-
વિશ્વ એઇડ્સ દિન
વિશ્વ એઇડ્સ દિન
વિશ્વભરમાં એચ.આઈ.વી. (એઇડ્સ) સંક્રમણ પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે 1 ડિસેમ્બર ના રોજ વિશ્વ એઇડ્સ દિન મનાવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ સૌ પ્રથમ ઑગસ્ટ, 1987 માં વિશ્વ એઇડ્સ દિનને વૈશ્વિક સ્તરે ઉજવવાની શરૂઆત કરી હતી.
એઇડ્સ આધુનિક સમયની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી એક છે. એચ.આઈ.વી. (એઇડ્સ) એક પ્રકારના જીવલેણ ઇન્ફેક્શનથી થતી ગંભીર બીમારી છે, તેને મેડિકલની ભાષામાં ‘હ્યુમન ઇમ્યૂનો ડેફિશિયન્સી વાયરસ' એટલે કે એઇડ્સ ના નામથી ઓળખવામાં આવે છે. બોલચાલમાં એઇડ્સ એક્વાયર્ડ ઇમ્યૂન ડેફિશિયન્સી સિન્ડ્રોમના નામથી ઓળખાય છે. આ રોગમાં જીવલેણ ઇન્ફેક્શન વ્યક્તિના શરીરની ઇમ્યૂન સિસ્ટમ પર હુમલો કરે છે જેના કારણે શરીર સામાન્ય બીમારીઓ સામે પણ લડવામાં સક્ષમ રહેતું નથી. વર્ષ 1986 માં ભારતમાં એઇડ્સનો પ્રથમ કેસ જોવા મળ્યો હતો. ભારતમાં એચ. આઈ. વી. એઇડ્સના દર્દીઓની સંખ્યા લાખોમાં છે. વિશ્વમાં દરરોજ સેંકડો બાળકો એચ.આઈ.વી.ગ્રસ્ત જન્મે છે, જેમાંથી આશરે 30 ટકા જેટલાં મૃત્યુ પામે છે.
અન્ય રોગોની સરખામણીએ એઇડ્સના દર્દીઓને સમાજ વચ્ચે જીવવામાં ઘણા માનસિક તણાવોમાંથી પસાર થવું પડે છે, ગામડાંઓમાં આ રોગ વિશે જોઈએ તેટલી માહિતીનો અભાવ હોવાથી આ રોગની લાક્ષણિકતાઓ જલદી જાણી શકાતી નથી પરિણામે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ છે. લોકોમાં આ રોગ વિશે પ્રવર્તતી ગેરમાન્યતાઓ દૂર થાય અને સમાજમાં આ રોગના દર્દીનો હૂંફ અને લાગણીથી સ્વીકાર થાય.
એઇડ્સ થવાનાં કારણો
અસલામત જાતીય સંબંધ, સંક્રમિત લોહી ચઢાવવું. એચ. આઈ. વી સંક્રમિત મહિલાઓનાં બાળકોમાં, એકવાર ઉપયોગમાં લેવાયેલ ચેપી સિરીજ (સોય)નો બીજીવાર ઉપયોગ કરવાથી, ઇન્ફેક્ટેડ (ચેપી) બ્લેડનો ઉપયોગ કરવો વગેરે.
એઇડ્સ મહિલાઓ તથા છોકરીઓને વિશેષ અસર કરે છે. જાતીય સમાગમ દરમિયાન આ રોગનો ચેપ સામાન્યતઃ પુરુષો કરતાં મહિલાઓને વધુ ઝડપથી અસર કરતો હોય છે. એઇડ્સગ્રસ્ત માતા દ્વારા જ બાળકને ચેપ લાગવાની વધુ શક્યતા હોય છે.
એઇડ્સ એક એવો રોગ છે કે, જેને પોતાનાં આગવાં કોઈ ચિહ્નો નથી. સામાન્યતઃ રોગના કોઈ દેખીતા કારણ સિવાય જ આવી વ્યક્તિના શરીરના વજનમાં માત્ર એક માસ જેટલા ટૂંકા સમયગાળામાં જ 10 ટકા કે તેથી વધુ ઘટાડો થાય છે. કોઈ કારણોસર એક માસથી વધુ સમય માટે તાવ અને ઉધરસ ચાલુ રહેતી હોય છે. ચામડી ઉપર ડાઘ પડે તેમજ ખંજવાળ પણ આવતી હોય છે. જીભ ઉપર છારી બાઝતી હોય છે તથા શરીરની લસિકા ગ્રંથિઓમાં સોજો પણ આવતો હોય છે.
એચ.આઈ.વી. (એઇડ્સ)થી બચાવના ઉપાય
• કિશોરાવસ્થાથી જ યૌન રોગો અને એઇડ્સ સંદર્ભે જાણકારી આપવી.
• યૌન રોગો તથા એઇડ્સ સલાહ કેન્દ્ર અને સ્વાસ્થ્ય કેન્દ્રમાંથી મળતી સલાહ અને સારવાર સેવાઓનો ઉપયોગ કરવો.
• લાયસન્સ ધરાવતી બ્લડ બૅન્કો પાસેથી જ એઇડ્સના પરીક્ષણ બાદ લોહી લેવું જોઈએ.
• બીજાએ ઉપયોગ કરેલ હોય તેવાં ટૂથબ્રશ, રેઝર, બ્લેડ જેવાં સાધનોનો ઉપયોગ ન કરવો જોઈએ.
• અસલામત જાતીય સંબંધો ટાળવા જોઈએ.