RTO દ્વારા રોડ સેફ્ટી અંતર્ગત ચેકીંગ ડ્રાઇવ: નિયમ વિરુદ્ધ LED લાઈટ લગાવનાર 67 વાહનોને મેમો અપાયો.
RTO દ્વારા રોડ સેફ્ટી અંતર્ગત ચેકીંગ ડ્રાઇવ: નિયમ વિરુદ્ધ LED લાઈટ લગાવનાર 67 વાહનોને મેમો અપાયો.
Published on: 26th January, 2026

ભાવનગર RTO દ્વારા રોડ સેફ્ટી માસની ઉજવણીના ભાગરૂપે, નિયમ વિરુદ્ધ LED લાઈટ લગાવનારા 67 વાહનોને મેમો આપી 67,000થી વધુનો દંડ ફટકારાયો. સિદસર બાયપાસ રોડ અને નારી ગામ નજીક ચેકીંગ ડ્રાઇવ યોજાઈ. આ ડ્રાઇવનો હેતુ રાત્રી દરમિયાન પુરપાટ ઝડપે ચાલતા વાહનોમાં લાગેલી એલ.ઇ.ડી. લાઈટથી થતા અકસ્માતોને અટકાવવાનો છે. વાહનચાલકોને રોડ સેફ્ટી અંગે જાગૃત કરવામાં આવ્યા.