શેફાલી વર્મા: છોકરીઓ માટે એકેડેમી નહોતી તો વાળ કાપી છોકરો બનીને રમી
શેફાલી વર્મા: છોકરીઓ માટે એકેડેમી નહોતી તો વાળ કાપી છોકરો બનીને રમી
Published on: 03rd November, 2025

સાઉથ આફ્રિકા સામે વર્લ્ડ કપની ફાઇનલમાં 21 વર્ષની શેફાલી વર્માએ ધમાલ મચાવી દીધી હતી. તેણે બેટિંગ અને બોલિંગમાં કમાલ કર્યો. માત્ર 15 વર્ષની ઉંમરે શેફાલીએ ભારતીય મહિલા T20 ક્રિકેટ ટીમમાં જગ્યા બનાવી લીધી હતી. જૂન 2021 આવતા આવતા તે મહિલા ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરનારી સૌથી ઓછી ઉંમરની ખેલાડી બની ગઈ હતી. શેફાલીને શરૂઆતમાં છોકરાના રૂપમાં ટ્રેનિંગ લેવી પડી હતી, કારણ કે તેના શહેરમાં છોકરીઓ માટે કોઈ ક્રિકેટ એકેડેમી નહોતી. તેના પિતાના કહેવા પર તેણે પોતાના વાળ કપાવી નાખ્યા હતા, કારણ કે હરિયાણાના રોહતક જિલ્લાની તમામ ક્રિકેટ એકેડેમીએ તેને પ્રવેશ આપવાની ના પાડી દીધી હતી.