અમદાવાદ NEWS: સિવિલ હોસ્પિટલમાં 36 કલાકમાં 3 અંગદાન, અંગદાનથી અન્યને નવજીવન.
અમદાવાદ NEWS: સિવિલ હોસ્પિટલમાં 36 કલાકમાં 3 અંગદાન, અંગદાનથી અન્યને નવજીવન.
Published on: 01st September, 2025

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 36 કલાકમાં 3 અંગદાન થયા. 25 વર્ષીય જય પટેલને અકસ્માતમાં બ્રેઈન ડેડ જાહેર કરાયા. પરિવારે અંગદાનનો નિર્ણય લીધો, જેનાથી 4 દર્દીઓને નવું જીવન મળશે. સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ જયને બ્રેઈન ડેડ જાહેર કર્યો હતો. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 696 અંગોનું દાન મળ્યું છે, જેનાથી 674 વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે. ડો. રાકેશ જોશીએ આ માહિતી આપી.