-
સીમા સુરક્ષા દળ સ્થાપના દિન
સીમા સુરક્ષા દળ સ્થાપના દિન
1 ડિસેમ્બર, 1965 ના રોજ ભારતની પ્રથમ લાઇન ઓફ ડિફેન્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની રચના કરવામાં આવી હતી. BSF એ ભારતનું પ્રાથમિક સરહદ રક્ષક દળ છે. આ અર્ધલશ્કરી દળ ભારતના પાંચ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાંનું એક છે. તેનો ઉદ્દેશ શાંતિકાળ દરમિયાન દેશની ભૂમિ સરહદની રક્ષા કરવાનો છે અને આંતરરાષ્ટ્રીય ગુનાઓને રોકવાનો પણ છે.
BSF ની સ્થાપના પાકિસ્તાન સાથેના 1965 ના યુદ્ધ પછી કરવામાં આવી હતી. તે સમય સુધી રાજ્ય આર્દ્ર પોલીસ બટાલિયન દ્વારા પાકિસ્તાન સાથેની સરહદની સુરક્ષા કરવામાં આવતી હતી. જ્યારે પાકિસ્તાની આક્રમણનો સામનો કરવો પડ્યો ત્યારે તે અપૂરતું સાબિત થયું અને ત્યારે ભારતની સરહદોનું સંચાલન અને રક્ષણ કરવા માટે વિશિષ્ટ સશસ્ત્ર દળની આવશ્યકતા સમજાઈ. સચિવોની સમિતિની ભલામણને આધારે 1 ડિસેમ્બર, 1965 ના રોજ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની સ્થાપના કરવામાં આવી. BSF ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. તે હાલમાં વિશ્વનું સૌથી મોટું સરહદ રક્ષક દળ છે. આ સંસ્થાના પ્રથમ વડા અને સ્થાપક કે. એફ. રૂસ્તમજી (IPS) હતા. BSFની સ્થાપના થઈ ત્યારે 25 બટાલિયન હતી. હાલમાં લગભગ 186 બટાલિયન છે અને તેમાં 2 લાખ થી વધુ જવાનો છે. તેની પાસે ઍર વિંગ, મરીન વિંગ, કમાન્ડો યુનિટ અને આર્ટિલરી રેજિમેન્ટ પણ છે. BSF પાસે અધિકારીઓની કેડર છે, પરંતુ મહાનિર્દેશક (ડાયરેક્ટર જનરલ) હંમેશાં ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી હોય છે.
BSFનો ધ્યેયમંત્ર છે: "કોઈપણ કાર્ય, કોઈપણ સમયે અને કોઈપણ જગ્યાએ." તેનું સૂત્ર છે "જીવન પર્યંત કર્તવ્ય.” ભારતની સરહદોનું સંચાલન અને રક્ષણ કરવા ઉપરાંત, BSF કુદરતી આફતો દરમિયાન રાહત કામગીરીમાં પણ જોડાય છે. તે United Nations (UN) મિશન માટે કર્મચારીઓને પણ મોકલે છે. BSF પાસે પરમાણુ, જૈવિક અને રાસાયણિક (NBC) આપત્તિઓ સહિત તમામ પ્રકારની આપત્તિઓનો સામનો કરવા માટે વિશેષ બટાલિયન છે. ગુજરાતની પાકિસ્તાન સાથેની નડાબેટ બોર્ડર પર BSF દ્વારા રીટ્રીટ (પરેડ) થાય છે. જેમાં મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહે છે.
1971 માં ભારત-પાકિસ્તાન યુદ્ધ, ઓપરેશન બ્લ્યુ સ્ટાર, ઓપરેશન બ્લેક થંડર, કારગીલ યુદ્ધમાં ઓપરેશન વિજય અને 2000ના દાયકામાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે સરહદી અથડામણમાં BSFની મુખ્ય ભૂમિકા રહી હતી.
શાંતિના સમયમાં સરહદી વિસ્તારોમાં રહેતા લોકોમાં સુરક્ષાની ભાવનાને પ્રોત્સાહન આપવું, સરહદ પર દાણચોરી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવી, ભારતમાં અનધિકૃત પ્રવેશ અથવા બહાર નીકળવા સહિત સરહદ પારના ગુનાઓ અટકાવવા તેમજ ઘૂસણખોરી અટકાવવી અને સરહદ પારની ગુપ્ત માહિતી એકત્રિત કરવી જેવી પ્રવૃત્તિઓ BSF દ્વારા કરવામાં આવે છે. જ્યારે યુદ્ધ દરમિયાન સોંપાયેલ ક્ષેત્રોનો બચાવ, દુશ્મન દળો સામે મર્યાદિત આક્રમક કાર્યવાહીમાં વ્યસ્ત રહેવું, સેના દ્વારા જીતાયેલા દુશ્મન પ્રદેશના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી, સરહદી વિસ્તારોમાં સેનાના માર્ગદર્શક તરીકે કામ કરવું જેવાં કાર્યો પણ કરે છે.