કેરળના રાજકારણમાં મોટા ફેરબદલ
કેરળના રાજકારણમાં મોટા ફેરબદલ
Published on: 14th December, 2025

સ્થાનિક ચૂંટણીમાં તિરુવનંતપુરમ નગર નિગમમાં ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય થયો. અહીં લગભગ છેલ્લા ચાર દાયકા એટલે કે 45 વર્ષથી લેફ્ટ LDF સત્તામાં હતું. તિરુવનંતપુરમ કેરળનું પાટનગર છે અને રાજકીય દૃષ્ટિથી પણ આ જિલ્લો ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાય છે. ગ્રામ પંચાયતોની 940 બેઠકોમાંથી UDFનો 505 પર અને LDFનો 340 બેઠકો પર વિજય થયો છે. જ્યારે બ્લોક પંચાયતોની 152 સીટોમાંથી UDFએ 79 અને LDFએ 63 બેઠક જીતી છે. આ ઉપરાંત 13 જિલ્લા પંચાયતો પરિણામો સામે આવ્યા છે, જેમાં UDF અને LDF બંનેએ 7-7 બેઠકો જીતી છે.