ન હારવી જોઈએ. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી એ પણ વિકલાંગ વ્યક્તિઓને 'દિવ્યાંગ' તરીકે સંબોધીને ખૂબ સન્માન આપ્યું છે. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર પણ દિવ્યાંગ (વિકલાંગ) વ્યક્તિઓ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકીને તેમને મદદરૂપ થઈ રહી છે. દિવ્યાંગ (વિકલાંગ) વ્યક્તિઓ સમાજનો જ એક ભાગ છે માટે તેમને કાયમ સમાન અને સન્માનની દૃષ્ટિએ જ જોવા જોઈએ.

03rd December

Read more
વિશ્વ દિવ્યાંગ (વિકલાંગ) દિન
03rd December

દિવ્યાંગ (વિકલાંગ) વ્યક્તિઓને સમાન ત આપવા અને તેમના અધિકારોની અનુભૂતિ કરાવવા માટે દર વર્ષે 3 ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ (વિકલાંગ) દિન ઉજવવામાં આવે છે. વ્યક્તિઓના વિકલાંગ માનવ અધિકારો, સ્થાયી વિકાસ તેમજ વાસ્તવિક જીવનમાં સહાયતા અપાવવા માટે આ દિવસને ઉજવવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસ ઉજવવાનો હેતુ રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક જીવનનાં દરેક પાસામાં દિવ્યાંગ વ્યક્તિઓની પરિસ્થિતિ વિશે જાગૃતિ વધારવાનો છે.

સમાજમાં દિવ્યાંગ વ્યક્તિઓની અવગણના અને તેમના પ્રત્યે પૂર્વગ્રહ રાખવામાં ન આવે. આ વ્યક્તિઓને દયાની નહીં, પણ સામાન્ય વ્યક્તિઓની જેમ જીવતાં અને કામ કરતાં શીખવે તેવી વિશેષ તાલીમ અને તકની જરૂર છે.

Read more
ભારતીય નૌસેના દિન
ભારતીય નૌસેના દિન

ભારતીય સેનાના મુખ્ય ત્રણ વિભાગો છે. (1) ભૂમિદળ (2) હવાઈદળ અને (3) નૌકાદળ.   આજના ભારતીય નૌકાદળની સ્થાપના છેક અંગ્રેજી શાસન વખતે 1612 માં સમુદ્રી સેનાના રૂપમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ 'ઇસ્ટ ઇન્ડિયા કંપની મરીન'ના નામે કરી હતી. તે પછી તેને1638 માં 'બોમ્બે મરીન', 1830 માં 'હર મેજેસ્ટીઝ ઇન્ડિયન નેવી', 1892 માં 'રોયલ ઇન્ડિયન મરીન' અને 1934 માં 'રોયલ ઇન્ડિયન નેવી' એવાં નામો અપાતાં રહ્યાં. આઝાદી પછી 26 જાન્યુઆરી, 1950 ના રોજ તેનું 'ભારતીય નૌકાદળ' અથવા 'ભારતીય નૌસેના' એવું નામકરણ કરીને પુનઃરચના કરવામાં આવી.   ભારતીય નૌસેના આપણી દરિયાઈ સરહદોનું રક્ષણ કરવામાં અને અન્ય કુદરતી આપત્તિઓ દરમિયાન દેશની સેવા કરવામાં અતૂટ પ્રતિબદ્ધતાથી કાર્ય કરે છે. તેની બહુમૂલ્ય સેવાઓ અને બલિદાનોએ આપણા રાષ્ટ્રને વધુ મજબૂત અને સુરક્ષિત બનાવ્યું છે. આજે ભારતીય નૌસેના દુનિયાની પાંચમી સૌથી મોટી નૌસેના છે. તેની પાસે અસંખ્ય જહાજો, લડાકુ જળપોત, પનડુબ્બી- સબમરીન, પેટ્રોલ ક્રાફ્ટ, વિમાન વાહક જહાજો અને વિશાળ સેના છે. નૌસેના પાસે શક્તિશાળી એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંત છે, જે ભારતના સમુદ્રી ઇતિહાસમાં સૌથી મોટું જહાજ છે તેમાં અત્યાધુનિક સ્વદેશી ઓટોમેશન સુવિધાઓ છે. ભારતની ત્રણ બાજુ સમુદ્ર છે. તેને ઘણી લાંબી દરિયાઈ સીમા છે. આ વિશાળ જળ વિસ્તારની સરહદોની સુરક્ષાનું કામ કપરું છે. છતાં નોંધવું પડે કે ભારતમાં થયેલા બહારના હુમલાઓ જમીન માર્ગે થયા છે, જળ માર્ગે નહીં. આજના મજબૂત ભારતીય નૌકાદળ સામે દુશ્મનોને ટકવું એ લોઢાના ચણા ચાવવા બરાબર છે.   ભારતીય નૌસેનાનો ઇતિહાસ ગૌરવમય છે. 1961 માં ગોવાને પોર્ટુગીઝોથી સ્વતંત્રતા અપાવવામાં સેનાને તેણે મહત્વપૂર્ણ મદદ કરી હતી. આ ઉપરાંત સૌથી વિશેષ ઘટના જાણવા જેવી છે. 1971 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયું. પાકિસ્તાને 3જી ડિસેમ્બરે ભારતીય એરપોર્ટ ઉપર હુમલો કર્યો. એ વખતે તેને જડબાતોડ જવાબ આપવા નૌસેનાએ પાકિસ્તાન વિરુદ્ધ 'ઓપરેશન ટ્રાયડેન્ટ' (યુદ્ધ કાર્યવાહી)નું આયોજન કર્યું. જેનું નેતૃત્વ કમોડોર ગોપાલ રાવે કર્યું. એડમિરલ એસ. એમ. નંદા, વાઈસ એડમિરલ જી. એમ. હિરાનંદાની ના માર્ગદર્શનમાં નૌસેનાએ ચોથી અને 5મી ડિસેમ્બરે રાત્રે કરાંચી બંદર પર હુમલો કરીને પશ્ચિમી તટ ઉપર પાકિસ્તાનની કાર્યવાહીને નિષ્ફળ કરી દીધી. પાકિસ્તાનનાં ત્રણ યુદ્ધ જહાજો ડૂબાડી દીધાં. તેના સેંકડો નૌસૈનિકોને ઠાર માર્યા. ભારતીય નૌસેનાએ પહેલીવાર જહાજ પર એન્ટિશિપ મિસાઈલ થી હુમલો કર્યો. પાકિસ્તાનનાં સંખ્યાબંધ જહાજો અને ઓઇલ ટેન્કરોના કૂરચા ઉડાવી દીધા. કરાંચીમાં હાર્બર ફ્યુલ સ્ટોરેજ તબાહ થઈ ગયું. 60 કિલોમીટર દૂરથી દેખાય એવી આગની જ્વાળાઓ સાત સાત દિવસ સુધી ભડકતી રહી. પાકિસ્તાનની કમર તૂટી ગઈ. તે દરિયાઈ રસ્તે પૂર્વ પાકિસ્તાનને કશી જ મદદ ન કરી શક્યું. પાકિસ્તાનને કારમો પરાજય મળ્યો. બીજા વિશ્વયુદ્ધ પછી નૌસેના ક્ષેત્રે વિશ્વે નોંધ લીધી છે તેવી આ સફળ કાર્યવાહી હતી.   ભારતમાં 'રોયલ ઇન્ડિયન નેવી' દ્વારા લોકોને નેવી વિશે જાગૃતિ માટે 21 ઑક્ટોબર, 1944 ના રોજ પહેલીવાર અને તે પછી 1945 થી 1971 સુધી પહેલી ડિસેમ્બરે નેવી ડે ઉજવાતો, પણ પાકિસ્તાન સામેના ભારતના આ ભવ્ય વિજયમાં 'ઓપરેશન ટ્રાઈડેન્ટ' ની ઉપલબ્ધિઓનું જશ્ન મનાવવા તથા નૌકાદળની સિદ્ધિઓને સલામ કરવા તેમજ યુદ્ધમાં પોતાના પ્રાણની આહૂતિ આપનારા બહાદુર સૈનિકોને સન્માન આપવા 1972 થી દર વર્ષે 4 ડિસેમ્બરે 'નૌસેના દિવસ' ઉજવવામાં આવે છે. આ ઉજવણી એક સપ્તાહથી પણ લાંબી ચાલે છે. જેમાં માર્શલ ધૂન, નેવી બેન્ડ કૉન્સર્ટ, હાફ મેરેથોન, બિટિંગ રિટ્રીટ સેરેમની જેવા વિવિધ કાર્યક્રમો યોજાય છે. શાળાઓમાં પણ અનુશાસન શીખવવા તથા વિદ્યાર્થીઓમાં હિંમત જગાડી સશસ્ત્ર દળોમાં જોડાવાની પ્રેરણા મળે તેવા કાર્યક્રમો યોજવામાં આવે છે.   આજે ભારતીય નૌકાદળની તાકાત વિશ્વ વિખ્યાત છે, તે ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ દુશ્મનોનો સામનો કરવા ખડે પગે તૈયાર છે. આજે નૌસેનામાં મહિલાઓની ભરતી શરૂ થઈ છે. આપણા સ્વદેશી ઉત્પાદનથી નૌકાદળને આત્મનિર્ભર બનાવવાનો પણ આરંભ થઈ ચૂક્યો છે.

04th December

Read more
ભારતીય નૌસેના દિન
04th December
ભારતીય સેનાના મુખ્ય ત્રણ વિભાગો છે. (1) ભૂમિદળ (2) હવાઈદળ અને (3) નૌકાદળ.   આજના ભારતીય નૌકાદળની સ્થાપના છેક અંગ્રેજી શાસન વખતે 1612 માં સમુદ્રી સેનાના રૂપમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ 'ઇસ્ટ ઇન્ડિયા કંપની મરીન'ના નામે કરી હતી. તે પછી તેને1638 માં 'બોમ્બે મરીન', 1830 માં 'હર મેજેસ્ટીઝ ઇન્ડિયન નેવી', 1892 માં 'રોયલ ઇન્ડિયન મરીન' અને 1934 માં 'રોયલ ઇન્ડિયન નેવી' એવાં નામો અપાતાં રહ્યાં. આઝાદી પછી 26...
Read more
આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ
આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ

આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ 5 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે અને તે સ્વયંસેવકો અને શાંતિ અને વિકાસમાં તેમના યોગદાનને માન આપવા માટે વૈશ્વિક સ્તરે ઓળખાય છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 1985 માં આ દિવસની નિમણૂક સ્વયંસેવકો દ્વારા કરવામાં આવતા મહત્વપૂર્ણ કાર્ય પ્રત્યે વધુ જાગૃતિ લાવવા અને વધુ લોકોને સ્વયંસેવા માટે પ્રેરણા આપવા માટે કરી હતી. આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ (IVD) એ વિશ્વભરમાં સ્વયંસેવકોના મહત્વપૂર્ણ યોગદાનનું સન્માન અને સ્વીકૃતિ આપવાનો દિવસ છે. તે દર વર્ષે 5 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. યુએનએ સ્વયંસેવકોને શ્રદ્ધાંજલિ આપવા અને શાંતિ અને આર્થિક અને સામાજિક વિકાસને આગળ વધારવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે જાગૃતિ લાવવા માટે આ દિવસની સ્થાપના કરી. જનરલ એસેમ્બલીના ઠરાવે સરકારોને આ દિવસને પ્રોત્સાહન આપવા અને સ્વયંસેવક સેવા પ્રત્યે જાગૃતિ વધારવા માટે પગલાં લેવા પ્રોત્સાહિત કર્યા. સ્વયંસેવા માટે માન્યતા અને સમર્થનને વધુ પ્રોત્સાહન આપવા માટે 2001 ને યુએન દ્વારા આંતરરાષ્ટ્રીય સ્વયંસેવકોનું વર્ષ (IYV) તરીકે નિયુક્ત કરવામાં આવ્યું હતું.

05th December

Read more
આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ
05th December

આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ 5 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે અને તે સ્વયંસેવકો અને શાંતિ અને વિકાસમાં તેમના યોગદાનને માન આપવા માટે વૈશ્વિક સ્તરે ઓળખાય છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 1985 માં આ દિવસની નિમણૂક સ્વયંસેવકો દ્વારા કરવામાં આવતા મહત્વપૂર્ણ કાર્ય પ્રત્યે વધુ જાગૃતિ લાવવા અને વધુ લોકોને સ્વયંસેવા માટે પ્રેરણા આપવા માટે કરી હતી. આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ (IVD) એ વિશ્વભરમાં સ્વયંસેવકોના મહત્વપૂર્ણ યોગદાનનું સન્માન અને સ્વીકૃતિ આપવાનો દિવસ છે. તે દર વર્ષે 5 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે.

યુએનએ સ્વયંસેવકોને શ્રદ્ધાંજલિ આપવા અને...

