મોરબીમાં રાષ્ટ્રીય રમત દિવસે 7 KM સાયકલ રેલી: ધારાસભ્યો, અધિકારીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા.
Published on: 31st August, 2025
મેજર ધ્યાનચંદ જન્મજયંતિ પર મોરબીમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી થઈ. 'ખેલે ભી ખીલે ભી' થીમ સાથે સાયકલ રેલી યોજાઈ, જે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલ સ્ટેચ્યુ સુધી ગઈ. 7 KM લાંબી રેલીમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરીયા જોડાયા. SP મુકેશ પટેલ, DYSP સહિત અધિકારીઓ, DLSS ના રમતવીરો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો. લોકોમાં તંદુરસ્તી અંગે જાગૃતિ ફેલાવવાનો આ રેલીનો હેતુ હતો. 'સાયકલ ઓન સંડે' થીમ સાથે ફિટનેસ જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો.

Published on: August 31, 2025