ટીકર ગામનો નર્મદા કેનાલનો પુલ જર્જરિત થતા અકસ્માતનો ભય. જલ્દી સમારકામ થાય એવી લોકોની માંગ.
ટીકર ગામનો નર્મદા કેનાલનો પુલ જર્જરિત થતા અકસ્માતનો ભય. જલ્દી સમારકામ થાય એવી લોકોની માંગ.
Published on: 16th December, 2025

હળવદ તાલુકાના ટીકર ગામ પાસે નર્મદા કેનાલ પરનો પુલ જર્જરિત છે, જે અકસ્માતનું કારણ બની શકે છે. વર્ષો પહેલા બનેલો આ પુલ બિસમાર હાલતમાં છે. ખેડૂતો અને વાહન ચાલકોને ભારે વાહનો સાથે પસાર થવું પડે છે. પુલના સળિયા અને સિમેન્ટ કોંક્રેટ પણ ઉખડી ગયા છે. ઘાટીલામાં આવેલા મેલડી માતાજીના મંદિરે દર્શનાર્થે આવતા લોકોને પણ અકસ્માતનો ભય રહે છે. વહેલી તકે સમારકામની માંગ છે.