દીવાન-બલ્લુભાઈ શાળામાં Eco friendly ગણેશ મૂર્તિ વર્કશોપ: વિદ્યાર્થીઓ અને વાલીઓએ મૂર્તિ બનાવવાની કળા શીખી.
દીવાન-બલ્લુભાઈ શાળામાં Eco friendly ગણેશ મૂર્તિ વર્કશોપ: વિદ્યાર્થીઓ અને વાલીઓએ મૂર્તિ બનાવવાની કળા શીખી.
Published on: 26th August, 2025

કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ પૂર્વ પ્રાથમિક શાળામાં પર્યાવરણ જાળવણી હેતુ Eco friendly ગણેશ મૂર્તિ વર્કશોપ યોજાયો. જેમાં નર્સરી, શિશુવર્ગ અને બાળવર્ગના વિદ્યાર્થીઓ અને તેમની માતાઓએ ભાગ લીધો. તેઓ માટી અને સજાવટનો સામાન ઘરેથી લાવ્યા હતા. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ લાઈવ વર્કશોપમાં નાના બાળકો અને વાલીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. આચાર્યશ્રીએ સહભાગીઓનો આભાર માન્યો.