યુટ્યૂબમાં શોર્ટ વીડિયો જોવાની આદત? YouTube shorts જોવાની લતથી બચવા માટે લિમિટ સેટ કરો.
યુટ્યૂબમાં શોર્ટ વીડિયો જોવાની આદત? YouTube shorts જોવાની લતથી બચવા માટે લિમિટ સેટ કરો.
Published on: 05th November, 2025

તમે દિવસમાં કેટલોક સમય યુટ્યૂબ પર વિતાવો છો? બની શકે કે તમને યુટ્યૂબ પર વીડિયો જોવાનું વ્યસન થઈ ગયું હોય. એમાં પણ હમણાં ગયેલી દિવાળીની રજાઓ દરમિયાન બીજું કંઈ કામ ન હોય એટલે યુટ્યૂબ પર વીડિયો જોવા એ જ આપણું મુખ્ય કામ બની ગયું હોઈ શકે. આ વાત ધ્યાને રાખીને યુટ્યૂબ પર હવે ખાસ શોર્ટ વીડિયો માટે ટાઇમર ઉમેરવામાં આવી રહ્યું છે. આ નવા ફીચરને કારણે હવે આપણે મોબાઇલમાં યુટ્યૂબ પર શોર્ટ્સ વીડિયો કેટલા પ્રમાણમાં સ્ક્રોલ કરવા તેની ડેઇલી લિમિટ સેટ કરી શકીશું. એ માટે આપણે યુટ્યૂબમાં સેટિંગ્સમાં જવાનું રહેશે. અહીંથી આપણે આખા દિવસમાં વધુમાં વધુ કેટલો સમય શોર્ટ વીડિયો જોવા માગીએ છીએ તેની લિમિટ નક્કી કરી શકીશું.