રાજકોટ કોલ્ડસિટી બન્યું: 9.2 ડિગ્રી સાથે રાજ્યનું બીજું ઠંડું શહેર, ઠંડા પવનોથી ધ્રુજારી.
રાજકોટ કોલ્ડસિટી બન્યું: 9.2 ડિગ્રી સાથે રાજ્યનું બીજું ઠંડું શહેર, ઠંડા પવનોથી ધ્રુજારી.
Published on: 26th January, 2026

ગુજરાતમાં શિયાળાનો અહેસાસ, રાજકોટ 9.2 ડિગ્રી સાથે બીજું સૌથી ઠંડું શહેર બન્યું. ઉત્તર ભારતમાં હિમવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઠંડી વધી. 48 કલાકથી રાજકોટમાં હાડ થીજવતી ઠંડી, ઠંડા પવનોથી લોકો ગરમ કપડાંમાં લપેટાયા. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બેથી ત્રણ દિવસમાં મિશ્ર ઋતુનો અનુભવ થશે. જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવી શકે છે.