Read more
વોલ્ટ ડિઝની જન્મજયંતી
વોલ્ટ ડિઝની જન્મજયંતી

મિકી માઉસ અને ડોનાલ્ડ ડક જેવા અનેક પશુ-પક્ષીઓના પાત્રો સર્જી બાળકોનું મનોરંજન કરનાર મહાન કાર્ટૂનિસ્ટનું વોલ્ટ ડિઝનીનો જન્મ ૫ ડિસેમ્બર,૧૯૦૧ ના રોજ શિકાગોના ઇલિનોઇસના હર્મોસા વિભાગમાં થયો હતો. દસેક વર્ષની વયે એમના કુટુંબે પહેલા મિસુરી અને પછી કન્સાસમાં સ્થળાંતર કર્યું. પુખ્ત વયના થયા ત્યારે એમણે પ્રથમ વિશ્વયુધ્ધમાં રેડક્રોસમાં કામ કર્યું હતું. યુધ્ધની સમાપ્તિ પછી એમણે કન્સાસ શહેરમાં ઇવર્ક ડિઝની નામની ચિત્રકામની દુકાન શરૂ કરી પણ એ કંઈ ચાલી નહીં, એટલે એમણે કન્સાસ શહેરની એક ફીલ્મો માટે જાહેરાતોની નાની ક્લીપ બનાવતી કંપનીમાં નોકરી સ્વીકારી. ૧૯૨૩માં ફરી એમણે લાકો-ઓ-ગ્રામ નામની કંપની શરૂ કરી અને કાર્ટુનની નાની નાની ફીલ્મો બનાવવાનું શરૂ કર્યું. થોડા સમય બાદ તેઓ કેલિફોર્નિયા રાજ્યમાં આવેલા હોલીવુડમાં આવી ગયા અને ત્યાં સ્ટુડિયો શરૂ કર્યો. અહીં એમને સફળતા મળી અને ૧૯૨૮માં એમણે પ્રખ્યાત વોલ્ટ ડિઝની પ્રોડક્શન નામના સ્ટુડિયોની સ્થાપના કરી. અહીં એમણે પોતાના બધા કલ્પિત પાત્રોની ફીલ્મો બનાવી એ પાત્રોને દુનિયાભરમાં મશહૂર કર્યા. આ પાત્રોમાં મિકી માઉસ, મિની માઉસ, ડોનાલ્ડ ડક, ગૂકી, બાળકોમાં ખૂબ જ લોકપ્રિય થયા. ૧૯૩૫માં એમના આ કામ માટે હોલિવુડનો પ્રસિધ્ધ એકડેમી એવોર્ડ પણ મળ્યો. પછી તો એમણે સ્નો વાઈટ એન્ડ સેવન દ્વાર્ક, પિનોકીયો, એલીસ ઈન વન્ડરલેન્ડ જેવા અનેક કાર્ટુન ચલચિત્રો બનાવ્યા.૧૯૫૫માં એમણે ટી.વી.માં મિકી માઉસ કલબ નામે સિરીયલ પણ શરુ કરી. ૧૭ જુલાઈ,૧૯૫૫ ના રોજ એમણે દુનિયાનું સૌથી પ્રખ્યાત ડિઝની લેન્ડ કેલિફોર્નિયામાં શરૂ કર્યું. વોલ્ટ ડિઝનીને ૧૯૬૬માં ફેફસાના કેન્સરનું નિદાન થયું હતું અને ૧૫ ડિસેમ્બર,૧૯૬૬ ના રોજ ૬૫ વર્ષની વયે અવસાન થયું હતું. વોલ્ટ ડિઝનીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને તેમની રાખને કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં આવેલા ફોરેસ્ટ લોન કબ્રસ્તાનમાં દફન કરવામાં આવી હતી. આજે ડિઝની એ શરૂ કરેલી આ કંપની અબજો ડોલરનો ધંધો કરે છે. વિશ્વભરમાં અનેક શહેરોમાં ડિઝની લેન્ડ ખુલ્યા છે. હોટેલ બિઝનેસ અને બીજા અનેક ધંધાઓમાં સફળતા પૂર્વક એમની કંપની કામ કરી રહી છે.

05th December

Read more
વોલ્ટ ડિઝની જન્મજયંતી
05th December

મિકી માઉસ અને ડોનાલ્ડ ડક જેવા અનેક પશુ-પક્ષીઓના પાત્રો સર્જી બાળકોનું મનોરંજન કરનાર મહાન કાર્ટૂનિસ્ટનું વોલ્ટ ડિઝનીનો જન્મ ૫ ડિસેમ્બર,૧૯૦૧ ના રોજ શિકાગોના ઇલિનોઇસના હર્મોસા વિભાગમાં થયો હતો. દસેક વર્ષની વયે એમના કુટુંબે પહેલા મિસુરી અને પછી કન્સાસમાં સ્થળાંતર કર્યું.

પુખ્ત વયના થયા ત્યારે એમણે પ્રથમ વિશ્વયુધ્ધમાં રેડક્રોસમાં કામ કર્યું હતું. યુધ્ધની સમાપ્તિ પછી એમણે કન્સાસ શહેરમાં ઇવર્ક ડિઝની નામની ચિત્રકામની દુકાન શરૂ કરી પણ એ કંઈ ચાલી નહીં, એટલે એમણે કન્સાસ શહેરની એક ફીલ્મો માટે જાહેરાતોની નાની ક્લીપ બનાવતી કંપનીમાં નોકરી સ્વીકારી. ૧૯૨૩માં ફરી એમણે...

Read more
વિશ્વ માટી દિવસ
વિશ્વ માટી દિવસ

વિશ્વ માટી દિવસ (World Soil Day) દર વર્ષે 5 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય તંદુરસ્ત માટી (જમીન)ના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો અને જમીન સંસાધનોના ટકાઉ વ્યવસ્થાપન માટે હિમાયત કરવાનો છે તારીખ: દર વર્ષે 5 ડિસેમ્બર. ઉદ્દેશ્ય: માટીનું પ્રદૂષણ અટકાવવું અને પર્યાવરણનું રક્ષણ થાય તેવી નીતિ અપનાવવી. ખાદ્ય સુરક્ષા, કૃષિ અને આબોહવા પરિવર્તન શમન માટે જમીનના મહત્વ વિશે વિશ્વભરમાં જાગૃતિ વધારવી. ઇતિહાસ: વર્ષ 2002 માં, આંતરરાષ્ટ્રીય મૃદા વિજ્ઞાન સંઘ (International Union of Soil Sciences - IUSS) દ્વારા 5 ડિસેમ્બરના રોજ "વિશ્વ મૃદા દિવસ" ની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. યુનાઇટેડ નેશન્સની ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) એ થાઇલેન્ડના નેતૃત્વ હેઠળ આ પહેલને સમર્થન આપ્યું. ડિસેમ્બર 2013 માં, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 5 ડિસેમ્બરને સત્તાવાર રીતે વિશ્વ માટી દિવસ તરીકે જાહેર કર્યો. પ્રથમ સત્તાવાર વિશ્વ માટી દિવસ 5 ડિસેમ્બર, 2014 ના રોજ ઉજવવામાં આવ્યો. 

05th December

Read more
વિશ્વ માટી દિવસ
05th December
વિશ્વ માટી દિવસ (World Soil Day) દર વર્ષે 5 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય તંદુરસ્ત માટી (જમીન)ના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો અને જમીન સંસાધનોના ટકાઉ વ્યવસ્થાપન માટે હિમાયત કરવાનો છે
  • તારીખ: દર વર્ષે 5 ડિસેમ્બર.
  • ઉદ્દેશ્ય:
    • માટીનું પ્રદૂષણ અટકાવવું અને પર્યાવરણનું રક્ષણ થાય તેવી નીતિ અપનાવવી.
Read more
દુલિપસિંહજી પુણ્યતિથિ
દુલિપસિંહજી પુણ્યતિથિ

કુમાર દુલિપસિંહજી નો જન્મ ૧૩ જુન,૧૯૦૫ ના રોજ ગુજરાતના કાઠિયાવાડમાં આવેલા નવાનગર રજવાડાના કુટુંબમાં એટલે કે હાલનાં જામનગરમાં થયો હતો. તેઓએ રાજકોટની રાજકુમાર કોલેજ અને ચેલ્ટનહેમ કોલેજ, ગ્લોસ્ટરશાયર, ઇંગ્લેન્ડમાંથી શિક્ષણ મેળવ્યું હતું. દુલિપસિંહજી સામાન્ય રીતે કુમાર દુલિપસિંહજી અથવા કે.એસ.દુલિપસિંહજી ના નામે ઓળખાતા હતા. દુલિપસિંહજી એ એક ભારતીય ક્રિકેટ ખેલાડી હતા,જેઓ ઈંગ્લેન્ડ તરફથી રમ્યા હતા. તેમના ભાઇઓમાં હિમાચલ પ્રદેશના પ્રથમ લેફ્ટન્ટ-ગવર્નર હિંમતસિંહજી અને નવાનગરના શાસક તરીકે તેમના કાકા રણજીતસિંહજીના અનુગામી દિગ્વિજયસિંહજીનો સમાવેશ થતો હતો. તેઓ હજુ જ્યારે શાળામાં ક્રિકેટ રમતા હતા ત્યારે એમ.સી.સી.ના ભવિષ્યના પ્રમુખે ક્રિકેટના સામયિક વિઝડનમાં તેમના વિશે લખ્યું હતું. ચેલ્ટનહેમ કોલેજમાં દુલિપસિંહજીએ ક્રિકેટમાં ભારે સફળતા મેળવીને કેમ્બ્રિજ યુનિવર્સિટી,સસેક્સ કાઉન્ટી અને પછી ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમમાં જોડાયા. તેમની માંદગીને કારણે તેમની કારકિર્દી ટૂંકી રહી. જેમાં ફર્સ્ટ કલાસ મેચમાં તેઓએ ૧૫,૪૮૫ રન અને ટેસ્ટ મેચમાં ૯૯૫ રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં તેમની સરેરાશ ૫૮.૫ રહી,જે ટેસ્ટ ક્રિકેટના ખેલાડીઓમાં સર્વશ્રેષ્ઠમાંની એક ગણાય છે. તેમની રમત કારકિર્દી પછી તેમને ભારત તરફથી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના હાઈ કમિશ્નર બનાવવામાં આવ્યા હતા. તેમના ભારત પાછા કરવા પર તેમને સૌરાષ્ટ્ર રાજ્યના જાહેર સેવા આયોગના ચેરમેન બનાવાયા હતા. જામનગર (નવાનગર)ના મહારાજા તરીકે તેમણે લોક કલ્યાણના કામોમાં અને રાજ્ય શાસનમાં ઉંડો રસ લીધો હતો. દુલિપસિંહજીનું અવસાન ૫ ડિસેમ્બર,૧૯૫૯ ના રોજ મુંબઈ ખાતે થયું હતું. તેમના માનમાં દુલિપ ટ્રોફીની શરૂઆત થઈ હતી. તેમના કાકા કુમાર શ્રી રણજિતસિંહજી પણ ક્રિકેટ ખેલાડી હતા,જેમના નામ પરથી રણજી ટ્રોફી રમાય છે.

05th December

Read more
દુલિપસિંહજી પુણ્યતિથિ
05th December

કુમાર દુલિપસિંહજી નો જન્મ ૧૩ જુન,૧૯૦૫ ના રોજ ગુજરાતના કાઠિયાવાડમાં આવેલા નવાનગર રજવાડાના કુટુંબમાં એટલે કે હાલનાં જામનગરમાં થયો હતો. તેઓએ રાજકોટની રાજકુમાર કોલેજ અને ચેલ્ટનહેમ કોલેજ, ગ્લોસ્ટરશાયર, ઇંગ્લેન્ડમાંથી શિક્ષણ મેળવ્યું હતું. દુલિપસિંહજી સામાન્ય રીતે કુમાર દુલિપસિંહજી અથવા કે.એસ.દુલિપસિંહજી ના નામે ઓળખાતા હતા. દુલિપસિંહજી એ એક ભારતીય ક્રિકેટ ખેલાડી હતા,જેઓ ઈંગ્લેન્ડ તરફથી રમ્યા હતા. તેમના ભાઇઓમાં હિમાચલ પ્રદેશના પ્રથમ લેફ્ટન્ટ-ગવર્નર હિંમતસિંહજી અને નવાનગરના શાસક તરીકે તેમના કાકા રણજીતસિંહજીના અનુગામી દિગ્વિજયસિંહજીનો સમાવેશ થતો હતો. તેઓ હજુ જ્યારે શાળામાં ક્રિકેટ રમતા હતા ત્યારે એમ.સી.સી.ના ભવિષ્યના પ્રમુખે ક્રિકેટના...

