અંબાજી: રાત્રે ભારે વરસાદથી સોસાયટી, ધર્મશાળામાં પાણી ઘૂસ્યા, મુખ્ય બજારમાં નદીની જેમ પાણી વહેતું થયું.
અંબાજી: રાત્રે ભારે વરસાદથી સોસાયટી, ધર્મશાળામાં પાણી ઘૂસ્યા, મુખ્ય બજારમાં નદીની જેમ પાણી વહેતું થયું.
Published on: 25th August, 2025

બનાસકાંઠાના અંબાજીમાં ધોધમાર વરસાદથી સોસાયટીઓ અને ધર્મશાળાના ગેટમાં પાણી ઘૂસ્યા, હાઇવે પર પાણી ભરાયા, પોલીસ સ્ટેશન પાસે હાઇવે માર્ગ ગરકાવ થયો. મુખ્ય બજારમાં નદીની જેમ પાણી વહેતા ટ્રાફિક જામ થયો, લોકો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.