અમદાવાદ સાયન્સ સિટી ખાતે દેશની સૌથી મોટી ‘નેશનલ STEM ક્વિઝ-4.0’નો ભવ્ય સમાપન સમારોહ યોજાયો.
અમદાવાદ સાયન્સ સિટી ખાતે દેશની સૌથી મોટી ‘નેશનલ STEM ક્વિઝ-4.0’નો ભવ્ય સમાપન સમારોહ યોજાયો.
Published on: 27th March, 2026

યુવા પેઢીમાં વિજ્ઞાનને પ્રોત્સાહન આપવા GUJCOST દ્વારા STEM Quizનું આયોજન થયું. દેશભરમાંથી ૧૫,૦૧,૨૪૯ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી. સ્પર્ધાના અંતે ૧૦૭૮ વિદ્યાર્થીઓ ગ્રાન્ડ ફિનાલેમાં પહોંચ્યા, જેમાં ૯૧૮ ગુજરાતના હતા. વિજેતાઓને ઈનામો અપાયા અને તેઓને NFSU, BARC, DRDO જેવી સંસ્થાઓની મુલાકાત લેવાની તક મળશે. આ કાર્યક્રમમાં V. K. પટેલ અને ડૉ. નરોત્તમ સાહુ હાજર રહ્યા હતા.