Read more
મેક્સ મૂલર જન્મજયંતી
મેક્સ મૂલર જન્મજયંતી

ભારતીય તત્વજ્ઞાનના અભ્યાસુ મેક્સ મૂલરનો જન્મ ૬ ડિસેમ્બર, ૧૮૨૩ ના રોજ જર્મનીના દેસો નામના શહેરમાં થયો હતો. તેમના પિતા વિલ્હેમ મૂલર એક જાણીતા કવિ હતા. જ્યારે તેમના પિતાનું અવસાન થયું ત્યારે મેક્સ મૂલર ૪ વર્ષના હતા. ૬ વર્ષની ઉંમરે, મેક્સ મૂલરે જર્મનીની એક ગ્રામર સ્કૂલમાંથી શિક્ષણ શરૂ કર્યું. ૧૮૪૩માં તેમણે ઉચ્ચ શિક્ષણની ડિગ્રી મેળવી. તે પછીથી મેક્સ મૂલરે સંસ્કૃત, ગ્રીક, લેટિન, અરબી અને પર્શિયન જેવી પ્રાચીન ભાષાઓમાં રસ દર્શાવવાનું શરૂ કર્યું. ૧૮૪૬માં મેક્સ મૂલર ઇંગ્લેન્ડ પહોંચ્યા અને સંસ્કૃત પર અનુસંધાનની સાથે સાથે ઋગ્વેદનું ભાષાંતર કરવાનું શરૂ કર્યું. અહીં બુનસેન અને પ્રો.એચ.એચ.વિલ્સને ઋગ્વેદના અનુવાદમાં મેક્સ મૂલરને ખૂબ મદદ કરી. ૧૮૪૮માં ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ઋગ્વેદના છાપકામની શરૂઆત થઈ હતી અને મેક્સ મૂલરે આ સ્થાન પોતાનું ઘર બનાવ્યું હતું. ૧૮૫૦માં મેક્સ મૂલરને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં આધુનિક યુરોપિયન ભાષાના અધ્યાપકની નોકરી મળી. તેવામાં પ્રો.બોખાસ નામના એક વિદ્વાનના ભારતીય સાહિત્ય વિશેના વ્યાખ્યાનો સાંભળવા મળ્યા અને તેમને સંસ્કૃતના વિષયમાં રસ પડયો. વીસ વર્ષની ઉંમરે હિતોપદેશનો અનુવાદ પ્રગટ કર્યો. લગભગ ત્રીસ વર્ષના સમયના દીર્ઘપટ પર તેમનું ઋગ્વેદના સંપાદનનું કાર્ય પથરાયેલું છે. મેક્સ મૂલરે ભારતને પોતાનું આધ્યાત્મિક વતન માન્યું હતું. ભારતની મુલાકાત લેવાની તેમની તીવ્ર ઝંખના હતી તે કદી પૂરી થઇ શકી નહીં. બ્રિટનમાં તેમને મળવા જતા ભારતીયોને તે ઉમળકાથી આવકારતા. ખૂણે ખાંચરેથી શોધીને પવિત્ર ગ્રંથોને જાળવવાનું જે કામ આપણે કરવું જોઇએ તે તેમણે કર્યું. ધર્મશાસ્ત્ર અને સંસ્કૃત ભાષા શિખવા માટે તેમણે અનેક ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો. સંસ્કૃત સાહિત્ય એ કઈ રીતે માનવ જાતિના સાર્વત્રિક હિતનું છે, એ તેમણે 'ઇન્ડિયા વોટ કેન ટીચ અસ' ગ્રંથમાં જણાવ્યું છે. અનેક આઘાતો અને પરિવારના સભ્યના મરણની છાયા વચ્ચે પણ મેકસ મૂલરનું જીવન તો પ્રવૃત્તિમય રહેતું. થોમસ આલ્વા એડિસને તેમના ગ્રામોફોનની શોધ કરી હતી અને મેક્સ મૂલરને અમુક શબ્દો પસંદ કરવાની જવાબદારી સોંપી હતી. એડિસન ઇચ્છતા હતા કે પ્રથમ વખત ગ્રામોફોનમાંથી જે અવાજ સંભળાય તે કંઇક ખાસ હોય. સાર્વજનિક પ્રદર્શન દરમિયાન પ્રો.મેક્સ મૂલરે ગ્રામોફોન પર ઋગ્વેદનો પહેલો શ્લોક 'અગ્નિ મિલે પુરોહિત ' રેકોર્ડ કર્યો. પ્રો.મેક્સ મૂલરે જ્યારે ગ્રામોફોન પર સંભળાયેલા આ શબ્દોનો અર્થ પૂછ્યો, ત્યારે કોઈની પાસે જવાબ નહોતો. મેક્સ મૂલરે તે સમયે કહ્યું હતું કે, ઋગ્વેદ એ મનુષ્ય દ્વારા લખેલું પ્રથમ પુસ્તક છે. ઋગ્વેદનો આ શ્લોક પણ વિશેષ છે, કારણ કે તે કલમ સાથે લખાયેલ પ્રથમ શ્લોક હતો. મેક્સ મૂલર 'ભારતીય ફિલસૂફી' પર પણ કૃતિઓ રચતા હતા. છેલ્લા દિવસોમાં તેમને બૌદ્ધ દર્શનમાં વધુ રસ પડ્યો. મેક્સ મૂલરનું ૨૮ ઓક્ટોબર, ૧૯૦૦ ના રોજ ઓક્સફર્ડમાં અવસાન થયું પણ સૌથી મોટી વિડંબના ઇતિહાસની એ હતી કે જે દેશ માટે તેનું હૈયું તડપતું હતું તે ભારતની પ્રજાને પણ મરણોત્તર પછીના તરતના સમયમાં તેમનું સ્મરણ ઝાંખું થયું.

06th December

Read more
મેક્સ મૂલર જન્મજયંતી
06th December

ભારતીય તત્વજ્ઞાનના અભ્યાસુ મેક્સ મૂલરનો જન્મ ૬ ડિસેમ્બર, ૧૮૨૩ ના રોજ જર્મનીના દેસો નામના શહેરમાં થયો હતો. તેમના પિતા વિલ્હેમ મૂલર એક જાણીતા કવિ હતા. જ્યારે તેમના પિતાનું અવસાન થયું ત્યારે મેક્સ મૂલર ૪ વર્ષના હતા. ૬ વર્ષની ઉંમરે, મેક્સ મૂલરે જર્મનીની એક ગ્રામર સ્કૂલમાંથી શિક્ષણ શરૂ કર્યું. ૧૮૪૩માં તેમણે ઉચ્ચ શિક્ષણની ડિગ્રી મેળવી. તે પછીથી મેક્સ મૂલરે સંસ્કૃત, ગ્રીક, લેટિન, અરબી અને પર્શિયન જેવી પ્રાચીન ભાષાઓમાં રસ દર્શાવવાનું શરૂ કર્યું.

૧૮૪૬માં મેક્સ મૂલર ઇંગ્લેન્ડ પહોંચ્યા અને સંસ્કૃત પર અનુસંધાનની સાથે સાથે ઋગ્વેદનું ભાષાંતર...

Read more
ડૉ. બાબાસાહેબ આંબેડકર પુણ્યતિથિ
ડૉ. બાબાસાહેબ આંબેડકર પુણ્યતિથિ

ડૉ. બાબાસાહેબ આંબેડકર: જીવન ચરિત્ર અને યોગદાન ૧. પરિચય: ભારતીય બંધારણના ઘડવૈયા, પ્રખર કાયદાશાસ્ત્રી અને ભારતના પ્રથમ કાયદામંત્રી ડૉ. ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ ૧૪ એપ્રિલ ૧૮૯૧ના રોજ મધ્ય પ્રદેશના મહુ મુકામે થયો હતો. તેમને મરણોત્તર ૧૯૯૦માં ભારતના સર્વોચ્ચ સન્માન 'ભારત રત્ન'થી નવાજવામાં આવ્યા હતા. ૨. પ્રારંભિક જીવન અને શિક્ષણ: એક મહાર (દલિત) પરિવારમાં જન્મ હોવાથી ભીમરાવને બાળપણથી જ અસ્પૃશ્યતા અને સામાજિક અન્યાયનો સામનો કરવો પડ્યો હતો. તેમના પિતા રામજી સક્પાલ લશ્કરી શાળામાં સુબેદાર હતા. શાળામાં એક પ્રેમાળ શિક્ષકે તેમનું ઉપનામ 'સક્પાલ' બદલીને 'આંબેડકર' રાખ્યું હતું. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડની શિષ્યવૃત્તિ મળતા તેમણે મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી. ત્યારબાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી ગયા, જ્યાં તેમણે એમ.એ. અને પી.એચ.ડી.ની પદવીઓ હાંસલ કરી. ત્યારબાદ લંડન જઈને તેમણે કાયદા અને અર્થશાસ્ત્રમાં વિશેષ અભ્યાસ કરી 'બેરિસ્ટર' અને 'ડૉક્ટર ઓફ સાયન્સ' જેવી ઉચ્ચ પદવીઓ પ્રાપ્ત કરી. ૩. સામાજિક સંઘર્ષ અને નેતૃત્વ: વિદેશથી પરત ફર્યા બાદ વડોદરા રાજ્યમાં નોકરી દરમિયાન પણ તેમને આભડછેટનો કડવો અનુભવ થયો. તેમણે મુંબઈની કોલેજોમાં પ્રોફેસર તરીકે સેવા આપી. ૧૯૨૮માં સાયમન કમિશન સમક્ષ તેમણે દલિતોના હક્કો માટે રજૂઆત કરી. ગોળમેજી પરિષદોમાં તેમણે દલિતો માટે અલગ મતાધિકારની માંગ કરી, જેના લીધે ગાંધીજી સાથે મતભેદ થયા. છેવટે ૧૯૩૨માં ગાંધીજી અને આંબેડકર વચ્ચે ઐતિહાસિક 'પુના કરાર' થયા. તેમણે દલિતોના ઉત્થાન માટે અનેક ચળવળો ચલાવી, 'ઈન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી'ની સ્થાપના કરી અને શિક્ષણના પ્રસાર માટે 'પીપલ્સ એજ્યુકેશન સોસાયટી' દ્વારા સિદ્ધાર્થ કોલેજ શરૂ કરી. ૪. બંધારણના ઘડવૈયા: સ્વતંત્રતા બાદ તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી બન્યા. ૨૯ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ તેમની બંધારણીય ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી. નાદુરસ્ત તબિયત હોવા છતાં તેમણે અથાગ પરિશ્રમ કરી ભારતનું બંધારણ તૈયાર કર્યું, જે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦થી અમલમાં આવ્યું. આ મહાન કાર્ય બદલ સમગ્ર રાષ્ટ્ર તેમનું ઋણી છે. ૫. ધર્મ પરિવર્તન અને નિર્વાણ: હિંદુ ધર્મની વર્ણવ્યવસ્થા અને અસમાનતાથી વ્યથિત થઈને તેમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાનો નિર્ણય લીધો. ૧૪ ઓક્ટોબર ૧૯૫૬ના રોજ નાગપુરની 'દીક્ષાભૂમિ' ખાતે લાખો અનુયાયીઓ સાથે તેમણે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો અને ૨૨ પ્રતિજ્ઞાઓ લીધી. ૬ ડિસેમ્બર ૧૯૫૬ના રોજ દિલ્હીમાં આ મહાન યુગપુરુષનું અવસાન થયું. આમ, ડૉ. આંબેડકરે પોતાનું સમગ્ર જીવન સમાજના વંચિત વર્ગોના ઉત્થાન અને રાષ્ટ્રનિર્માણ માટે સમર્પિત કર્યું હતું.

06th December

Read more
ડૉ. બાબાસાહેબ આંબેડકર પુણ્યતિથિ
06th December

ડૉ. બાબાસાહેબ આંબેડકર: જીવન ચરિત્ર અને યોગદાન

૧. પરિચય: ભારતીય બંધારણના ઘડવૈયા, પ્રખર કાયદાશાસ્ત્રી અને ભારતના પ્રથમ કાયદામંત્રી ડૉ. ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ ૧૪ એપ્રિલ ૧૮૯૧ના રોજ મધ્ય પ્રદેશના મહુ મુકામે થયો હતો. તેમને મરણોત્તર ૧૯૯૦માં ભારતના સર્વોચ્ચ સન્માન 'ભારત રત્ન'થી નવાજવામાં આવ્યા હતા.

૨. પ્રારંભિક જીવન અને શિક્ષણ: એક મહાર (દલિત) પરિવારમાં જન્મ હોવાથી ભીમરાવને બાળપણથી જ અસ્પૃશ્યતા અને સામાજિક અન્યાયનો સામનો કરવો પડ્યો હતો. તેમના પિતા રામજી સક્પાલ લશ્કરી શાળામાં સુબેદાર હતા. શાળામાં એક પ્રેમાળ શિક્ષકે તેમનું...

