રણોલી GIDCની બુરખાટ કોમ્પ્રેસર કંપનીમાં આગ.
રણોલી GIDCની બુરખાટ કોમ્પ્રેસર કંપનીમાં આગ.
Published on: 27th March, 2026

વડોદરા નજીકની રણોલી GIDCમાં બુરખાટ કોમ્પ્રેસર કંપનીના કોમ્પ્રેસર પાર્ટ્સ અને સર્વિસ સેન્ટરમાં આગ લાગી. ફાયર વિભાગે ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો. આગ વધુ વિકરાળ બને તે પહેલાં કાબૂ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કંપનીનું મટિરિયલ બળીને ખાખ થઈ ગયું છે અને નુકસાનનો અંદાજ નથી, લાખોનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. કંપનીના માલિકે જણાવ્યું કે અહીંયા સ્ટોર છે, જેમાં કોમ્પ્રેસર પાર્ટ સપ્લાય અને સર્વિસિંગ સેન્ટર આવેલું છે.