સર ટી. હોસ્પિટલના નવા રસ્તા બનાવવામાં તંત્રની ઢીલી કામગીરીથી દર્દીઓને મુશ્કેલી.
સર ટી. હોસ્પિટલના નવા રસ્તા બનાવવામાં તંત્રની ઢીલી કામગીરીથી દર્દીઓને મુશ્કેલી.
Published on: 26th January, 2026

ભાવનગરની સર ટી. હોસ્પિટલના રસ્તાનું કામ ધીમી ગતિએ થવાથી દર્દીઓ પરેશાન છે. હોસ્પિટલ જતા રસ્તાને ખોદીને નવો બનાવવાનું શરૂ કરાયું છે, પરંતુ કામગીરી ધીમી હોવાથી એમ્બ્યુલન્સ અને દર્દીઓને તકલીફ પડે છે. કાળાનાળાથી નિલમબાગ સર્કલ સુધીનો રોડ તોડી નવો બનાવવાની જરૂર નહોતી. વડાપ્રધાન માટે એરપોર્ટનો રોડ એક દિવસમાં બને તો આ રોડનું કામ જલદી થવું જોઈએ, જેમાં BimS Hospital પણ આવેલી છે.