Read more
નેશનલ માઇક્રોવેવ ઓવન દિવસ
નેશનલ માઇક્રોવેવ ઓવન દિવસ

નેશનલ માઇક્રોવેવ ઓવન દિવસ (National Microwave Oven Day) દર વર્ષે ૬ ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ માઇક્રોવેવ ઓવનની શોધ અને રસોડાના કામને સરળ બનાવવામાં તેના યોગદાનની ઉજવણી કરે છે.   મુખ્ય માહિતી: તારીખ: ૬ ડિસેમ્બર (December 6). ઇતિહાસ: આ શોધ આકસ્મિક રીતે અમેરિકન એન્જિનિયર પર્સી સ્પેન્સર (Percy Spencer) દ્વારા ૧૯૪૫માં કરવામાં આવી હતી, જ્યારે તેમણે સક્રિય રડાર (radar) સાથે કામ કરતી વખતે તેમના ખિસ્સામાં રહેલી ચોકલેટ બાર ઓગળતી જોઈ હતી. મહત્વ: આ ઉપકરણ રસોઈ અને ખોરાકને ફરીથી ગરમ કરવાની પ્રક્રિયાને ઝડપી અને અનુકૂળ બનાવે છે, જેનાથી આધુનિક જીવનમાં સમય અને શક્તિ બંનેની બચત થાય છે.  ૧૯૪૫માં રડાર ટેકનોલોજી સાથે કામ કરતી વખતે પર્સી સ્પેન્સરે કરેલી આકસ્મિક શોધની ઉજવણી માટે ૬ ડિસેમ્બરે રાષ્ટ્રીય માઇક્રોવેવ ઓવન દિવસ ઉજવવામાં આવે છે. તેમણે જોયું કે માઇક્રોવેવને કારણે તેમના ખિસ્સામાં રહેલો એક કેન્ડી બાર ઓગળી ગયો, જેના કારણે રેથિઓન દ્વારા બનાવવામાં આવેલ પ્રથમ માઇક્રોવેવ ઓવન,"રાડારેંજ"નો વિકાસ થયો. રેથિયોનના એન્જિનિયર પર્સી સ્પેન્સરે ૧૯૪૫માં શોધ્યું કે જ્યારે તેઓ સક્રિય રડાર સેટની નજીક હતા ત્યારે તેમના ખિસ્સામાં રહેલી ચોકલેટ બાર પીગળી જાય ત્યારે માઇક્રોવેવ ખોરાકને ગરમ કરી શકે છે. શોધ પછી, સ્પેન્સરે પોપકોર્ન અને ઇંડા સાથે પ્રયોગ કર્યો, જેના કારણે ૧૯૪૫માં માઇક્રોવેવ રસોઈ પ્રક્રિયાને પેટન્ટ મળી. પ્રથમ વાણિજ્યિક માઇક્રોવેવ ઓવન: "રાડારેન્જ" નામનું પ્રથમ વાણિજ્યિક માઇક્રોવેવ ઓવન ૧૯૪૭માં રેથિયોન દ્વારા બનાવવામાં આવ્યું હતું. ઘરનો ઉપયોગ: જ્યારે શરૂઆતના મોડેલો ઘરના ઉપયોગ માટે ખૂબ મોટા અને ખર્ચાળ હતા, ત્યારે પ્રથમ કાઉન્ટરટૉપ માઇક્રોવેવ ૧૯૬૭માં રજૂ કરવામાં આવ્યું હતું, અને ત્યારથી તે એક સામાન્ય રસોડાનું ઉપકરણ બની ગયું છે.

06th December

Read more
નેશનલ માઇક્રોવેવ ઓવન દિવસ
06th December
નેશનલ માઇક્રોવેવ ઓવન દિવસ (National Microwave Oven Day) દર વર્ષે ૬ ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ માઇક્રોવેવ ઓવનની શોધ અને રસોડાના કામને સરળ બનાવવામાં તેના યોગદાનની ઉજવણી કરે છે.   મુખ્ય માહિતી: તારીખ: ૬ ડિસેમ્બર (December 6). ઇતિહાસ: આ શોધ આકસ્મિક રીતે અમેરિકન એન્જિનિયર પર્સી સ્પેન્સર (Percy Spencer) દ્વારા ૧૯૪૫માં કરવામાં આવી હતી, જ્યારે તેમણે...
Read more
આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ
આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ

૧૯૯૬માં સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાએ ૭ ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો. આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (આઇસીએઓ) દ્વારા આ દિવસની ઉજવણી ૭ ડિસેમ્બર, ૧૯૯૪થી કરવામાં આવી છે, જે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન પરના સંમેલન પર હસ્તાક્ષરની ૫૦મી વર્ષગાંઠ છે. આ દિવસનો હેતુ વિશ્વના સામાજિક અને આર્થિક વિકાસ માટે ઉડ્ડયનના મહત્વને, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીના મહત્ત્વને ઓળખવાનો છે. આ દિવસનો હેતુ પ્રદેશના સામાજિક અને આર્થિક વિકાસ માટે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયનના મહત્વ વિશે વિશ્વવ્યાપી જાગૃતિ પેદા કરવાનો અને વિકાસને મજબૂત કરવામાં મદદ કરવાનો છે. આ ઉપરાંત તમામ માનવજાતની સેવામાં વૈશ્વિક ઝડપી પરિવહન નેટવર્કને સહકાર આપવા અને સાકાર કરવામાં રાષ્ટ્રોને મદદ કરવામાં આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (આઇસીએઓ)ની અનન્ય ભૂમિકાનો છે. યુએન અને વિશ્વ રાષ્ટ્રોએ હવે એજન્ડા ૨૦૩૦ અપનાવ્યો છે, અને વૈશ્વિક ટકાઉ વિકાસમાં નવા યુગની શરૂઆત કરી છે. વૈશ્વિક સંપર્ક (કનેક્ટિવિટી)ના એન્જિન તરીકે ઉડ્ડયનનું મહત્વ વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિના મૂળભૂત બળ તરીકે આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન તરફ જોવાના શિકાગો કન્વેન્શનના ઉદ્દેશો સાથે ક્યારેય વધુ સુસંગત રહ્યું નથી.

07th December

Read more
આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ
07th December

૧૯૯૬માં સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાએ ૭ ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો.

આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (આઇસીએઓ) દ્વારા આ દિવસની ઉજવણી ૭ ડિસેમ્બર, ૧૯૯૪થી કરવામાં આવી છે, જે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન પરના સંમેલન પર હસ્તાક્ષરની ૫૦મી વર્ષગાંઠ છે. આ દિવસનો હેતુ વિશ્વના સામાજિક અને આર્થિક વિકાસ માટે ઉડ્ડયનના મહત્વને, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીના મહત્ત્વને ઓળખવાનો છે. આ દિવસનો હેતુ પ્રદેશના સામાજિક અને આર્થિક વિકાસ માટે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયનના મહત્વ વિશે વિશ્વવ્યાપી જાગૃતિ પેદા કરવાનો અને વિકાસને મજબૂત...

Read more
સશસ્ત્ર સેના ધ્વજ દિન
સશસ્ત્ર સેના ધ્વજ દિન

દેશની સુરક્ષા માટે સરહદો પર બહાદુરીપૂર્વક લડતા સૈનિકો તેમજ શહીદોના સન્માન માટે સમગ્ર દેશમાં 7મી ડિસેમ્બર ના રોજ 'સશસ્ત્ર સેના ધ્વજ દિન' ઉજવવામાં આવે છે. દેશના સીમાડાઓના રક્ષણ કરતા અને પોતાનું જીવન ન્યૌછાવર કરનાર શહીદ સૈનિકોના સન્માન માટે પ્રત્યેક નાગરિક 'સશસ્ત્ર સેના ધ્વજ દિવસ' ની ઉજવણીનો ભાગ બને એવા પ્રયાસ કરવામાં આવે છે. આ દિવસ યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકો, દેશની સુરક્ષા માટે સેવા આપતા કર્મચારીઓ તેમજ ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોનું પુનર્વસન અને કલ્યાણ કરવાનો છે. વર્ષોથી, આ દિવસને ભારતના સૈનિકોના સન્માન તરીકે મનાવવાની પરંપરા બની ગઈ છે.   ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદ તરત જ, સરકારને તેના સંરક્ષણ કર્મચારીઓના કલ્યાણનું સંચાલન કરવાની જરૂરિયાત ઊભી થઈ. 28 ઑગસ્ટ, 1949ના રોજ સંરક્ષણ પ્રધાન હેઠળ રચાયેલી સમિતિએ દર વર્ષે 7 ડિસેમ્બરે સશસ્ત્ર સેના ધ્વજ દિન (Armed Forces Flag Day) અથવા ભારતીય સૈન્ય ધ્વજ દિન મનાવવાનું નક્કી કર્યું. દેશ માટે લડતા સશસ્ત્ર દળોના જવાનોના પરિવારો અને આશ્રિતોની સંભાળ લેવાની ભારતીય નાગરિકો જવાબદારી સમજે તે પણ આ દિવસની ઉજવણી માટેનો અન્ય એક હેતુ હતો. આ ધ્વજ યુનાઇટેડ કિંગડમ ના સંરક્ષણ મંત્રાલય જેવો જ છે, જેનો સૌપ્રથમ ઉપયોગ 1956 માં સાથી કોમનવેલ્થ સભ્યો સાયપ્રસ, ભારત, કેન્યા અને નાઇજીરીયા દ્વારા કરવામાં આવ્યો હતો.   ભારતીય સૈન્ય ધ્વજ દિન અથવા સશસ્ત્ર સેના ધ્વજ દિન મુખ્યત્વે ત્રણ મૂળભૂત હેતુઓ પૂરા કરવા માટે મનાવવામાં આવે છે : (1) યુદ્ધ દરમિયાન થયેલી જાનહાનિનું પુનર્વસન  (2) દેશની સુરક્ષા માટે સેવા આપતા કર્મચારીઓ અને તેમના પરિવારોનું કલ્યાણ (3) ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોનું પુનર્વસન અને કલ્યાણ.   આ દિવસે ભારતીય ધ્વજ, બેઝ, સ્ટીકરો અને અન્ય વસ્તુઓના વેચાણ દ્વારા ભંડોળ એકત્ર કરીને સશસ્ત્ર દળોના કર્મચારીઓ અને શહીદ સૈનિકોના પરિવારને સહાયરૂપ થવામાં આવે છે. આ દિવસ ભારતીય નાગરિકો માટે ભારતના લશ્કરી કર્મચારીઓ પ્રત્યે કૃતજ્ઞતા અને પ્રશંસા વ્યક્ત કરવાનો અને દેશની સેવામાં મૃત્યુ પામેલા લોકોને યાદ કરવાનો પ્રસંગ છે.   સશસ્ત્ર સેના ધ્વજ દિન (Armed Forces Flag Day) પર ભારતીય સશસ્ત્ર દળોની ત્રણેય પાંખો, ભારતીય ભૂમિસેના, ભારતીય વાયુસેના અને ભારતીય નૌકાદળ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેમના કર્મચારીઓના પ્રયાસોને સામાન્ય જનતાને દર્શાવવા માટે વિવિધ પ્રકારના શો, કાર્નિવલ, નાટકો અને અન્ય મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરે છે. કેન્દ્રિય સૈનિક બોર્ડ કે જે સંરક્ષણ મંત્રાલયનો એક ભાગ છે, તેની સ્થાનિક શાખાઓ દ્વારા સમગ્ર દેશમાં ભંડોળ એકત્ર કરી તેનું સંચાલન કરવામાં આવે છે. આ દિવસે લોકો શહીદો, ભારતના વર્તમાન તેમજ ભૂતપૂર્વ સૈન્ય કર્મચારીઓ પ્રત્યે તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે અને દેશની સેવામાં મૃત્યુ પામેલા સૈનિકોનું સ્મરણ કરી યથાયોગ્ય અનુદાન અર્પણ કરે છે.

