શ્રાવણ વિશેષ: કર્ણમુક્તેશ્વર મંદિરમાં મહિલાઓ દ્વારા મહામૃત્યુંજય જાપ-યજ્ઞોનું આયોજન થાય છે.
શ્રાવણ વિશેષ: કર્ણમુક્તેશ્વર મંદિરમાં મહિલાઓ દ્વારા મહામૃત્યુંજય જાપ-યજ્ઞોનું આયોજન થાય છે.
Published on: 04th August, 2025

અમદાવાદના નગરદેવતા શ્રી કર્ણમુક્તેશ્વર મહાદેવનું ૧૫૦૦ વર્ષ જૂનું મંદિર સારંગપુર દરવાજા પાસે આવેલું છે, જ્યાં શ્રાવણ મહિનામાં મહિલાઓ મહામૃત્યુંજય જાપ-યજ્ઞો કરે છે. સોલંકી યુગની સ્થાપત્યકલાનું પ્રતિક આ મંદિરમાં શિવલિંગ પર હીરો જડેલો હતો, જે ચોરાઈ ગયો. કર્ણદેવે આશાવલ્લીને હરાવી મંદિર બનાવ્યું હતું. આ મંદિર પહેલાં યાત્રાધામ ગણાતું હતું.