149 મિલિયન પાસવર્ડ લીક: તમારા ઑનલાઇન એકાઉન્ટ્સની સુરક્ષા તપાસો.
149 મિલિયન પાસવર્ડ લીક: તમારા ઑનલાઇન એકાઉન્ટ્સની સુરક્ષા તપાસો.
Published on: 24th January, 2026

Data Leak: 149 મિલિયનથી વધુ યુઝરનેમ અને પાસવર્ડ લીક થયા છે, જેમાં Instagram, Gmail અને OnlyFans એકાઉન્ટ્સ પણ સામેલ છે. આ લીક સાયબરસિક્યુરિટી રિસર્ચર જેરેમાયા ફાઉલરે શોધ્યું છે. આ ડેટા એક અનપ્રોટેક્ટેડ ડેટાબેઝમાં શોધાયો, જે પાસવર્ડ કે એન્ક્રિપ્શન વગર ખુલ્લો હતો. લીક થયેલા ડેટા રેકોર્ડ્સમાં લગભગ દરેક મોટા ઑનલાઇન સર્વિસના લોગિન સામેલ છે.