07th December

Read more
સશસ્ત્ર સેના ધ્વજ દિન
07th December
દેશની સુરક્ષા માટે સરહદો પર બહાદુરીપૂર્વક લડતા સૈનિકો તેમજ શહીદોના સન્માન માટે સમગ્ર દેશમાં 7મી ડિસેમ્બર ના રોજ 'સશસ્ત્ર સેના ધ્વજ દિન' ઉજવવામાં આવે છે. દેશના સીમાડાઓના રક્ષણ કરતા અને પોતાનું જીવન ન્યૌછાવર કરનાર શહીદ સૈનિકોના સન્માન માટે પ્રત્યેક નાગરિક 'સશસ્ત્ર સેના ધ્વજ દિવસ' ની ઉજવણીનો ભાગ બને એવા પ્રયાસ કરવામાં આવે છે. આ દિવસ યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકો, દેશની સુરક્ષા માટે સેવા આપતા કર્મચારીઓ તેમજ ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોનું પુનર્વસન અને કલ્યાણ કરવાનો છે. વર્ષોથી, આ દિવસને ભારતના સૈનિકોના સન્માન તરીકે મનાવવાની પરંપરા બની ગઈ છે.   ભારતે સ્વતંત્રતા...
Read more
પંડિત સુખલાલજી જન્મજયંતી
પંડિત સુખલાલજી જન્મજયંતી

ગુજરાતી ભાષાના જાણીતાં ચરિત્રકાર, નિબંધકાર અને સંપાદક તથા "પંડિત સુખલાલજી" તરીકે જાણીતા સુખલાલ સંઘજી સંઘવી નો જન્મ ૮ ડિસેમ્બર, ૧૮૮૦ ના રોજ સુરેન્દ્રનગર નજીકના લીબડી ગામમાં થયો હતો. સાત ધોરણ સુધીનો અભ્યાસ વતનમાં કર્યો. સોળમાં વર્ષે શીતળાથી આંખ ગુમાવી. ૧૯૦૪ થી ૧૯૨૧ સુધી કાશી-મિથિલામાં ભારતીય દર્શનનો અભ્યાસ કર્યો. ૧૯૨૧ થી ૧૯૩૦ સુધી ગૂજરાત વિધાપીઠમાં અને ૧૯૩૩ થી ૧૯૪૪ સુધી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અધ્યયન અને અધ્યાપન કાર્ય કર્યું. ૧૯૪૪માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા બાદ મુંબઈમાં ભારતીય વિધાભવનમાં અને પછી ભો. જે. વિધાભવન, અમદાવાદમાં અધ્યાપન કાર્ય કરાવ્યું. ૧૯૫૧માં અખિલ ભારત પ્રાચ્યવિધા પરિષદના પ્રાકૃત અને જૈન ધર્મવિભાગના તથા તત્વજ્ઞાન વિભાગના પ્રમુખ રહ્યાં. ગાંધીવાદી તત્વજ્ઞાનીને અમદાવાદમાં કોઈકે એમના ઘર વિશે પૂછ્યું તો પંડિતજીએ ઉત્તર આપ્યો, 'હું જ્યાં બેસું ત્યાં મારું ઘર.' તેઓ દાર્શનિક હોવા ઉપરાંત વ્યાકરણ, ન્યાય, સાહિત્ય અને ધર્મશાસ્ત્રના સમર્થ વિદ્વાન હતા. જ્ઞાન,પ્રેમ અને સત્યના ઉપાસક પંડિતજી ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, પાલી,મરાઠી અને અંગ્રેજીના જ્ઞાતા હતા. ૧૯૫૭માં ગુજરાત યુનિવર્સિટી તરફથી,૧૯૬૭માં સરદાર પટેલ યુનિવર્સિટી તરફથી અને ૧૯૭૩માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી ડી.લિટ.ની માનાર્હ પદવી એનાયત કરવામાં આવી હતી. એમને 'સર્વદર્શનસમન્વયના સમર્થ પંડિત' તરીકે નવાજવામાં આવતાં. ચાર તીર્થંકર', 'સમદર્શી આચાર્ય હરિભદ્ર' અને 'મારું જીવનવૃત્ત' (મરણોત્તર) એમના ચરિત્રગ્રંથો છે. આ ઉપરાંત ધર્મ, સમાજ, રાજનીતિ, કેળવણી વગેરેને આવરી લેતા લેખો 'દર્શન અને ચિંતન'-ભા. ૧-૨ માં સંચિત થયા છે. 'તત્વાર્થસૂત્ર' એમનો જૈન ધર્મ-દર્શનનો પ્રમાણભૂત પાયગ્રંથ છે. 'અધ્યાત્મવિચારણા', 'ભારતીય તત્વવિધા', 'જૈન ધર્મનો પ્રાણ' વગેરે એમના અન્ય ગ્રંથો છે. જ્ઞાનબિંદુ, યોગદર્શન, પ્રમાણમીમાંસા એ તેમની અન્ય કૃતિઓ છે. એમણે સંપાદન અને સંશોધન ક્ષેત્રે અનેકવિધ દિશામાં કામ કર્યું છે; તેમાં ભારતીય દર્શનશાસ્ત્રના સંદર્ભગ્રંથ સમાન સિદ્ધસેન દિવાકરકૃત 'સન્મતિ તર્ક' - ભા. ૧-૬ નું સંપાદન મૂલ્યવાન પ્રદાન છે. ૧૯૫૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર અને ૧૯૭૪માં ભારત સરકાર તરફથી 'પદ્મભૂષણ'નો ખિતાબ આપવામાં આવ્યાં હતાં. એક સુવર્ણ ચંદ્રક તેમને અર્પણ કરવામાં આવ્યો હતો,તે તેમણે આદિવાસીઓના કલ્યાણ અર્થે ઓગાળી નખાવ્યો. ગાંધી -ટાગોરને અતિ પ્રિય હતા. ગાંધીજીએ એકવાર વાડીલાલ ડગલીને સલાહ આપી, 'છોકરા, એમને છોડતો મા.એ તો આપણી ચાલતી-ફરતી વિધાપીઠ છે.' આવા મહાન પ્રજ્ઞાચક્ષુ સાહિત્યકારનું ૨ માર્ચ, ૧૯૭૮ ના રોજ નિધન થયું હતું.આપણે પણ પ્રજ્ઞાયક્ષુના અજવાળે આપણો વારસો સતત જોતા રહેવું જોઈએ.

08th December

Read more
પંડિત સુખલાલજી જન્મજયંતી
08th December

ગુજરાતી ભાષાના જાણીતાં ચરિત્રકાર, નિબંધકાર અને સંપાદક તથા "પંડિત સુખલાલજી" તરીકે જાણીતા સુખલાલ સંઘજી સંઘવી નો જન્મ ૮ ડિસેમ્બર, ૧૮૮૦ ના રોજ સુરેન્દ્રનગર નજીકના લીબડી ગામમાં થયો હતો. સાત ધોરણ સુધીનો અભ્યાસ વતનમાં કર્યો. સોળમાં વર્ષે શીતળાથી આંખ ગુમાવી. ૧૯૦૪ થી ૧૯૨૧ સુધી કાશી-મિથિલામાં ભારતીય દર્શનનો અભ્યાસ કર્યો. ૧૯૨૧ થી ૧૯૩૦ સુધી ગૂજરાત વિધાપીઠમાં અને ૧૯૩૩ થી ૧૯૪૪ સુધી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અધ્યયન અને અધ્યાપન કાર્ય કર્યું. ૧૯૪૪માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા બાદ મુંબઈમાં ભારતીય વિધાભવનમાં અને...

Read more
હોમાય વ્યારાવાલા જન્મજયંતી
હોમાય વ્યારાવાલા જન્મજયંતી

ભારત દેશના પ્રથમ મહિલા વ્યવસાયિક તસ્વીર પત્રકાર (કોટો જર્નાલિસ્ટ) હોમાય વ્યારાવાલાનો જન્મ ૯ ડિસેમ્બર,૧૯૧૩ ના રોજ નવસારીમાં એક મધ્યમવર્ગીય પારસી પરિવારમાં થયો હતો. જે જમાનામાં ફોટોગ્રાફી બહુ જ દુર્લભ અને મુશ્કેલ ક્ષેત્ર મનાતું હતું અને મહિલાઓ હજુ પણ ઘરની ચાર દિવાલો વચ્ચે સુરક્ષિત રહેવામાં જ ગૌરવ સમજતી હતી એવાં સમયમાં હોમાય વ્યારાવાલાએ ન્યુઝ ફોટોગ્રાફીનું ક્ષેત્ર અપનાવ્યું અને તેમાં સફળતા હાંસલ કરી હતી. પિતાના સતત સ્થળાંતરને કારણે વ્યારાવાલા સતત પોતાનું સ્થાન બદલાવતા રહ્યાં. બાળપણમાં પિતાનું મુંબઈ સ્થળાંતર થવાને કારણે તેઓ મુંબઈ સ્થાપિત થયા. મુંબઈ ગયા પછી હોમાય વ્યારાવાલાએ બોમ્બે યુનિવર્સિટી અને સર જે.જે. સ્કૂલ ઓફ આર્ટમાં અભ્યાસ કર્યો હતો. હોમાય વ્યારાવાલાએ પોતાની કારકિર્દી ૧૯૩૦માં શરુ કરી. બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં તેમણે મુંબઇ સ્થિત 'ધી ઇલસ્ટ્રેટેડ વીકલી ઓફ ઇન્ડિયા' મેગેઝિન માટે કામ કરવાનું શરૂ કર્યું હતું. આ મેગેઝીને તેમના ઘણા બ્લેક એન્ડ વાઈટ ચિત્રો પ્રકાશિત કર્યા હતા,જે પાછળથી આઇકોનિક બન્યા હતા. કારકિર્દીના પ્રારંભિક વર્ષોમાં તેઓ તેમની ફોટોગ્રાફી માટે ખાસ જાણીતા ના હોવાથી તેમણે પતિના નામ હેઠળ ચિત્રો પ્રકાશિત કરવાનું શરુ કર્યું. આખરે તેમની ફોટોગ્રાફીને રાષ્ટ્રીય સ્તરે પસંદ કરવામાં આવી. ૧૯૪૨માં તેઓ દિલ્હીના બ્રિટિશ ઇન્ફોર્મેશન સર્વિસિસમાં જોડાયા. ૧૯૭૦માં પતિના અવસાનના થોડા સમય બાદ નવી પેઢીના ફોટોગ્રાફર્સની ખરાબ વર્તણુકને લીધે તેમણે ફોટોગ્રાફી છોડી દીધી હતી અને ૪૦ વર્ષ સુધી એમણે એક પણ ફોટો લીધો નહોતો. પાછળથી વ્યારાવાલાએ પોતાના ચિત્રોનો સંગ્રહ દિલ્હી સ્થિત આલ્કઝી ફાઉન્ડેશન ફોર ધ આર્ટ્સને આપ્યો. ઈ.સ.૨૦૧૧માં એમને ભારત સરકાર તરફથી 'પદ્મવિભૂષણ' વડે સમ્માનિત કરવામાં આવ્યા હતા. હોમાયજી એ સમયમાં તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે પોતાનું નિવૃત્ત જીવન વિતાવી રહ્યા હતા. ૧૫ જાન્યુઆરી,૨૦૧૨ના રોજ વડોદરા ખાતે ૯૮ વર્ષની વયે એમનું અવસાન થયું હતું. ગૂગલ કંપની દ્વારા હોમાયજીના ૧૦૪ મા જન્મદિન નિમિત્તે ગૂગલ શોધ પર એમનું ડૂડલ મૂકી એમને યાદ કરવામાં આવ્યા. આ ડૂડલને મુંબઈ ખાતેના ચિત્રકાર સમીર ફુલવુર દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું.

09th December

Read more
હોમાય વ્યારાવાલા જન્મજયંતી
09th December

ભારત દેશના પ્રથમ મહિલા વ્યવસાયિક તસ્વીર પત્રકાર (કોટો જર્નાલિસ્ટ) હોમાય વ્યારાવાલાનો જન્મ ૯ ડિસેમ્બર,૧૯૧૩ ના રોજ નવસારીમાં એક મધ્યમવર્ગીય પારસી પરિવારમાં થયો હતો. જે જમાનામાં ફોટોગ્રાફી બહુ જ દુર્લભ અને મુશ્કેલ ક્ષેત્ર મનાતું હતું અને મહિલાઓ હજુ પણ ઘરની ચાર દિવાલો વચ્ચે સુરક્ષિત રહેવામાં જ ગૌરવ સમજતી હતી એવાં સમયમાં હોમાય વ્યારાવાલાએ ન્યુઝ ફોટોગ્રાફીનું ક્ષેત્ર અપનાવ્યું અને તેમાં સફળતા હાંસલ કરી હતી. પિતાના સતત સ્થળાંતરને કારણે વ્યારાવાલા સતત પોતાનું સ્થાન બદલાવતા રહ્યાં. બાળપણમાં પિતાનું મુંબઈ સ્થળાંતર થવાને કારણે તેઓ મુંબઈ સ્થાપિત થયા. મુંબઈ ગયા પછી હોમાય વ્યારાવાલાએ બોમ્બે યુનિવર્સિટી...

