જામનગર: ગણેશ વિસર્જન દરમિયાન કરુણાંતિકા, તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારના બે બાળકો સહિત 3 લોકોના મોત.
જામનગર: ગણેશ વિસર્જન દરમિયાન કરુણાંતિકા, તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારના બે બાળકો સહિત 3 લોકોના મોત.
Published on: 01st September, 2025

જામનગરમાં ગણેશ વિસર્જન સમયે નાઘેડીના કબીર લહેર તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારના પ્રિતેશ રાવલ અને તેમના બે પુત્રો સહિત 3 લોકોના કરૂણ મોત થયા. રામેશ્વરની જલારામ પાર્ક સોસાયટીમાં રહેતા આ પરિવારના ત્રણેય સભ્યોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયા, સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું. Police વધુ તપાસ કરી રહી છે.