ભાસ્કર નોલેજ: મેડિકલ વિદ્યાર્થિનીનો ફોટો મોર્ફ કરી ન્યૂડ વીડિયો વાયરલ કરનાર પકડાયો.
ભાસ્કર નોલેજ: મેડિકલ વિદ્યાર્થિનીનો ફોટો મોર્ફ કરી ન્યૂડ વીડિયો વાયરલ કરનાર પકડાયો.
Published on: 05th November, 2025

સોશિયલ મીડિયા પર પ્રસ્તાવ ન સ્વીકારતા યુવકે ઉશ્કેરાઈ મેડિકલની વિદ્યાર્થીનીનો મોર્ફ કરેલો ન્યૂડ વીડિયો વાયરલ કર્યો. ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. યુવતીની પ્રોફાઇલમાં રહેલા મિત્રો અને ભાઈને પણ મેસેજ કર્યો હતો, જેમાં બીભત્સ લખાણ લખ્યું હતું અને મોર્ફ કરેલો ન્યૂડ વીડિયો મોકલ્યો હતો. પોલીસે કૃણાલ પટેલ નામના B.Tech થયેલ યુવકની ધરપકડ કરી છે. સાયબર એક્સપર્ટ આશિષ પટેલે સોશિયલ મીડિયાનો ઉપયોગ સાવચેતીથી કરવાની સલાહ આપી છે.