Read more
આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ
આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ

ભ્રષ્ટાચાર વિશે જાગૃતિ લાવવા અને તેને રોકવા અને તેનો સામનો કરવામાં સંયુક્ત રાષ્ટ્રના ભ્રષ્ટાચાર વિરોધી સંમેલનની ભૂમિકાને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 9 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ઉજવવામાં આવે છે. ભ્રષ્ટાચાર લોકશાહીને કેવી રીતે નબળી પાડે છે, આર્થિક વિકાસને અવરોધે છે અને સમાજને કેવી રીતે અસર કરે છે તે પ્રકાશિત કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા આ દિવસની સ્થાપના કરવામાં આવી હતી. તારીખ: 9 ડિસેમ્બર હેતુ: ભ્રષ્ટાચારના જોખમો વિશે જાહેર જાગૃતિ લાવવા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર સંમેલનને પ્રોત્સાહન આપવા. ધ્યેયો: સરકારો અને ખાનગી ક્ષેત્રને ભ્રષ્ટાચાર વિરુદ્ધ સામૂહિક પગલાં લેવા માટે પ્રોત્સાહિત કરવા. 2025 માટે થીમ: "ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંયુક્ત", જેમાં યુવાનોની પ્રામાણિકતા અને ભૂમિકા અને સુરક્ષા અને શાંતિ પર ભ્રષ્ટાચારની અસર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ઇતિહાસ: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 31 ઓક્ટોબર, 2003 ના રોજ ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર સંમેલન અપનાવ્યા બાદ આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું. આ સંમેલન ડિસેમ્બર 2005 માં અમલમાં આવ્યું.

09th December

Read more
આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ
09th December

ભ્રષ્ટાચાર વિશે જાગૃતિ લાવવા અને તેને રોકવા અને તેનો સામનો કરવામાં સંયુક્ત રાષ્ટ્રના ભ્રષ્ટાચાર વિરોધી સંમેલનની ભૂમિકાને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 9 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ઉજવવામાં આવે છે. ભ્રષ્ટાચાર લોકશાહીને કેવી રીતે નબળી પાડે છે, આર્થિક વિકાસને અવરોધે છે અને સમાજને કેવી રીતે અસર કરે છે તે પ્રકાશિત કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા આ દિવસની સ્થાપના કરવામાં આવી હતી.

તારીખ: 9 ડિસેમ્બર

હેતુ: ભ્રષ્ટાચારના

Read more
નોબેલ પુરસ્કાર દિવસ
નોબેલ પુરસ્કાર દિવસ

આલ્ફ્રેડ નોબેલ દિવસ ૧૦ ડિસેમ્બરના રોજ નોબેલ પુરસ્કાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે આલ્ફ્રેડ નોબેલના મૃત્યુની વર્ષગાંઠ છે. આ દિવસે, નોબેલના વારસા અને માનવતામાં ઉત્કૃષ્ટ યોગદાન માટે પુરસ્કારો સ્થાપિત કરવાની તેમની ઇચ્છાની યાદમાં સ્ટોકહોમ, સ્વીડન અને ઓસ્લો, નોર્વેમાં સમારોહમાં વિજેતાઓને નોબેલ પુરસ્કારો આપવામાં આવે છે. નોબેલ પુરસ્કાર દિવસ વિશે મુખ્ય તથ્યો તારીખ: ૧૦ ડિસેમ્બર મહત્વ: ૧૦ ડિસેમ્બર, ૧૮૯૬ ના રોજ આલ્ફ્રેડ નોબેલના મૃત્યુની વર્ષગાંઠ છે. પુરસ્કાર સમારોહ: આ દિવસે વિજેતાઓને નોબેલ પુરસ્કારો આપવામાં આવે છે. સ્થાનો: સમારોહ સ્ટોકહોમ, સ્વીડનમાં (ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, શરીરવિજ્ઞાન અથવા દવા, સાહિત્ય અને આર્થિક વિજ્ઞાનમાં સ્મારક પુરસ્કાર માટે) અને ઓસ્લો, નોર્વેમાં (શાંતિ પુરસ્કાર માટે) યોજાય છે. ઇતિહાસ: પ્રથમ નોબેલ પુરસ્કારો ૧૦ ડિસેમ્બર, ૧૯૦૧ ના રોજ, નોબેલના મૃત્યુના ચાર વર્ષ પછી એનાયત કરવામાં આવ્યા હતા.

10th December

Read more
નોબેલ પુરસ્કાર દિવસ
10th December

આલ્ફ્રેડ નોબેલ દિવસ ૧૦ ડિસેમ્બરના રોજ નોબેલ પુરસ્કાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે આલ્ફ્રેડ નોબેલના મૃત્યુની વર્ષગાંઠ છે. આ દિવસે, નોબેલના વારસા અને માનવતામાં ઉત્કૃષ્ટ યોગદાન માટે પુરસ્કારો સ્થાપિત કરવાની તેમની ઇચ્છાની યાદમાં સ્ટોકહોમ, સ્વીડન અને ઓસ્લો, નોર્વેમાં સમારોહમાં વિજેતાઓને નોબેલ પુરસ્કારો આપવામાં આવે છે.

નોબેલ પુરસ્કાર દિવસ વિશે મુખ્ય તથ્યો

તારીખ: ૧૦ ડિસેમ્બર

મહત્વ: ૧૦ ડિસેમ્બર, ૧૮૯૬ ના રોજ આલ્ફ્રેડ નોબેલના મૃત્યુની વર્ષગાંઠ છે.

Read more
વિશ્વ માનવ અધિકાર દિન
વિશ્વ માનવ અધિકાર દિન

સમગ્ર વિશ્વમાં 10મી ડિસેમ્બર માનવ અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. દરેક માનવીને જન્મની સાથે જે અધિકારો પ્રાપ્ત થાય છે તેવા અધિકારોને માનવ અધિકાર કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો માનવ અધિકાર એટલે મનુષ્યને તે તમામ અધિકારો આપવા, જે વ્યક્તિના જીવન, સ્વતંત્રતા, સમાનતા અને ગૌરવ સાથે સંબંધિત હોય. બીજા વિશ્વયુદ્ધ બાદ 10 ડિસેમ્બર, 1948 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા માનવ અધિકારોની ઘોષણાને માન્યતા આપવામાં આવી હતી અને તેથી સમગ્ર વિશ્વમાં દર વર્ષે 10મી ડિસમ્બર ના રોજ વિશ્વ માનવ અધિકાર દિન ઉજવવામાં આવે છે. માનવ અધિકાર દિન લોકોને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે.   બીજા વિશ્વયુદ્ધમાં દુનિયામાં અમાનવીય અત્યાચારોની પરાકાષ્ટા જોવા મળી. લાખો નિર્દોષ લોકોએ ધૃણાના કારણે અમાનવીય ત્રાસ સહન કર્યો, જેમાંથી વિશ્વ દાયકાઓ સુધી બહાર નીકળી શક્યું નહીં. તેથી જ યુનાઈટેડ નેશન્સે માનવાધિકાર માટે એક ડિકલેરેશન લેટર બહાર પાડ્યો. જેથી વિશ્વ માનવતાના રક્ષણની ખાતરી કરી શકે. માનવ અધિકારો મનુષ્યનું 'મનુષ્ય' તરીકેનું ગૌરવ જાળવી રાખવાના શુદ્ધ હેતુથી ઘોષિત કરાયા છે. માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા 500 થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે. મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પાયાની જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય તેને પ્રાપ્ત થાય તે જરૂરી છે. ઉપરાંત તેનો સર્વાગી વિકાસ સાધી શકે અને સામાજિક વાતાવરણ મળી રહે એનો સ્વીકાર કરીને તેના રક્ષણની બાંહેધરી આપવામાં આવી છે. માનવ અધિકાર એ એવા મૂળભૂત કુદરતી અધિકારો છે કે, જેનાથી જાતિ, રાષ્ટ્રીયતા, ધર્મ, લિંગ વગેરેના આધારે મનુષ્યને વંચિત અથવા શોષિત કરી શકાય નહીં. માનવ અધિકારોમાં આરોગ્ય, આર્થિક, સામાજિક અને શિક્ષણના અધિકારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.   પાયાના મૂળભૂત માનવ અધિકારો એ લોકશાહી શાસનપ્રથાની પાયાની ઓળખ છે. આ માનવ અધિકારો ભારતીય બંધારણના ભાગ-3માં મૂળભૂત અધિકારોના નામે છે. અને જેઓ આ અધિકારોનું ઉલ્લંઘન કરે છે તેમને કોર્ટ દ્વારા સજા કરવામાં આવે છે. ભારતમાં માનવ અધિકાર અધિનિયમ 28 સપ્ટેમ્બર, 1993 થી લાગુ કરવામાં આવ્યો હતો અને 12 ઓક્ટોબર, 1993 ના રોજ 'રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ' ની રચના કરવામાં આવી હતી.   માનવ અધિકાર દિવસ લોકોમાં સામાજિક, સાંસ્કૃતિક અને ભૌતિક અધિકારો વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. જેથી દરેક વ્યક્તિની સુખ-સમૃદ્ધિ સુનિશ્ચિત કરી શકાય. આ દિવસે સંયુક્ત રાષ્ટ્ર વિશ્વના દેશોને તમામ લોકો માટે સમાન તકો આપવા માટે પ્રોત્સાહિત કરે છે. આ દિવસે વિવિધ સંસ્થાઓ દ્વારા જાહેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેથી લોકો માનવ અધિકારો પ્રત્યે જાગૃત થાય. આપણે આપણા અને બીજાના માનવ અધિકાર પ્રત્યે જાગૃત થઈએ અને તેનું રક્ષણ કરીએ.

10th December

Read more
વિશ્વ માનવ અધિકાર દિન
10th December
સમગ્ર વિશ્વમાં 10મી ડિસેમ્બર માનવ અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. દરેક માનવીને જન્મની સાથે જે અધિકારો પ્રાપ્ત થાય છે તેવા અધિકારોને માનવ અધિકાર કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો માનવ અધિકાર એટલે મનુષ્યને તે તમામ અધિકારો આપવા, જે વ્યક્તિના જીવન, સ્વતંત્રતા, સમાનતા અને ગૌરવ સાથે સંબંધિત હોય. બીજા વિશ્વયુદ્ધ બાદ 10 ડિસેમ્બર, 1948 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા માનવ અધિકારોની ઘોષણાને માન્યતા આપવામાં આવી હતી અને તેથી સમગ્ર વિશ્વમાં દર વર્ષે 10મી ડિસમ્બર ના રોજ વિશ્વ માનવ અધિકાર દિન ઉજવવામાં...
Read more
એમ. એસ. સુબ્બુલક્ષ્મી પુણ્યતિથિ
એમ. એસ. સુબ્બુલક્ષ્મી પુણ્યતિથિ

ભારતીય શાસ્ત્રીય સંગીતને ઊંચાઈના શિખરો પર પહોંચાડનાર એમ. એસ. સુબ્બુલક્ષ્મીનો જન્મ ૧૬ સપ્ટેમ્બર, ૧૯૧૬ના રોજ મદ્રાસ પ્રાંતના મદુરાઈ ખાતે ષમુખવડીર અમ્માલ અને સુબ્રમણ્યમ ઐયરને ત્યાં થયો હતો. તેમનું પૂરું નામ મદુરાઇ ષન્મુખવડીવુ સુબ્બુલક્ષ્મી છે. તેમણે ખૂબ જ નાની ઉંમરથી કર્ણાટકી સંગીત શીખવાની શરૂઆત કરી તથા સેમ્મગુડી શ્રીનિવાસ ઐયરના માર્ગદર્શન હેઠળ પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું. બાદમાં પંડિત નારાયણરાવ વ્યાસના માર્ગદર્શન હેઠળ હિંદુસ્તાની સંગીતમાં ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કર્યું. તેમની માતા દેવદાસી સમુદાય દ્વારા સંગીત પ્રતિપાદક અને નિયમિત મંચ કલાકાર હતા. સુબ્બુલક્ષ્મીએ બાળપણથી જ તેમના માતા પાસેથી કર્ણાટકી સંગીત શીખવાની શરૂઆત કરી. બાદમાં પંડિત નારાયણરાવ વ્યાસ પાસેથી હિંદુસ્તાની સંગીતમાં પણ પ્રશિક્ષણ મેળવ્યું. તેઓ માત્ર દસ વર્ષના હતા ત્યારે તેમનું પહેલું રેકોર્ડિંગ બહાર પડયું. ૧૯૨૯માં મદ્રાસ સંગીત અકાદમી ખાતે ૧૩ વર્ષની ઉંમરે સંગીત કાર્યક્રમ આપ્યો. જેમાં તેમણે હિન્દુ ભજન રજૂ કર્યા હતા. આ કાર્યક્રમ બાદ તેઓ અગ્રણી કર્ણાટકી ગાયિકા બની ગયા. ૧૯૩૬માં સુબ્બુલક્ષ્મી મદ્રાસ આવી ગયા. અહીં ૧૯૩૮માં તેમણે સેવાસદન નામની ફિલ્મમાં અભિનેત્રી તરીકેની ભૂમિકા ભજવી. તેમના પતિના રાષ્ટ્રવાદી તામિલ સામયિક કલ્કિના પ્રકાશન ભંડોળ માટે તેમણે સાવિત્રી નામની ફિલ્મમાં નારદનું પુરુષ પાત્ર પણ ભજવ્યું હતું. ૧૯૪૫માં રજુ થયેલી ફિલ્મ મીરાં તેમની સૌથી યાદગાર ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેમણે ભક્તિ કવયિત્રી મીરાબાઈનું પાત્ર ભજવ્યું હતું. ૧૯૪૭માં આ ફિલ્મ હિંદીમાં ફરીથી બનાવવામાં આવી હતી. તેમણે ભારતના સાંસ્કૃતિક રાજદૂત તરીકે લંડન, ન્યુયોર્ક, કેનેડા સહિતના ઘણા દેશોમાં સીમાચિહરૂપ સંગીત કાર્યક્રમો રજૂ કર્યા. ૧૯૭૭માં તેમના પતિ કલ્કિ સદાશિવમના અવસાન બાદ તેમણે સંગીતના જાહેર કાર્યક્રમ આપવાનું બંધ કરી દીધું. જવાહરલાલ નહેરુએ તેમને સંગીતની રાણી કહી નવાજ્યા હતા. લતા મંગેશકરે તપસ્વીની,ઉસ્તાદ બડે ગુલામ અલી ખાને સુશ્વરલક્ષ્મી તથા કિશોરી અમુનકરે તેમને આઠમા સૂર તરીકે ઓળખાવ્યા હતા. ભજ ગોવિંદમ, 'વિષ્ણુ સહસ્ત્રાનામ, હરિ તુમ હરો અને વેંકટેશ્વર જપ તેમના કેટલાક પ્રસિદ્ધ ભજનો છે. ભારત સરકાર દ્વારા તેમને ૧૯૫૪માં "પદ્મભૂષણ,૧૯૭૫માં 'પદ્રાવિભૂષણ' અને ૧૯૯૮માં 'ભારત રત્ન' થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ એશિયાના નોબલ પુરસ્કાર તરીકે ઓળખાતા રેમન મેગ્સેસ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય સંગીતકાર હતા. ઉપરાંત ૧૯૬૬માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાર્યક્રમ કરનાર પ્રથમ ભારતીય પણ હતા. ૧૧ ડિસેમ્બર,૨૦૦૪ ના રોજ ૮૮ વર્ષની વયે ચેન્નઈ ખાતે તેમનુ નિધન થયું હતું. ૧૮ ડિસેમ્બર,૨૦૦૫ના રોજ ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમના માનમાં એક સ્મારક ટિકિટ બહાર પાડવામાં આવી હતી. તેમની જન્મજયંતિના ઉપલક્ષમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ એક સ્મારક ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

