પાલનપુરના દર્દીને ફેફસાં-કિડનીની બીમારીમાંથી મુક્તિ: ધારપુર હોસ્પિટલમાં 28 દિવસની સારવાર બાદ વેન્ટિલેટરથી મુક્તિ.
પાલનપુરના દર્દીને ફેફસાં-કિડનીની બીમારીમાંથી મુક્તિ: ધારપુર હોસ્પિટલમાં 28 દિવસની સારવાર બાદ વેન્ટિલેટરથી મુક્તિ.
Published on: 26th August, 2025

જી.એમ.ઇ.આર.એસ. ધારપુર હોસ્પિટલમાં પાલનપુરના 40 વર્ષીય પુરુષને વાઇરલ ન્યુમોનિયા અને ARDSની ગંભીર સ્થિતિમાં દાખલ કરાયા હતા. તબીબી ટીમે તાત્કાલિક વેન્ટિલેટર સપોર્ટ અને ડાયાલિસિસ શરૂ કર્યું. 28 દિવસની સઘન સારવાર બાદ ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને હાઉસકીપિંગ સ્ટાફના સંયુક્ત પ્રયાસોથી દર્દીની સ્થિતિમાં સુધારો થયો અને વેન્ટિલેટર પરથી મુક્તિ મળી. આજે સવારે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.