શ્રાવણના છેલ્લા સોમવારે પાટણમાં ભક્તિમય માહોલ: મંદિરોમાં ભક્તોની ભીડ.
શ્રાવણના છેલ્લા સોમવારે પાટણમાં ભક્તિમય માહોલ: મંદિરોમાં ભક્તોની ભીડ.
Published on: 18th August, 2025

પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે પાટણ શહેરના શિવમંદિરોમાં ભક્તિમય વાતાવરણ રહ્યું. સિધ્ધનાથ મહાદેવ, બગેશ્વર મહાદેવ સહિત 14 પ્રમુખ શિવમંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જામી હતી. શિવભક્તોએ બિલીપત્ર, દૂધ અને જળથી શિવજીનો અભિષેક કર્યો. સાંજે શિવમંદિરોમાં નયનરમ્ય આરતી યોજાશે જેમાં ભાવિક ભક્તો દર્શનનો લાભ લેશે. શ્રાવણ માસના આ છેલ્લા સોમવારે ભક્તોમાં અનેરો ઉત્સાહ હતો.