11th December

Read more
એમ. એસ. સુબ્બુલક્ષ્મી પુણ્યતિથિ
11th December

ભારતીય શાસ્ત્રીય સંગીતને ઊંચાઈના શિખરો પર પહોંચાડનાર એમ. એસ. સુબ્બુલક્ષ્મીનો જન્મ ૧૬ સપ્ટેમ્બર, ૧૯૧૬ના રોજ મદ્રાસ પ્રાંતના મદુરાઈ ખાતે ષમુખવડીર અમ્માલ અને સુબ્રમણ્યમ ઐયરને ત્યાં થયો હતો. તેમનું પૂરું નામ મદુરાઇ ષન્મુખવડીવુ સુબ્બુલક્ષ્મી છે. તેમણે ખૂબ જ નાની ઉંમરથી કર્ણાટકી સંગીત શીખવાની શરૂઆત કરી તથા સેમ્મગુડી શ્રીનિવાસ ઐયરના માર્ગદર્શન હેઠળ પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું. બાદમાં પંડિત નારાયણરાવ વ્યાસના માર્ગદર્શન હેઠળ હિંદુસ્તાની સંગીતમાં ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કર્યું. તેમની માતા દેવદાસી સમુદાય દ્વારા સંગીત પ્રતિપાદક અને નિયમિત મંચ કલાકાર હતા. સુબ્બુલક્ષ્મીએ બાળપણથી જ તેમના માતા પાસેથી કર્ણાટકી સંગીત...

Read more
આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ
આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ

દર વર્ષે 11 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ પર્વતોના મહત્ત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો અને તેમના સંરક્ષણ માટે લોકોને પ્રેરિત કરવાનો છે. આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ આપણને એક તક આપે છે કે આપણે પર્વતોના મહત્ત્વને સમજીએ અને તેમને બચાવવા માટે કામ કરીએ. વર્ષે 2003માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં દર વર્ષની 11 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવાની જાહેરાત કરાઈ હતી. જેનો ઉદ્દેશ્ય લોકોમાં પર્વતોના મહત્ત્વ પ્રત્યે જાગરૂકતા ફેલાવવાવો છે. પર્વતોનું મહત્ત્વ: આપણે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસે જ આપણા ગ્રહના સૌથી ઊંચા અને શક્તિશાળી ભાગો એવા પર્વતોને યાદ કરીએ છીએ. પર્વતો માત્ર ભૂગોળનો એક ભાગ નથી, પરંતુ તે આપણા જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. તેઓ આપણને પાણી પૂરું પાડે છે, જૈવવિવિધતાનું ઘર છે અને આપણી સંસ્કૃતિનું એક અભિન્ન અંગ છે. જીવનનો સ્ત્રોત એટલે પર્વતો: પર્વતો પૃથ્વીની લગભગ 27% જમીનને આવરી લે છે. તે વિશ્વની સૌથી વધુ જૈવવિવિધતા ધરાવતા વિસ્તારોમાંના એક છે. ઘણી દુર્લભ અને અનોખી પ્રજાતિઓ માત્ર પર્વતોમાં જ જોવા મળે છે. તેઓ અંદાજિત અડધા માનવજાતને શુદ્ધ પાણી પણ પ્રદાન કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે પર્વતોને પૃથ્વીના પાણીના ટાંકા કહેવાય છે. કારણ કે તેઓ બરફ અને હિમનદીઓના રૂપમાં પાણીને સંગ્રહિત કરે છે અને નદીઓને જન્મ આપે છે. આ નદીઓ આપણને પીવાનું પાણી, સિંચાઈ માટે પાણી અને વીજળી પેદા કરવા માટે પાણી પૂરું પાડે છે. પર્યાવરણનું સંતુલન રાખે છે: પર્વતો આપણા પર્યાવરણના સંતુલન માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તે વિવિધ પ્રકારના વનસ્પતિ, પક્ષીઓ અને પ્રાણીઓનું ઘર છે. ઘણા દુર્લભ અને અનોખા પ્રાણીઓ માત્ર પર્વતોમાં જ જોવા મળે છે. પર્વતો આપણને ઓક્સિજન પૂરું પાડે છે અને હવાને શુદ્ધ પણ રાખે છે. આ સાથે તે વરસાદને નિયંત્રિત કરે છે અને જમીનના ધોવાણને રોકે છે. સંસ્કૃતિનો અભિન્ન ભાગ અને આજીવિકા: પર્વતો આપણી સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ છે. ઘણી સંસ્કૃતિઓમાં પર્વતોને પૂજવામાં આવે છે અને તેમને પવિત્ર માનવામાં આવે છે. પર્વતો આપણી કલા, સાહિત્ય અને સંગીતમાં પણ પ્રેરણાનો સ્ત્રોત રહ્યા છે. લાખો લોકો પર્વતીય વિસ્તારોમાં રહે છે અને તેમની આજીવિકા પર્વતો પર આધારિત છે. આજે પર્વતો ખતરામાં છે: પર્વતો આબોહવા પરિવર્તનની અસરોથી સૌથી વધુ પ્રભાવિત થાય છે. હિમનદીઓ પીગળી રહી છે, જંગલો નાશ પામી રહ્યા છે, જૈવવિવિધતા ઘટી રહી છે અને પર્વતીય વિસ્તારોમાં રહેતા લોકોને પાણી અને ખોરાકની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. જંગલોનું નિકંદન, ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ જેવી માનવીય પ્રવૃત્તિઓથી હાલ પર્વતો ખતરામાં છે, અને તેના કારણે પર્વતોનું સંતુલન ખોરવાઈ રહ્યું છે. આપણે શું કરી શકીએ?: આપણે સૌ સાથે મળીને પર્વતોને બચાવી શકીએ છીએ અને આવનારી પેઢી માટે એક સુંદર અને સ્વસ્થ ગ્રહ બનાવી શકીએ છીએ. પર્વતોની સફાઈ કરી, વધુ વૃક્ષો વાવી, પાણીનો બચાવ કરી, કચરો ઓછો કરી અને પ્રદૂષણમાં ઘટાડો કરીને પણ પર્વતોની રક્ષા કરી શકીએ. આ સાથે આપણે પર્વતોની સુંદરતા અને મહત્ત્વ વિશે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરી શકીએ.

11th December

Read more
આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ
11th December

દર વર્ષે 11 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ પર્વતોના મહત્ત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો અને તેમના સંરક્ષણ માટે લોકોને પ્રેરિત કરવાનો છે. આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ આપણને એક તક આપે છે કે આપણે પર્વતોના મહત્ત્વને સમજીએ અને તેમને બચાવવા માટે કામ કરીએ. વર્ષે 2003માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં દર વર્ષની 11 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવાની જાહેરાત કરાઈ હતી. જેનો ઉદ્દેશ્ય લોકોમાં પર્વતોના મહત્ત્વ પ્રત્યે જાગરૂકતા ફેલાવવાવો છે.

પર્વતોનું મહત્ત્વ: આપણે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસે જ આપણા ગ્રહના સૌથી ઊંચા અને શક્તિશાળી ભાગો એવા પર્વતોને...

Read more
યુનિસેફ દિવસ
યુનિસેફ દિવસ

યુનિસેફ સ્થાપના દિવસદર વર્ષે 11 ડિસેમ્બરે ઉજવાય છે, કારણ કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ 1946માં આ તારીખે અમેરિકાના ન્યુયોર્ક ખાતે યુનિસેફની સ્થાપના કરી હતી. યુનિસેફ (UNICEF) નું પૂરું નામ યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ છે. તેનુ મુખ્ય મથક ન્યૂયોર્ક ખાતે સ્થિત છે. યુનિસેફ એ સંયુક્તરાષ્ટ્ર (UN)ની સંલગ્ન સંસ્થા છે. વર્ષ 1953માં યુનિસેફ સંયુક્ત રાષ્ટ્રનું સ્થાયી સદસ્ય બન્યું હતું. યુનિસેફનું ધ્યેય સુત્ર For Every child છે. યુનિસેફ બાળકો અને ટીનેજે હિંસા અને શોષણથી બચાવવાની કામગીરી કરે છે. યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ અથવા યુનિસેફની સ્થાપનાનો પ્રારંભિક હેતુ બીજા વિશ્વ યુદ્ધમાં નાશ પામેલા રાષ્ટ્રોના બાળકોને ખોરાક અને આરોગ્ય સેવાઓ પ્રદાન કરવાનો હતો. આ ઉપરાંત બાળકોને તેમના મૂળભૂત અધિકારો મળી રહે, કુપોષણ દૂર થાય તેમજ સંસ્થાના હાલના કાર્યક્રમ પ્રમાણે બાળાઓને યોગ્ય શિક્ષણ મળી રહે તે દિશામાં વિવિધ કાર્યક્રમ દ્વારા જનજાગૃતિ લાવવાનો છે. 1946માં વૈશ્વિક સ્તરે અને ભારતમાં 1948માં સ્થપાયેલી યુનિસેફને એકમાત્ર સંયુક્ત રાષ્ટ્રની એજન્સી જાહેર કરવામાં આવી હતી જે સંયુક્ત રાષ્ટ્ર સચિવાલય તરફથી યોગદાન મેળવતી નથી. તેથી, યુનિસેફ લોકો તેમજ ખાનગી અને જાહેર ક્ષેત્ર તરફથી નાણાકીય સહાય પર આધાર રાખે છે. યુનિસેફની દુનિયાભરમાં 33 રાષ્ટ્રીય સમિતિઓ છે, જે બિન-સરકારી જૂથો છે જે ભંડોળ એકત્ર કરવા અને બાળકોના અધિકારોની હિમાયત કરવા માટે કામગીરી કરે છે. યુનિસેફની પ્રાદેશિક કચેરીઓ – પનામા, સ્વિટ્ઝર્લેન્ડ, થાઈલેન્ડ, કેન્યા, જોર્ડન, નેપાળ અને સેનેગલમાં આવેલી છે. યુનિસેફને વિશ્વમાં બાળકોના કલ્યાણ અને વિકાસના હેતુથી વર્ષ 1965માં શાંતિક્ષેત્રનો નોબલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

11th December

Read more
યુનિસેફ દિવસ
11th December

યુનિસેફ સ્થાપના દિવસદર વર્ષે 11 ડિસેમ્બરે ઉજવાય છે, કારણ કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ 1946માં આ તારીખે અમેરિકાના ન્યુયોર્ક ખાતે યુનિસેફની સ્થાપના કરી હતી. યુનિસેફ (UNICEF) નું પૂરું નામ યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ છે. તેનુ મુખ્ય મથક ન્યૂયોર્ક ખાતે સ્થિત છે. યુનિસેફ એ સંયુક્તરાષ્ટ્ર (UN)ની સંલગ્ન સંસ્થા છે. વર્ષ 1953માં યુનિસેફ સંયુક્ત રાષ્ટ્રનું સ્થાયી સદસ્ય બન્યું હતું. યુનિસેફનું ધ્યેય સુત્ર For Every child છે.

