જલાલપોરમાં ગણેશ મૂર્તિ લાવતી વખતે હાઈટેન્શન વાયર અડતાં દુર્ઘટના, 2નાં મોત અને 5 લોકો ઈજાગ્રસ્ત.
જલાલપોરમાં ગણેશ મૂર્તિ લાવતી વખતે હાઈટેન્શન વાયર અડતાં દુર્ઘટના, 2નાં મોત અને 5 લોકો ઈજાગ્રસ્ત.
Published on: 26th August, 2025

નવસારીના જલાલપોરમાં ગણપતિ મહોત્સવમાં મૂર્તિ લાવતી વખતે લોખંડનો પાઈપ હાઈટેન્શન વાયરને અડતાં 7 લોકોને કરંટ લાગ્યો, જેમાં પ્રિતેશ અને મિતુલ પટેલનું મોત થયું, જ્યારે કેયુર, નિશાંત, વિજય, કરીશ અને નિલેશ પટેલ ઈજાગ્રસ્ત થયા. 9 ફૂટથી ઊંચી મૂર્તિ લાવવા પર પ્રતિબંધ હોવા છતાં મોટી મૂર્તિઓ જોવા મળી, પોલીસે તપાસ શરૂ કરી. એક જ દિવસમાં 3 અકસ્માતોમાં 4 લોકોના મોત થયા.