સાયબર ફ્રોડ: 'શાદી મેં જરૂર આના' મેસેજથી 90 હજારનો ચાંલ્લો કરાવી ઠગાઈ.
સાયબર ફ્રોડ: 'શાદી મેં જરૂર આના' મેસેજથી 90 હજારનો ચાંલ્લો કરાવી ઠગાઈ.
Published on: 04th November, 2025

વ્યારામાં નિવૃત્ત નાગરિકે APK ફાઇલ ડાઉનલોડ કરતા Google Pay માંથી રૂ. 90,000ની ઠગાઈ થઈ. મિત્રના WhatsApp થી 'શાદી મેં જરૂર આના' મેસેજ સાથે ફાઇલ આવી હતી. શેખે ફરિયાદ નોંધાવી, જેમાં "CSC E-Governance Services India" નામે ટ્રાન્સફર થયાનું જણાયું. સાયબર વિભાગ તપાસ કરી રહી છે અને અજાણી APK ફાઇલ ડાઉનલોડ ન કરવા ચેતવણી આપી છે. 1930 પર જાણ કરવા અનુરોધ છે.