યુનિસેફ બાળકો અને ટીનેજે હિંસા અને શોષણથી બચાવવાની કામગીરી કરે છે. યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ અથવા યુનિસેફની સ્થાપનાનો પ્રારંભિક...

Read more
આંતરરાષ્ટ્રીય સાર્વત્રિક આરોગ્ય કવરેજ દિવસ
આંતરરાષ્ટ્રીય સાર્વત્રિક આરોગ્ય કવરેજ દિવસ

આંતરરાષ્ટ્રીય સાર્વત્રિક આરોગ્ય કવરેજ દિવસ  અથવા યુનિવર્સલ હેલ્થ કવરેજ દિવસ તરીકે ઓળખાય છે, જે દર વર્ષે 12 ડિસેમ્બરે ઉજવાય છે, જેનો હેતુ દરેક વ્યક્તિને ગુણવત્તાયુક્ત અને સસ્તું આરોગ્ય સેવાઓ મળે તે સુનિશ્ચિત કરવાનો છે, જેમાં ભારતની આયુષ્માન ભારત જેવી યોજનાઓનો સમાવેશ થાય છે.   મુખ્ય મુદ્દાઓ: નામ: આંતરરાષ્ટ્રીય સાર્વત્રિક આરોગ્ય કવરેજ દિવસ (International Universal Health Coverage Day). તારીખ: દર વર્ષે 12 ડિસેમ્બર. હેતુ: વિશ્વભરમાં દરેક વ્યક્તિ માટે ગુણવત્તાયુક્ત, સસ્તું આરોગ્ય સેવાઓ સુલભ બનાવવાની જાગૃતિ ફેલાવવી. પ્રેરણા: સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા ઠરાવને કારણે આ દિવસની ઉજવણી થાય છે, જે દેશોને તેમના નાગરિકો માટે આરોગ્ય સેવાઓ પૂરી પાડવા પ્રોત્સાહિત કરે છે. ભારતમાં: આયુષ્માન ભારત (PM-JAY) જેવી યોજનાઓ દ્વારા સાર્વત્રિક આરોગ્ય કવરેજ લાગુ કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ આર્થિક મુશ્કેલીઓ વિના આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો છે. "Health for All" (સૌનું આરોગ્ય) ના વિચારને પ્રોત્સાહન આપવા માટે આ દિવસ ઉજવાય છે. 

12th December

Read more
આંતરરાષ્ટ્રીય સાર્વત્રિક આરોગ્ય કવરેજ દિવસ
12th December
આંતરરાષ્ટ્રીય સાર્વત્રિક આરોગ્ય કવરેજ દિવસ  અથવા યુનિવર્સલ હેલ્થ કવરેજ દિવસ તરીકે ઓળખાય છે, જે દર વર્ષે 12 ડિસેમ્બરે ઉજવાય છે, જેનો હેતુ દરેક વ્યક્તિને ગુણવત્તાયુક્ત અને સસ્તું આરોગ્ય સેવાઓ મળે તે સુનિશ્ચિત કરવાનો છે, જેમાં ભારતની આયુષ્માન ભારત જેવી યોજનાઓનો સમાવેશ થાય છે.   મુખ્ય મુદ્દાઓ:
  • નામ: આંતરરાષ્ટ્રીય સાર્વત્રિક આરોગ્ય કવરેજ દિવસ (International Universal Health Coverage Day).
  • તારીખ: દર વર્ષે 12 ડિસેમ્બર.
Read more
ગૌરીશંકર જોશીની જન્મજયંતી
ગૌરીશંકર જોશીની જન્મજયંતી

' મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ વિચારવાની શરૂઆત કરે તો અડધું જગત શાંત થઇ જાય ' આ તત્વજ્ઞાનના સર્જક ધૂમકેતુનો જન્મ ૧૨ ડિસેમ્બર, ૧૮૯૨ના રોજ સૌરાષ્ટ્રના જલારામધામ વીરપુરમાં થયો હતો. તેમનું મૂળનામ ગૌરીશંકર ગૌવર્ધનરામ જોશી છે. તેમણે ૧૯૧૪ માં મૅટ્રિક પાસ કર્યુ હતુ. ત્યારબાદ ૧૯૨૦માં અંગ્રેજી -સંસ્કૃત વિષયો સાથે બી.એ (બેચલર ઓફ આર્ટસ) ની પદવી મેળવી હતી. ગોંડલ રાજ્યની રેલવે ઑફિસમાં અને પછી ગોંડલની હાઈસ્કૂલમાં નોકરી કરી હતી. ૧૯૨૩થી અમદાવાદમાં સ્થાયી થયા. પ્રારંભમાં અંબાલાલ સારાભાઈના બંગલાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે અને પછી સર ચીનુભાઈ બેરોનેટના બંગલાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું. નાનપણમાં સાંભળેલી વાર્તાઓ, બાલ્યાવસ્થાનો વાચનશોખ, શ્રીમન્ નથુરામ શર્માના આશ્રમનું પુસ્તકાલય, આસપાસની પ્રકૃતિ આદિ ધૂમકેતુના સાહિત્યસર્જનનાં મહત્વનાં પ્રેરક બળો રહ્યાં. ૧૯૪૪માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૫ મા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ રહ્યા હતા.  ૧૯૫૭-૫૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીના ગુજરાતી ભાષાના સલાહકાર બોર્ડમાં સભ્ય રહ્યા હતા. સાહિત્ય સર્જન ક્ષેત્રે તણખામંડળ ભાગ ૧ થી ૪, અવશેષ, પ્રદીપ, ત્રિભેટો, આકાશદીપ, આમ્રપાલી, ચંદ્રલેખા, જેવા વાર્તાસંગ્રહો ઉપરાંત અનેક ઐતિહાસિક અને સામાજિક નવલકથાઓ તથા જીવનપંથ અને જીવનરંગ જેવા આત્મકથાનકો લખ્યાં છે. ટૂંકીવાર્તાના ક્ષેત્રે પોસ્ટ ઓફિસ, ભૈયાદાદા વગેરે આપણી ભાષામાં સર્વાધિક લોકપ્રિય વાર્તાઓ રહી છે. ગુજરાતી સાહિત્યમાં સર્જનાત્મક યોગદાન બદલ ૧૯૩૫માં ધૂમકેતુને રણજીતરામ સુવર્ણચંદ્રક આપવાનું નક્કી થયું હતું પણ તેઓએ તેને પરત કર્યો હતો. ૧૯૫૩માં તેઓને નર્મદ સુવર્ણચંદ્રક એનાયત કરાયો હતો. ગુજરાતી ટૂંકીવાર્તાના સીમાસ્તંભ અને અત્યંત લોકપ્રિય સાહિત્યકાર ધૂમકેતુનું ૧૧ માર્ચ, ૧૯૬૫ના રોજ ૭૨ વર્ષની વયે અવસાન થયું હતું.

12th December

Read more
ગૌરીશંકર જોશીની જન્મજયંતી
12th December

' મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ વિચારવાની શરૂઆત કરે તો અડધું જગત શાંત થઇ જાય '

આ તત્વજ્ઞાનના સર્જક ધૂમકેતુનો જન્મ ૧૨ ડિસેમ્બર, ૧૮૯૨ના રોજ સૌરાષ્ટ્રના જલારામધામ વીરપુરમાં થયો હતો. તેમનું મૂળનામ ગૌરીશંકર ગૌવર્ધનરામ જોશી છે. તેમણે ૧૯૧૪ માં મૅટ્રિક પાસ કર્યુ હતુ. ત્યારબાદ ૧૯૨૦માં અંગ્રેજી -સંસ્કૃત વિષયો સાથે બી.એ (બેચલર ઓફ આર્ટસ) ની પદવી મેળવી હતી. ગોંડલ રાજ્યની રેલવે ઑફિસમાં અને પછી ગોંડલની હાઈસ્કૂલમાં નોકરી કરી હતી.

૧૯૨૩થી અમદાવાદમાં સ્થાયી થયા....

Read more
હાજી અલારખિયાની જન્મજયંતી
હાજી અલારખિયાની જન્મજયંતી

પોતાના સામયિક પાછળ ખુવાર થઈ જનાર ગુજરાતી ભાષાના જાણીતાં સાહિત્યકાર, પત્રકાર તેમજ લેખક અલારખિયા હાજી મહમ્મદ શિવજી નો જન્મ ૧૩ ડિસેમ્બર,૧૮૭૯ ના રોજ મુંબઈ ખાતે થયો ખોજા ઈસ્લામિક કુટુંબમાં થયો હતો. તેમનું મૂળ વતન કચ્છ હતું. બાળપણમાં એમણે થોડો સમય પોતાના ઘરે ગુજરાતી ભાષાનો અભ્યાસ કર્યા બાદ ફોર્ટ હાઈસ્કૂલમાં અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધીનું શિક્ષણ લીધું હતું. સૌપ્રથમ સચિત્ર સામયિક ગુજરાતીમાં પ્રગટ કરનાર હાજી મહમ્મદ હતા. ઈ.સ. ૧૮૯૫ થી એમણે અંગ્રેજી, હિંદી, ફારસી અને મરાઠીનો અભ્યાસ કર્યો હતો. ગુજરાતીમાં 'ધ સ્ટ્રાન્ડ મેગેઝિન' જેવા સામયિક લાવવા માટે, તેમણે 'વીસમી સદી' અખબારની સ્થાપના કરી હતી, જે ૧૯૧૪માં એક સચિત્ર સામયિક હતું અને ૧૯૧૬ થી ૧૯૨૦ સુધી પ્રકાશિત થયું હતું. તેમણે ત્રણ કૌટુંબિક હવેલીઓ વેચી અને સામયિક માટે આશરે ૧.૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું. તે લોકપ્રિય બન્યું પણ તેમણે તેમાંથી ક્યારેય પૈસા વસૂલ્યા નહીં. આ ઉપરાંત તેઓ ચિત્રકળાના પણ મર્મજ્ઞ હતા. સાહિત્યકાર કરતાં પત્રકારક્ષેત્રમાં વધુ કાર્ય કરનાર હાજી મહમ્મદે 'સલીમ' ઉપનામથી મોગલ રંગ મહેલ', 'શીશ મહેલ' જેવી વાર્તાઓ અને કેટલાક અનુવાદો પણ કર્યા છે. આ ઉપરાંત એમણે ઉર્દૂ શાયરીઓથી ભરપૂર નાટક 'મહેરુન્નીસા અથવા શહેનશાહ જહાંગીર અને નૂરજહાંનો પ્રેમ’ તથા આત્મવિધા પર લખાયેલી નવલકથા 'રશીદા' પણ લખ્યાં છે. સાહિત્યના ઉત્કર્ષ ખાતર માત્ર ૪૨ વર્ષનું આયુષ્ય ભોગવીને ભગીરથ કાર્ય કરનાર હાજી મહમ્મદનું ૨૧ જાન્યુઆરી,૧૯૨૧ ના રોજ મુંબઈ ખાતે અકસ્માતમાં અવસાન થયું હતું.

13th December

Read more
હાજી અલારખિયાની જન્મજયંતી
13th December

પોતાના સામયિક પાછળ ખુવાર થઈ જનાર ગુજરાતી ભાષાના જાણીતાં સાહિત્યકાર, પત્રકાર તેમજ લેખક અલારખિયા હાજી મહમ્મદ શિવજી નો જન્મ ૧૩ ડિસેમ્બર,૧૮૭૯ ના રોજ મુંબઈ ખાતે થયો ખોજા ઈસ્લામિક કુટુંબમાં થયો હતો. તેમનું મૂળ વતન કચ્છ હતું. બાળપણમાં એમણે થોડો સમય પોતાના ઘરે ગુજરાતી ભાષાનો અભ્યાસ કર્યા બાદ ફોર્ટ હાઈસ્કૂલમાં અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધીનું શિક્ષણ લીધું હતું.

સૌપ્રથમ સચિત્ર સામયિક ગુજરાતીમાં પ્રગટ કરનાર હાજી મહમ્મદ હતા. ઈ.સ. ૧૮૯૫ થી એમણે અંગ્રેજી, હિંદી, ફારસી અને મરાઠીનો અભ્યાસ કર્યો હતો. ગુજરાતીમાં 'ધ સ્ટ્રાન્ડ મેગેઝિન' જેવા...

Read more