ફતેપુરામાં આદિવાસીઓએ પૂર્વજોની યાદમાં 'સિરા' સ્થાપિત કરવા માટે પરંપરાનું પાલન કર્યું.
ફતેપુરામાં આદિવાસીઓએ પૂર્વજોની યાદમાં 'સિરા' સ્થાપિત કરવા માટે પરંપરાનું પાલન કર્યું.
Published on: 04th November, 2025

દેવ દિવાળીની ચૌદસે ફતેપુરા તાલુકાના આદિવાસી સમાજે દિવંગત પૂર્વજોની યાદમાં 'સિરા' ખરીદીને સ્થાપિત કરવાની તૈયારી કરી. આ પરંપરાના ભાગરૂપે બજાર માનવ મહેરામણથી ઊભરાયું. પરિવારો ઢોલ-નગારા સાથે નાચગાન કરતાં બજારમાં પહોંચ્યા. માર્બલના પથ્થરમાંથી બનાવેલા પાળિયાની ખરીદી કરી વિધિવત ઉજવણી કરી. 'ખત્રી' દ્વારા ભવિષ્યની જાણકારી મેળવી પરિવારની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી.