જામનગર ST ડિવિઝનની રેકોર્ડ કમાણી: શ્રાવણ માસના તહેવારોમાં 71 લાખથી વધુ આવક, કુલ આવક 2 કરોડને પાર.
જામનગર ST ડિવિઝનની રેકોર્ડ કમાણી: શ્રાવણ માસના તહેવારોમાં 71 લાખથી વધુ આવક, કુલ આવક 2 કરોડને પાર.
Published on: 26th August, 2025

જામનગર ST ડિવિઝનને શ્રાવણ માસના તહેવારોમાં મોટી સફળતા, માત્ર 6 દિવસમાં રૂ. 2 કરોડથી વધુની આવક થઈ. સાતમ-આઠમમાં મુસાફરો માટે વધારાની બસો દોડાવાઈ. ઓગસ્ટ સુધીમાં કુલ રૂ. 2,01,18,853ની આવક થઈ, જે ગયા વર્ષ કરતાં રૂ. 71,27,319 વધુ છે. આ આવકમાં જામનગર, ધ્રોલ, જામજોધપુર, ખંભાળિયા અને દ્વારકા ડિવિઝનનો સમાવેશ થાય છે.