જામનગરમાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતી બોગસ મહિલા ડોક્ટર ઝડપાઈ, SOGએ કાર્યવાહી કરી.
જામનગરમાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતી બોગસ મહિલા ડોક્ટર ઝડપાઈ, SOGએ કાર્યવાહી કરી.
Published on: 01st September, 2025

જામનગરના દરેડ GIDCમાં SOG પોલીસે ડિગ્રી વગર દવાખાનું ચલાવતી બાઘીબેન ખાટલીયાને પકડી. તેઓ 'જાહલ ક્લિનિક' ચલાવતા હતા અને દર્દીઓને દવાઓ આપતા હતા. પોલીસે મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ 1963 અને BNS કલમ 125 હેઠળ ગુનો નોંધી, રૂ. 4,979નો મુદ્દામાલ જપ્ત કર્યો. આ કાર્યવાહી PI બી.એન.ચૌધરી, PI એલ.એમ.ઝેર અને PI એ.વી.ખેરની ટીમે કરી હતી.