ઇન્સ્ટાગ્રામ રીલ્સને ફરીથી સરળતાથી જોવા માટેની માહિતી
ઇન્સ્ટાગ્રામ રીલ્સને ફરીથી સરળતાથી જોવા માટેની માહિતી
Published on: 05th November, 2025

જો તમે Instagram યુઝર છો, તો તમને Instagram રીલ્સ ફરી જોવાની સગવડની જરૂર પડશે. Instagram પર રીલ ગમી જાય અને ફરી જોવા માટે સેવ કરવી પડે છે. ઇન્સ્ટાગ્રામમાં Watch History નામે એક નવું ફીચર અથવા કહો કે બટન ઉમેરાઈ રહ્યું છે. જેને ક્લિક કરીને આપણે નજીકના ભૂતકાળમાં જોયેલી દરેક રીલ સહેલાઈથી ફરીથી જોઈ શકીશું એટલું જ નહીં આપણે આ બધી રીલ્સને ઓલ્ડેસ્ટ ટુ ન્યૂએસ્ટ અને ન્યૂએસ્ટ ટુ ઓલ્ડેસ્ટ એમ સોર્ટ પણ કરી શકીશું. આપણે કોઈ નિશ્ચિત તારીખ પસંદ કરીને અથવા ડેટ રેન્જ આપીને પણ પોતાની વોચ હિસ્ટ્રી જોઈ શકીશું.