જુહાપુરામાં જાહેરમાં છરી-પથ્થરોથી મારામારી; યુવકને છરીના ઘા, મિત્રને ફટકાર્યો; ત્રણેય શખ્સ મોપેડમાં ફરાર.
જુહાપુરામાં જાહેરમાં છરી-પથ્થરોથી મારામારી; યુવકને છરીના ઘા, મિત્રને ફટકાર્યો; ત્રણેય શખ્સ મોપેડમાં ફરાર.
Published on: 01st September, 2025

અમદાવાદના જુહાપુરામાં સોનલ ચાર રસ્તા પાસે જાહેરમાં યુવક પર છરીથી હુમલો થયો, જેમાં બે ઈજાગ્રસ્ત થયા. VIDEO વાયરલ થતા વેજલપુર પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગાડી સીઝ કરવાનું કહી બબાલ શરૂ કરાઈ. ઓફિસથી ઘરે જતા યુવકને ગાડી સીઝ કરવાની વાત કરી માર માર્યો અને છરીથી હુમલો કર્યો. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા છે. શહેરની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે.