કોંગ્રેસનો દાવો: પાટીલના મતવિસ્તારમાં 30,000 ખોટા મતદારો અને ગુજરાતમાં 62 લાખ મતદારોની ચોરી પકડાશે.
કોંગ્રેસનો દાવો: પાટીલના મતવિસ્તારમાં 30,000 ખોટા મતદારો અને ગુજરાતમાં 62 લાખ મતદારોની ચોરી પકડાશે.
Published on: 30th August, 2025

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સમાં વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે જણાવ્યું કે નવસારી લોકસભા બેઠકમાં 30,000 જેટલા બોગસ મતદારો છે. આખા ગુજરાતમાં 62 લાખ જેટલા મતદારોની ચોરી થઈ રહી છે. તેમણે EPIC કાર્ડમાં ભૂલો અને ડુપ્લીકેટ મતદારોની માહિતી આપી, અને આ બાબત લોકશાહી માટે ખતરો હોવાનું જણાવ્યું, આથી આ ષડયંત્રને ખુલ્લું પાડવું જરૂરી છે.