ગુજરાતમાં નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો, 3 વર્ષમાં 2724 ફરિયાદ નોંધાઈ.
ગુજરાતમાં નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો, 3 વર્ષમાં 2724 ફરિયાદ નોંધાઈ.
Published on: 27th March, 2026

રાજ્યમાં ખાદ્યસામગ્રીથી લઈને નકલી અધિકારીઓ બાદ હવે નકલી ડોક્ટરોની બોલબાલા! ગુજરાતમાં નકલી ડોક્ટરો અંગે 3 વર્ષમાં 2724 ફરિયાદ નોંધાઈ. આરોગ્ય તંત્ર દ્વારા તપાસમાં 169 ડોક્ટરો નકલી ડિગ્રી ધરાવતા હોવાનું બહાર આવ્યું. વર્ષ 2021માં તંત્રએ 56 દવાખાનાં બંધ કરાવ્યા હતા. જામનગરમાં સૌથી વધુ 32 નકલી ડોક્ટરો સામે FIR થઈ. અમદાવાદની હોસ્પિટલોમાં જરૂર ન હોવા છતાં સર્જરીના કિસ્સા પણ સામે આવ્યા છે.