વર્લ્ડ કપ જીત્યા બાદ પણ ભારતીય ટીમ પાસેથી ટ્રોફી પાછી લેવાશે, કારણ જાણો.
વર્લ્ડ કપ જીત્યા બાદ પણ ભારતીય ટીમ પાસેથી ટ્રોફી પાછી લેવાશે, કારણ જાણો.
Published on: 04th November, 2025

Women World Cup 2025માં ભારતીય ટીમે ICC મહિલા ODI વર્લ્ડ કપ ટ્રોફી જીતી, પરંતુ ICCના 26 વર્ષ જૂના નિયમ પ્રમાણે આ ટ્રોફી લાંબો સમય ટીમ પાસે રહેશે નહીં. નિયમ મુજબ વિજેતા ટીમને મૂળ ટ્રોફી કાયમી ધોરણે આપવામાં આવતી નથી. વિજેતા ટીમને માત્ર ફોટોશૂટ અને વિક્ટ્રી પરેડ માટે જ મૂળ ટ્રોફી રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ ટ્રોફી ICCના દુબઈ હેડક્વાર્ટરમાં પરત કરવામાં આવે છે. આ નિયમ ટ્રોફીને ચોરી અથવા નુકસાનથી બચાવવા માટે બનાવવામાં આવ્યો છે. વિજેતા ટીમને પાછળથી એક રેપ્લિકા ટ્રોફી (પ્રતિકૃતિ) રજૂ કરવામાં આવે છે, જે મૂળ ટ્રોફી જેવી જ હોય છે અને તે કાયમી ધોરણે તેમની પાસે રહે છે.