તાપી નદીમાં ભારે પૂર: 95,575 ક્યુસેક પાણી છોડાયું, કોઝવેએ ભયજનક સપાટી વટાવી, માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના.
તાપી નદીમાં ભારે પૂર: 95,575 ક્યુસેક પાણી છોડાયું, કોઝવેએ ભયજનક સપાટી વટાવી, માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના.
Published on: 30th August, 2025

સુરત અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તાપી નદી બે કાંઠે છલકાઈ છે. ઉકાઈ ડેમમાંથી 95 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. કોઝવેએ ભયજનક સપાટી વટાવી છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. કાકરાપાર વિયરનું લેવલ 166.00 ફૂટ છે અને ડિસ્ચાર્જ 95,600 ક્યુસેક છે. નાગરિકોને સાવચેત રહેવા અપીલ છે.