સંખારીમાં વૃક્ષારોપણ પ્રોજેક્ટ: 3 હેક્ટરમાં 80 પ્રજાતિના 30,000 વૃક્ષો ઉગાડાશે.
સંખારીમાં વૃક્ષારોપણ પ્રોજેક્ટ: 3 હેક્ટરમાં 80 પ્રજાતિના 30,000 વૃક્ષો ઉગાડાશે.
Published on: 14th August, 2025

"એક પેડ માં કે નામ 2.0" હેઠળ સંખારી ગામે 3 હેક્ટરમાં 30,000 વૃક્ષોનું વાવેતર થશે. જેમાં લીમડા, પીપળા અને જાંબુ સહિત 80 પ્રજાતિના ફળ, ફૂલ અને ઔષધીય વૃક્ષો ઉગાડવામાં આવશે. આ પ્રોજેક્ટથી ગામ રમણીય બનશે. કાર્યક્રમમાં સરપંચ જયેશભાઈ પટેલ તથા વન વિભાગના અધિકારીઓ એસ.એસ. પરમાર અને વી.એસ. ઠાકોર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.