જામા મસ્જિદ વિવાદ: કથિત સંચાલકો સામે FIRની માગ, ભૂતપૂર્વ મેનેજમેન્ટ પર છેતરપિંડીનો આક્ષેપ.
Published on: 28th July, 2025

આરિફ શેખે જામા મસ્જિદના ભૂતપૂર્વ અધિકારીઓ સામે IPCની કલમો હેઠળ FIR નોંધવાની માંગ કરી છે. જુલાઈ 2024માં નવી સમિતિની રચના થઈ, પરંતુ ભૂતપૂર્વ પ્રમુખે મિલકતોનો કબજો જાળવી રાખ્યો. મસ્જિદની દુકાનોને ગેરકાયદેસર રીતે ભાડે આપીને વ્યક્તિગત ખાતામાં રૂપિયા જમા કરાયા. આશરે ₹3,55,000ની આવક હડપ કરવામાં આવી હોવાનો આરોપ છે. જૂના ટ્રસ્ટ ડીડની જગ્યાએ નવો ડીડ રજૂ કરાયો. જેથી કથિત સંચાલકો સામે FIRની માગ કરાઈ છે.