જામનગરમાં રેન્જ IGની મુલાકાત બાદ કાર્યવાહી.
જામનગરમાં રેન્જ IGની મુલાકાત બાદ કાર્યવાહી.
Published on: 27th March, 2026

જામનગર મહાનગરપાલિકા દ્વારા બચુનગરમાં મેગા ડિમોલેશન કરાયું. રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયની મુલાકાત બાદ પોલીસ બંદોબસ્ત સાથે ₹ 2 કરોડની કિંમતની 12,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ. આ ઓપરેશનમાં હીટાચી અને ત્રણ જેસીબી મશીનનો ઉપયોગ થયો. ગેરકાયદેસર જમાતખાનાનું દબાણ દૂર કરાયું. કમિશનર ડી.એન. મોદીના આદેશ બાદ આ ડિમોલેશન કરાયું હતું. એસ્ટેટ શાખા અને ફાયર બ્રિગેડની ટીમ સહિત 50 જેટલા અધિકારીઓ જોડાયા હતા.